આજથી રાજ્યમાં ધમધોકાર વરસાદીની આગાહી- આ જીલ્લાઓમાં થશે જળબંબાકાર

Share post

કોરોનાની ભયંકર મહામારીની વચ્ચે સમગ્ર રાજ્યમાં આગામી 3 દિવસ વરસાદને મામલે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ ખાસ કરીને સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં આગામી 3 દિવસ હળવાથી લઈને ભારે વરસાદ આવી શકે છે. ગુજરાતમાં પણ દક્ષિણ-પશ્ચિમના પવન ફૂંકાતા જ આગામી 3 દિવસ સુધીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

આગાહી અનુસાર સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ સહિત દક્ષિણ ગુજરાતના વલસાડમાં પણ અતિભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે. માછીમારોની માટે પણ અલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. તો વળી,બીજી તરફ શુક્રવારથી જ રાજ્યમાં મેઘરાજાની પધરામણી થઈ ગઈ છે. અને હજુ આજે તથા આવતીકાલે અને પરમદિવસે પણ ગુજરાતમાં તોફાની પવનની સાથે જ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 25-27 જુલાઇ દરમિયાન રાજ્યના ઘણાં વિસ્તારોમાં વરસાદ આવી શકે છે. અરબી સમુદ્રમાં પણ અનુકૂળ પરિસ્થિતિ ઊભી થતાં જ ગુજરાતમાં વરસાદ આવી શકે છે. હાલમાં રાજ્યના અમુક વિસ્તારોમાં જ વરસાદની ઘટ જોવા મળી રહી છે. ત્યારે હવે હવામાન વિભાગ દ્વારા રાજ્યના જુદાં-જુદાં વિભાગમાં પણ થન્ડરસ્ટોર્મની આગાહી આપવામાં આવી છે.

આજથી જ રાજ્યમાં સારો વરસાદ આવવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદપડવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે જ ભરૂચ, ડાંગ, નવસારી, વલસાડમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો વળી અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર સહિતમાં પણ આજે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આવતીકાલે જ પોરબંદર, દ્વારકા, જૂનાગઢ સહીતનાં વિસ્તારમાં પણ વરસાદની શક્યતા રહેલી છે. ગીર સોમનાથ, દાદરા નગરહવેલીમાં પણ આવતીકાલે વરસાદની આગાહી કરવામાં આવેલ છે.27 જુલાઈએ જૂનાગઢ, અમરેલી, પોરબંદરમાં પણ વરસાદ યથાવત્ રહેશે. 27 જુલાઇએ દ્વારકા, વલસાડ, નવસારીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં પણ વરસાદી ઝાપટાની સંભાવના છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post