રાજ્યમાં હજુ પણ આટલા દિવસ સુધી થશે ભારેથી અતિભારે વરસાદ અને છેવટે આ તારીખે મેઘરાજા લેશે અંતિમ વિદાય

Share post

રાજ્યમાં છેલ્લા 1 માસથી અતિભારે વરસાદ આવી રહ્યો હતો. જો કે, છેલ્લા 7-8 દિવસથી રાજ્યમાં નહીવત વરસાદ આવી રહ્યો છે ત્યારે ફરી એકવાર અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. ગુજરાતમાં હવામાન વિભાગનાં નિષ્ણાંત એવાં અંબાલાલ પટેલ (ambalal patel) હવામાનને લઈ ઘણીવાર આગાહી કરતા રહેતાં હોય છે. જો કે, તેમની કરેલ આગાહીઓ મોટા ભાગે સાચી સાબિત થતી હોય છે.

આ વખતે પણ અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં કઈ તારીખે તથા કયા વિસ્તારમાં વરસાદ પડશે એની આગાહી (Weather Forecast) કરવામાં આવી છે. રાજ્યમાં આગામી કુલ 5 દિવસ હવામાન વિભાગ દ્વારા રાજ્યના ઘણાં વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી કુલ 5 દિવસ માટે ગાજવીજ તથા ભારે પવનની સાથે વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગના મત અનુસાર રાજ્યમાં અમદાવાદ, આણંદ, અરવલ્લી, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહિસાગર, પંચમહાલ, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, જૂનાગઢ, ડાંગ, નવસારી, વલસાડ સહિત ઘણાં વિસ્તારમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. આ વર્ષે મેઘરાજા દેશના અંદાજે તમામ રાજ્યોમાં તો અતિભારે વરસાદને લીધે પૂરની સ્થિતિ સર્જાઈ હતી. ગુજરાતમાં પણ મેઘરાજાની ભરપૂર મહેર જોવા મળી હતી.

જો કે, હવે રાજ્યના કેટલાક વિસ્તારમાં નૈઋત્યના ચોમાસાની વિદાયની હવામાન વિભાગે સત્તાવાર જાહેરાત કરી છે. આ દરમિયાન હવામાન વિભાગ દ્વારા હજુ આગામી કુલ 5 દિવસ માટે કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. લો પ્રેશર સિસ્ટમની અસરથી ઉત્તર ગુજરાતમાં આવેલ મહેસાણા, પાટણ, બનાસકાંઠા સહીત અમુક વિસ્તારમાં વધારે અસર જોવા મળશે.

અમદાવાદ, વડોદરા સહીતનાં મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદી ઝાપટા આવી શકે છે. હાલમાં રાજ્યમાથી ચોમાસુ વિદાય લઇ રહ્યું છે પણ રાજ્યના અમુક જિલ્લાઓમાં વરસાદનું જોર કાયમ રહેલું છે. રાજ્યના કેટલાંક વિસ્તારોમાં હજૂ પણ વરસાદી ઝાપટા પડી રહ્યા છે. રાજ્યના અમુક જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. હવામાન વિભાગે હજુ આગામી કુલ 2 દિવસ માટે વરસાદની આગાહી કરી છે.

દક્ષિણ ગુજરાતમાં હળવાથી લઈને મધ્યમ વરસાદ આવે એવી આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, સામાન્ય સ્થિતિએ ઉત્તર ગુજરાત સહિત રાજ્યમાંથી 15 સપ્ટેમ્બરે ચોમાસું વિદાય લેતું હોય છે પરંતુ ચાલુ વર્ષે ચોમાસું કુલ 15 દિવસ મોડું વિદાય લેશે એટલે કે, રાજ્યમાંથી વિધિસર રીતે 30 સપ્ટેમ્બરે ચોમાસું વિદાય લેશે.

આ અંગે હવામાન વિભાગ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. જો કે, એની પહેલા કુલ 5 દિવસ ગુજરાતના અમુક વિસ્તારમાં મેઘરાજા મનમૂકીને વરસશે. આ વર્ષે રાજ્યમાં કુલ 134%  વરસાદ નોંધાયો છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post