ગુજરાતમાં આવનારા પાંચ દિવસ સુધી કોઈ આગાહી નથી- પરંતુ ઓગસ્ટ મહિના માટે આવી સૌથી મોટી ખુશખબર

Share post

કોરોનાનાં આવાં કહેરની વચ્ચે આગામીબ કુલ 5 દિવસ માટે હવામાન વિભાગ દ્વારા સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી રહી છે. ઓગસ્ટના પહેલાં જ સપ્તાહમાં જોરદાર વરસાદી સિસ્ટમ સક્રિય થવાના સંકેત પણ મળી રહ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં ચાલું સીઝનનો માત્ર 40 % વરસાદ વરસી ગયો છે. ગયાં વર્ષની સરખામણીમાં ગુજરાતમાં કોરોનાકાળમાં પણ જુલાઈ મહિનામાં સારો એવો વરસાદ પડ્યો છે. હવામાન વિભાગ દ્વારા આજે જ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર, કચ્છમાં વરસાદની કોઈ અછત નથી. અંતિમ 3 દિવસ રાજ્યમાં સારા એવાં વરસાદની આગાહી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે સૌરાષ્ટ્ર, કચ્છ સહિતના ઘણાં વિસ્તારો અને અમદાવાદમાં પણ સારો એવો વરસાદ પડ્યો હતો.

આપને જણાવી દઈએ, કે અંતિમ 3 દિવસથી ગુજરાતમાં પણ છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, કે આગામી 5 દિવસ સુધીમાં રાજ્યમાં સામાન્ય વરસાદ પડશે. ભારે વરસાદની કોઈપણ આગાહી કરવામાં આવી નથી. સામાન્ય રીતે તો દરવખતે ઓગસ્ટ મહિનામાં જ વરસાદી સિસ્ટમ બનતી હોય છે, જેનાથી ગુજરાતને પણ સારો વરસાદ મળતો હોય છે. આ વખતે પણ ઓગસ્ટના પહેલા જ સપ્તાહમાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાની સંભાવના દર્શાવાઈ રહી છે.

હવામાન વિભાગના ડિરેક્ટર જયંત સરકારે જણાવતાં કહ્યું છે, કે સમગ્ર રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો કુલ 40 % વરસાદ વરસી ચૂક્યો છે. સૌરાષ્ટ્ર, કચ્છમાં પણ વરસાદની અછત નથી પણ ઉત્તર ગુજરાતમાં સામાન્ય અછત છે, જે ઓગસ્ટમાં જ પૂરી થઈ શકે છે. જો, કે ગયાં વર્ષ કરતા ચાલુ વર્ષે જુલાઈ મહિના સુધીમાં સારો વરસાદ વરસ્યો છે. અમદાવાદમાં પણ હવામાન વિભાગે સામાન્ય વરસાદની આગાહી કરી છે.

તેમણે પણ આગળ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે તો ઓગસ્ટ મહિનામાં વરસાદી સિસ્ટમ બનતી હોય છે, જેનાથી ગુજરાતને પણ સારો એવો વરસાદ મળતો હોય છે. ઓગસ્ટના પ્રથમ અઠવાડિયામાં જ વરસાદી સિસ્ટમ સક્રિય થવાની સંભાવના રહેલી છે. ગુજરાત રિજયનમાં પણ સામાન્ય અછત છે, જે ઓગસ્ટ મહિનામાં જ પુરી થવાની વાત જણાઈ રહી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post