આવનારા પાંચ દિવસ ગુજરાતના આ વિસ્તારોમાં થશે જળબંબાકાર- જાણો તમારા વિસ્તારમાં કેવો વરસાદ પડશે

Share post

હાલમાં સમગ્ર રાજ્યમાં ચોમાસાંની સારી એવી શરૂઆત થઈ ચુકી છે. થોડાં દિવસનાં વિરામ બાદ મેઘરાજા ફરી એકવાર મહેરબાન થઈ રહ્યાં છે. રાજ્યનાં ઘણાં જિલ્લાઓમાં તો મેઘરાજા ખુબ જ મહેરબાન થયાં છે. હાલમાં મુંબઈ તો દર વર્ષની જેમ આ વખતે પણ પાણીમાં ગરકાવ થઈ ચુક્યું છે. હાલમાં ફરી એકવાર હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી રહી છે.

સાઇક્લોન સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં જ છેલ્લા કુલ 15 દિવસથી રાજ્યનાં ઘણાં વિસ્તારોમાં સારો એવો વરસાદ થઈ રહ્યો છે. દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં તો અતિભારે વરસાદ થયો છે. આની સિવાય લાંબા વિરામ બાદ અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં પણ અંતિમ કુલ 2 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે.

ત્યારે આગામી 10, 13 તથા 14 ઓગસ્ટ દરમિયાન પણ અમદાવાદ, ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાતમાં આવેલ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા તથા અરવલ્લીમાં પણ અતિભારે વરસાદ પડવાંની હવામાન ખાતાં દ્વારા આગાહી કરવામાં આવી રહી છે. અતિભારે વરસાદની સાથે જ પ્રતિ કલાકે કુલ 50-60 કિમી ની ઝડપે પવન ફૂંકાવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

હવામાન ખાતાનાં જણાવ્યા મુજબ કુલ 5 દિવસ સુધી સમગ્ર રાજ્યમાં સતત વરસાદી માહોલ જ રહેશે. જેમાં ઉત્તર ગુજરાતનાં ઘણાં વિસ્તારમાં ગાજવીજની સાથે અતિભારે વરસાદ પડશે. આની સિવાય દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ હળવો વરસાદ પડી શકે છે.

10 ઓગસ્ટનાં રોજ પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, મહિસાગર, સુરત અને તાપીમાં વરસાદ આવવાંની આગાહી કરવામાં આવી રહી છે.

13 ઓગસ્ટનાં રોજ વલસાડ, દમણ તથા દાદરા નગર હવેલીમાં વરસાદ આવવાંની આગાહી કરવામાં આવી રહી છે.

14 ઓગસ્ટનાં રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, સુરત, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી તેમજ ભાવનગરમાં વરસાદ આવવાંની આગાહી કરવામાં આવી રહી છે.

રાજ્યનાં કુલ 8 તાલુકામાં કુલ 1,000 મિમિ એટલે કે કુલ 40 ઇંચ કરતા પણ વધુ વરસાદ થયો છે. આ તાલુકામાં સુરતનાં ઉમરપાડામાં કુલ 52 ઇંચ, પોરબંદરમાં આવેલ રાણાવાવમાં કુલ 42.48 ઇંચ, કુતિયાણામાં કુલ 43.04 ઇંચ, દ્વારકામાં આવેલ ખંભાળિયામાં કુલ 65.48 ઇંચ, કલ્યાણપુરામાં કુલ 51 ઇંચ, ભાણવડમાં કુલ 50.52 ઇંચ, જામનગરનાં કાલવડમાં કુલ 40.36 ઇંચ, વલસાડ જિલ્લામાં ઉમરગામ તાલુકામાં કુલ 50.28 ઇંચ વરસાદ થયો છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post