ગુજરાતી પ્રોફેસરે કોરોનાની આયુર્વેદિક દવા શોધી કાઢ્યાનો કર્યો દાવો

Share post

હાલના સમયમાં સમગ્ર દુનિયા કોરોના મહામારીના ભરડામાં છે. કોરોનાની વેક્સિન શોધવા માટે અમેરિકા જેવી મહાસત્તાઓ સહિતનાં અનેક દેશો તેની મહેનતમાં લાગ્યા છે. તેવામાં ગુજરાત યુનિવર્સિટીનાં પ્રોફેસર દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, તેઓએ કોવિડ 19ની હર્બલ આયુર્વેદિક દવા તૈયારી કરી લીધી છે. તેઓના કહેવા પ્રમાણે આયુષ મંત્રાલય દ્વારા પણ પ્રોફેસરને આયુર્વેદિક દવાના ટ્રાયલ માટે મંજૂરી આપી દેવામાં આવી છે.

ગુજરાત યુનિવર્સિટીનાં પ્રોફેસર ડોકટર રાકેશ રાવલ તથા આયુર્વેદિક ડોક્ટર અક્ષય સેવક દ્વારા કોરોના મહામારીના હર્બલ આયુર્વેદિક દવા શોધી કાઢવાનો દાવો કરવામાં આવ્યો છે. આ આયુર્વેદિક દવાને ઈમ્યુરાઈઝ નામ આપવામાં આવ્યું છે. અને પ્રાણીઓ ઉપર તેનું સફળ ટેસ્ટિંગ પણ થઈ ચૂક્યું છે. હવે પ્રાણી પર ટેસ્ટિંગમાં સફળતા મળ્યા બાદ માણસોમાં તેનાં ટ્રાયલની શરૂઆત કરવામાં આવશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી આગામી સમયમાં કોવિડના દર્દીઓને આ દવા આપવાની શરૂઆત કરાશે. આ દવાના પ્રયોગથી દર્દીની રોગપ્રતિકારક વધારે છે. કોરોના એસીમટોમેટિક અને માઈલ્ડ ફીવર હોય તેવા દર્દીઓને દિવસમાં બે ટાઈમ 4 – 4 ટેબ્લેટ લેવાની રહેશે. દર્દીમાં ઘટેલો CBC આ દવાના ઉપયોગથી વધતું હોવાનું સામે આવ્યું છે. આ દવા કેન્સર જેવા રોગમાં આપવામાં આવતી કેમોથેરાપી – રેડિયોથેરાપીની આડઅસરને પણ ઓછી કરે છે.

ઇમ્યુરાઈઝ નામની આયુર્વેદિક દવાનો કોરોનાના દર્દીઓ માટે ઉપયોગ કરાશે. આયુષ મંત્રાલય દ્વારા પણ પ્રોફેસર ડોકટર રાકેશ રાવલ તથા આયુર્વેદિક ડોક્ટર અક્ષય સેવકની આ હર્બલ આયુર્વેદિક દવાના ટ્રાયલ માટે મંજૂરી અપાઈ છે. તેવામાં જો આગામી સમયમાં ટ્રાયલમાં સફળતા મળશે તો કોરોના મહામારીને લઈ ગુજરાતને બહુ જ મોટી સફળતા પ્રાપ્ત થઈ શકે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post