ખેડૂતો માટે આવ્યાં આનંદનાં સમાચાર: ગુજરાતના આ ગામડાઓને સરકાર આપશે સિંચાઈ માટે પાણી

Share post

અતિભારે વરસાદને કારણે આ વર્ષ દરમિયાન સૌરાષ્ટ્રના તેમજ સમગ્ર રાજ્યના તમામ ચેકડેમો ઓવરફલો થઈ ચુક્યા છે ત્યારે આવા સમયની વચ્ચે ખેડૂતોની માટે એક આનંદનાં સમાચાર સામે આવી રહ્યાં છે. બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાંથી આજથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે, જેનો લાભ બનાસકાંઠા તથા પાટણ જિલ્લાના કુલ 110 જેટલા ગામોને આપવામાં આવશે તથા કુલ 17,000 હેક્ટર જમીનમાં સિંચાઇ માટે પાણી મળી રહેશે.

બનાસકાંઠામાં તેમજ ખાસ કરીને તો ઉપરવાસમાં આ વર્ષ દરમિયાન ચોમાસામાં અતિભારે વરસાદને લીધે દાંતીવાડા ડેમમાં કેટલુ પાણી આવ્યું હતું તથા દાંતીવાડામાં ડેમ હાલમાં 591 ફુટ જેટલું પાણી ભરાયેલું છે જેને કારણે સરકાર દ્વારા આ વખતે રવી સીઝનમાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવાનું શરૂ કરી દીધું છે. આજથી જ કુલ 200 કયુસેક પાણી કેનાલ દ્વારા છોડવામાં આવી રહ્યું છે. આની સાથે જ આગામી ફેબ્રુઆરી મહિના સુધીમાં કુલ 5 વખત ખેડૂતોને પિયત માટે પાણી આપવામાં આવશે . જેનો લાભ બનાસકાંઠા તથા પાટણના કુલ 110 જેટલા ગામના ખેડૂતોને મળશે.

આજથી કુલ 200 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે:
ગત વર્ષે દાંતીવાડા ડેમમાં નહિવત જેટલું પાણી હતું. જેને લીધે આસપાસના વિસ્તારના ખેડૂતોને સિંચાઈ માટે પાણી ન મળવાંથી ખેતીનાં પાકને ખુબ નુકસાન થયું હતું. દાંતીવાડા ડેમ બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન છે તથા આ ડેમમાં પાણી ભરાયેલું હોય તો એનો લાભ બનાસકાંઠા તથા પાટણ જિલ્લાના કુલ 150 જેટલા ગામોને મળી રહે છે.

આ વર્ષે અતિભારે વરસાદને લીધે દાંતીવાડા ડેમમાં પાણીની આવક થતાં એનો લાભ હવે બનાસકાંઠા તથા પાટણ જિલ્લાના કુલ 110 ગામના જેટલા ખેડૂતોને થઇ ગયો છે તેમજ કુલ 17,000 હેક્ટર જમીનમાં આ દાંતીવાડા ડેમના પાણીથી સિંચાઈ કરી ખેડૂતો તેનો લાભ  મેળવી રહ્યા છે. જેને લીધે ખેડૂતોને સિંચાઇ માટે પાણી મળતા ખુશખુશાલ બન્યા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post