હજુ આટલા દિવસ ગુજરાતમાં થશે વીજળીના કડાકાભડાકા સાથે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મહત્વની જાણકારી

Share post

સમગ્ર રાજ્યમાં છેલ્લા 1 માસથી અતિભારે વરસાદ વરસી રહ્યો હતો. જો કે, છેલ્લા 7-8 દિવસથી રાજ્યમાં વરસાદ નહીવત પડી રહ્યો છે. ફરી એક વાર અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. રાજ્યમાં હવામાન વિભાગનાં નિષ્ણાંત ગણાતા અંબાલાલ પટેલ (ambalal patel) હવામાનને લઈને સતત આગાહી કરતા રહેતાં હોય છે. જો કે, એની આગાહી મોટા ભાગે સાચી સાબિત થતી હોય છે. આ વખતે પણ અંબાલાલ પટેલે રાજ્યમાં કઈ તારીખે કયા વિસ્તારમાં વરસાદ થશે એની આગાહી (Weather Forecast) કરવામાં આવી  છે.

રાજ્યમાં આગામી 5 દિવસ હવામાન વિભાગે રાજ્યના ઘણાં વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ગુજરાત હવામાન વિભાગનાં જણાવ્યા પ્રમાણે આગામી 5 દિવસ ગાજવીજ તથા અતિભારે પવનની સાથે વરસાદ આવી શકે છે. હવામાન વિભાગનાં મત અનુસાર અમદાવાદ, આણંદ, અરવલ્લી, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહિસાગર, પંચમહાલ, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ, જૂનાગઢ, ડાંગ, નવસારી, વલસાડમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.

આ વર્ષે મેઘરાજા દેશના અંદાજે તમામ રાજ્યોમાં અતિભારે પૂરની સ્થિતિ સર્જાઈ હતી. રાજ્યમાં પણ મેઘરાજાની ભરપૂર મહેર જોવા મળી હતી. જો કે, હવે રાજ્યના કેટલાક ભાગમાં નૈઋત્યના ચોમાસાની વિદાયની હવામાન વિભાગ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે પણ આ દરમિયાન હવામાન વિભાગે આગામી 5 દિવસ કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી પણ કરી છે.

ગુજરાત હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. લો પ્રેશર સિસ્ટમની અસરથી ઉત્તર ગુજરાતનાં મહેસાણા, પાટણ, બનાસકાંઠા સહીત કેટલાંક વિસ્તારમાં વધારે અસર જોવાં મળશે. અમદાવાદ, વડોદરા સહીત મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદી ઝાપટા આવી શકે છે.

હાલમાં રાજ્યમાથી ચોમાસુ વિદાય લઇ રહ્યું છે પણ રાજ્યનાં ઘણાં જિલ્લાઓમાં વરસાદનું જોર કાયમ રહેલું છે. રાજ્યનાં ઘણાં વિસ્તારોમાં હજૂ પણ વરસાદી ઝાપટા પડી રહ્યા છે. રાજ્યના ઘણાં જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા હજુ આગામી 2 દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં આવેલ અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા પંથકમાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. સતત બીજા દિવસે માત્ર 1 કલાકમાં કુલ 2 ઈંચ વરસાદ વરસી ચુક્યો છે. અતિભારે વરસાદથી ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે. અતિભારે પવનની સાથે વરસાદ પડતાં ખેડૂતોને પડ્યા પર પાટુ સમાન જેવી પરીસ્થિતિ ઉભી થઈ છે. વરસાદને કારણે કપાસ, મગફળી તથા તલ સહિતનો પાક નિષ્ફળ જાય એવી ચિંતા ખેડૂતો વ્યક્ત કરી રહ્યાં છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post