સૌરાષ્ટ્રમાં લો પ્રેશર સર્જાતા આવનારા દિવસોમાં આ વિસ્તારોમાં થશે ભારેથી અતિભારે વરસાદ

Share post

હાલ ગુજરાતમાં વરસાદ પોતાની કહેર મચાવી રહ્યો છે. સૌરાષ્ટ્ર ઘણા વિસ્તારોમાં સારો એવો વરસાદ પડી ચૂકયો છે. અને હાલ પણ ઘણા વિસ્તારોમાં વરસાદની મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ ઘણીવાર ગુજરાતમાં વરસાદની આગાહી કરતા હોય છે. પરંતુ હાલ હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. સોમવારના રોજ દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તાર જેવા કે અરવલ્લી, મહીસાગર, સુiરત, નવસારી, અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ પડવાની પૂરેપૂરી સંભાવનાઓ છે. રવિવારના રોજ વલસાડ જિલ્લાના ઉમરાળા ગામ માં ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં ઘણા પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે લોકોને ઘણી તકલીફો ઊભી થઈ હતી. નર્મદાના નાંદોદ અને ડેડીયાપાડા માં ૨૮ મી.મી. વરસાદ નોંધાઈ ચૂક્યો છે. ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે.

આગાહી થતા ખેડૂતો અને ગરમીથી ત્રસ્ત લોકો ખુશખુશાલ દેખાઈ રહ્યા છે. આવનારી ૧૬ અને ૧૭મી તારીખે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં ધોધમાર વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરત, ડાંગ અને તાપી જેવા ઘણા જિલ્લાઓ ની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે સાથે જ સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારો જેવા કે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, જૂનાગઢ અને કચ્છમાં પણ સારો વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે ગુજરાતની દરિયાઇ સીમામાં આવનારા બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપી છે. જ્યારે અમદાવાદ શહેરમાં થોડો થોડો વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે.

ગુજરાત હવામાન વિભાગની આગાહી અનુસાર આવનારા ત્રણ દિવસ સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી શકે છે. ગુજરાત પર લો પ્રેશરની વરસાદી સિસ્ટમ સર્જાતા આવનારા ત્રણ દિવસ સારો એવો વરસાદ ગુજરાતના આંગણે વરસશે. સાથે સાથે અમદાવાદ શહેર સહિત બીજા અન્ય વિસ્તારોમાં પણ થોડો થોડો વરસાદ પડી શકે છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં મોનસુન ટ્રફ થી ભેજનું પ્રમાણ માં વધારો થયો છે. હાલના સમયની વાત કરીએ તો કચ્છ અને સૌરાષ્ટ્ર આ વિસ્તારોમાં લો પ્રેશરની પટ્ટી બનતા વાતાવરણ ની અંદર ભેજનું પ્રમાણ વધ્યું છે.

અને આ ભેજ વધવાના કારણે વરસાદની સિસ્ટમ સક્રિય બની છે. આ કારણોસર આવનારા ત્રણ દિવસ દરમિયાન ગુજરાત રાજ્યના દરિયા કિનારાના વિવિધ શહેરોમાં ધોધમાર વરસાદ પડી શકે છે. સાથે સાથે અમદાવાદ શહેર સહિત ગુજરાત રાજ્યના અન્ય ઘણા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારો માં જે લો પ્રેશર પટ્ટી નુ સર્જન થયું છે. તેના કારણે ગુજરાત રાજ્યમાં વરસાદની સિસ્ટમ મોટા પ્રમાણમાં સક્રિય બની છે. અહીં વાત કરીએ સુરતની, તો સુરત શહેરમાં પણ છેલ્લા બે દિવસથી સારો વરસાદ વરસી રહ્યો છે.

સુરત સહિત દક્ષિણ ગુજરાતના ઘણા છૂટા છવાયા વિસ્તારોમાં શનિવારના રોજ રાતે જ વરસાદ શરૂ થઇ ગયો છે, અને હાલના સમયમાં પણ સમયાંતરે વરસી રહ્યો છે. જે રવિવારના રોજ સવારે પણ યથાવત રહ્યો હતો. આ દરમિયાન શનિવારના રોજ સાંજે છ વાગ્યાથી રવિવારે સાંજે 6 વાગ્યા સુધીમાં વલસાડના ઉમરગામમાં વરસી ચૂક્યો હતો. જ્યારે કપરડા અને વાપીમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો. સાથે સાથે સુરત જિલ્લાના ઉમરપાડા અને કામરેજ વિસ્તારોમાં પણ સારો વરસાદ એટલે કે ત્રણ ઇંચ નોંધાયો હતો. માંગરોળમાં અઢી ઇંચ અને પલસાણામાં 2 ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે વાત કરીએ નવસારીની, તો નવસારીમાં પણ સારો વરસાદ નોંધાયો હતો.

નવસારીના જલાલપોરમાં પોણા બે ઇંચ વરસાદ નોંધાયો હતો વડોદરામાં પણ પણો ઇંચ વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. અને લોકોને તકલીફો ઊભી થઈ હતી. વલસાડ જિલ્લામાં શનિવારના રોજ રાત્રે ૧૦થી રવિવારે સાંજે છ સુધીના ગાળા દરમિયાન ઉમરગામ તાલુકામાં ભારે વરસાદ નોંધાયો હતો. આ તાલુકામાં ૫.૫ ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. સાથે સાથે જ વલસાડ-વાપી, કપરડા, પારડી અને ધરમપુર તાલુકામાં પણ સારો વરસાદ નોંધાયો છે. ભાવનગર અને વડોદરામાં પણ રવિવારે વરસાદ થયો હતો. સાથે સાથે વલભીપુરમાં પણ બે ઇંચ વરસાદ નોંધાયો હતો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…