હવે ગુજરાતના ખેડૂતો પણ કરી શકશે કાજુ અને કોકોની ખેતી – રાજ્ય સરકાર એટલી સહાય આપી રહી છે કે…

Share post

રાજ્ય સરકાર અથવા તો કેન્દ્ર સરકાર દ્વારા ઘણીવાર સહાયની યોજનાઓ અંગેની જાણકારી આપવામાં આવતી હોય છે. હાલમાં પણ આવી જ એક જાણકારી રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ યોજનાને લઈ સામે આવી રહી છે. ડ્રાયફ્રુટ ગણાતા એવાં કાજુ તથા ચોકલેટમાં વાપરવામાં આવતા કોકોની ખેતી માટે ગુજરાત સરકાર દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવી છે.

આ બન્ને પાકોની ખેતી કરવાં માટે સહાય મેળવવાં માંગતા ખેડૂતો આગામી 15 સપ્ટેમ્બર સુધી અરજી કરી શકશે. આ પાકોની ખેતી ટપક સિંચાઇ પધ્ધતિની સાથે કરતાં ખેડૂતોને કુલ 40,000 પ્રતિ હેક્ટર મુજબ તથા ટપક સિંચાઇ પધ્ધતિ વગર જ આ પાકોની ખેતી કરતા ખેડૂતોને કુલ 20,000 પ્રતિ હેક્ટર સુધી સહાય મળવાપાત્ર છે. નેશનલ હોર્ટીકલ્ચર બોર્ડ, કૃષિ યુનિવર્સીટી દ્વારા એક્રીડીટેશન કરવામાં આવે નર્સરી, કૃષિ યુનિવર્સીટી, બાગાયત ખાતાની નર્સરીમાંથી પ્લાન્ટીગ મટેરીયલની ખરીદી કરવાની રહેશે.

કુલ 3 હપ્તામાં હપ્તા(60:20:20)માં સહાય મળવાપાત્ર થશે. જે-તે ખેડૂત ખાતેદારે બાગાયતી પાકોનાં વાવેતરનાં પહેલાં વર્ષની જે-તે પાક વાવેતરની જાણકારી પાણીપત્રકમાં દાખલ કરાવવાની રહેશે અથવા તો જે-તે વિસ્તારનાં તલાટીનો એ બાબતનો દાખલો રજુ કરવાનો રહેશે. કેળા, દાડમ તથા શાકભાજીની ખેતી કરતાં ખેડૂતોને ક્રોપ કવર (ગ્રોકવર)માં સહાય આપવા માટે આઇ-ખેડૂત પોર્ટલ પર આગામી 30 સપ્ટેમ્બર સુધી અરજી થઇ શકશે.

જેની અંતર્ગત કેળા માટે કુલ 12,000 રૂપિયા પ્રતિ હેક્ટર, દાડમ માટે કુલ 21,500 રૂપિયા પ્રતિ હેક્ટર તથા શાકભાજી માટે કુલ 48,000 રૂપિયા પ્રતિ હેક્ટર મુજબ સહાય મળવાપાત્ર છે. અહી ઉલ્લેખનિય છે કે, નોન વુવન મટીરિયલ્સમાંથી બનાવવામાં આવેલ ક્રોપ કવર દ્વારા પાકનું રક્ષણ થાય છે. ગુજરાતમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આ પ્રકારના કવરનો ઉપયોગમાં વધારો થયો છે. આને લીધે ગત વર્ષથી ગુજરાત સરકાર દ્વારા આ પ્રકારના કવર માટે સહાય આપવામાં આવી રહી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post