ગુજરાતના આ વિસ્તારમાં ફાટ્યું આભ, છેલ્લા 20 કલાકમાં 19 ઈંચ સાથે થયો જળબંબાકાર- જુઓ ભયાનક તસ્વીરો

Share post

રાજ્યમાં આવેલ જામખંભાળિયામાં મેઘકહેર થતાં જ તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. જામખંભાળિયા પંથકમાં છેલ્લા 20 કલાકમાં અતિભારે 19 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. ભારે વરસાદને લીધે જામખંભાળિયામાં તારાજીના દ્રશ્યો સર્જાયા છે. વરસાદને કારણે રેલવે સ્ટેશન વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે.

અંદાજે 19 ઈંચ જેટલો વરસાદ પડતા જ સમગ્ર શહેરમાં જળ બમ્બાકાર જોવાં મળી રહ્યો છે, અને લોકોના ઘરમાં પણ પાણી ઘુસી ગયા છે. ભારે વરસાદને લીધે NDRFની ટીમ જામખંભાળીયા ખાતે પહોંચી ગઈ છે. મહત્વનું તો એ છે, કે ગઈકાલે સાંજે 6-8 માત્ર 2 કલાકમાં જ અતિભારે 12 ઈંચ વરસાદ પડ્યો હતો. અતિભારે વરસાદ પડતા જ ખેતરોમાં પાણી ભરાઈ આવ્યાં છે.

જામખંભાળિયા શહેરના નીચાણવાળા ઘણાબધા વિસ્તાર રામનાથ સોસાયટી, તુલસી પાર્ક, બસ ડેપોની બાજુનો વિસ્તાર, બંગલાવાળી પાસે આવેલ એક્સચેન્જ સામેનો વિસ્તાર, નવાપુરાની બાજુમાં આવેલ ચમારપાડા વિસ્તાર સહિતના નીચાણવાળા વિસ્તારમાં 3-4 ફૂટ જેટલા પાણી ભરાતા લોકોના ઘરમાં જ ઘૂસી ગયાં હતા. તથા રામનાથ સોસાયટીમાં ઘરની બહાર પાર્ક કરેલ વાહનો પણ પાણીમાં ડૂબી ગયેલાં જોવા મળ્યા હતા.

ભારે વરસાદને લીધે ખંભાળિયા જામનગર રોડ પરના દાતા ગામ નજીકના મેઇન રોડને જોડતા પુલ પરથી પાણી વહેવા લાગતા હાઈવે પરનો સંપર્ક પણ તુટી ગયો હતો. દલવાડી હોટેલ પાસે જે બ્રીજની કામગીરી ચાલુ છે, તે રસ્તો ધોવાઇ જતા બંને બાજુ ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યાં હતાં.

મુશળધાર વરસાદને લીધે ઘણી જગ્યાએ વૃક્ષો અને પોલ ધરાશાયી થયા હતાં. જો, કે કોઇપણની જાનહાનિ થઇ નહીં હોવાનું જણાવવામાં મળ્યું હતું,અને ગ્રામ્ય પંથકમાં પણ ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા અને નદી 2 કાંઠે વહેવા લાગી હતી. ખંભાળિયા તાલુકાના ફોટ ગામથી લાલપરડા અને હસ્થળથી બારા ગામનો રસ્તો હાલમા બંધ કરી દેવામાં આવ્યો છે.

સમગ્ર પરિસ્થિતિને પહોંચી વળવા માટે દ્વારકા જિલ્લા કલેકટર દ્વારા તંત્રને ખાસ એલર્ટ રહેવા માટેની સૂચના અપાઇ હતી અને હવામાનની આગાહીને ધ્યાનમાં રાખીને દ્વારકા જિલ્લામાં NDRFની ટીમ પણ ઉતારવામાં આવી છે. અતિભારે વરસાદ પડતા જ નાના એવા શહેરમાં પણ નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post