ગુજરાત સરકાર ટેકાના ભાવે ડાંગર, મકાઈ અને બાજરીની સીધી ખરીદી કરી રહી છે, જલ્દી અહિયાં કરો ફોન

Share post

રાજ્ય સરકારએ લઘુત્તમ ટેકાનાં ભાવે ખરીફ માર્કેટીંગ ઋતુ વર્ષ 2020-21 હેઠળ ડાંગર, મકાઇ તેમજ બાજરીની ખરીદી આવનાર તા.16/12/2020 થી તા.31/12/2020માં ગુજરાત નાગરિક પુરવઠા નિગમનાં ડાંગર માટે 92, મક્કાઈ માટે 61 તેમજ બાજરી માટે 57 ગોડાઉન કેન્દ્રો/APMC ખરીદ કેન્દ્ર ખાતે કરવામાં આવશે. ભારત સરકારએ લઘુત્તમ ટેકાનાં ભાવે ડાંગર (કોમન) રૂપિયા 1868/-પ્રતિ ક્વિન્ટલ, ડાંગર ગ્રેડ-એ માટે રૂપિયા 1888 પ્રતિ ક્વિન્ટલ, મકાઇ માટે રૂપિયા 1850 પ્રતિ ક્વિન્ટલ તેમજ બાજરી માટે રૂપિયા 2150 પ્રતિ ક્વિન્ટલ નક્કી કરેલ છે.

લઘુત્તમ ટેકાનાં ભાવે વેચાણ કરવાની ઇચ્છા ધરાવનાર ખેડૂતોની ઓનલાઈન નોંધણી સંબંધીત ગુજરાત નાગરિક પુરવઠા નિગમ લિમિટેડનાં તાલુકા ગોડાઉન ખાતે તારીખ 1/10/2020નાં રોજ શરુ થઇ છે જે તારીખ 20/10/2020 સુધી ચાલુ રહેશે તે અનુસાર નોંધણી કરાવવા બધા ખેડૂતોને જાણ કરવામાં આવે છે. નોંધણી માટે જરૂરી બધા પુરાવા જેમ કે, આધાર કાર્ડની ઝેરોક્ષ/ આધાર નોંધણી નંબર તેમજ તે માટેનો પુરાવો, અધ્યતન 7-12, 8-અ રેકોર્ડ્સની ઝેરોક્ષ, ફોર્મ નં -12માં પાક વાવણી વિશે એન્ટ્રી ન થઈ હોય તો પાક વાવ્યા વિશેનો તલાટીનાં સહી સિક્કા સાથેનો દાખલો, ખેડૂતનાં નામે IFSC કોડ સહિતની બેન્ક એકાઉન્ટની વિગતો માટે બેંક પાસબુકની ઝેરોક્ષ કે કેન્સલ ચેકની ઝેરોક્ષ સાથે લાવવાની રહેશે.

ખેડૂતોને તેમનો જથ્થો સાફસુફ તેમજ ચારણો કરી અને તેમાં ભેજનું પ્રમાણ નક્કી કરેલ મર્યાદામાં રહે તે માટે જરૂરી લાગે તો તડકામાં સૂકવી ખરીદ કેન્દ્ર ખાતે લાવવાનો રહેશે. જેના લીધે ખેડૂતોનો જથ્થો અસ્વીકૃત થાય નહી. રજિસ્ટ્રેશન વિશે કઈ પણ મુશ્કેલી જણાય તો હેલ્પલાઇન નં.- 8511171718 અને 8511171319 ઉપર સંપર્ક કરવાનો રહેશે.

સુરત શહેરમાં લઘુત્તમ ટેકાનાં ભાવે વેચાણ કરવા ઇચ્છનાર ખેડૂતોએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવા માટે સુરત જિલ્લાનાં બારડોલી, મઢી, મહુવા, માંડવી, માંગરોળ, નવાગામ, ઓલપાડ, કીમ, કડોદરા ખાતેનાં ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમનાં ગોડાઉન કેન્દ્રમાં સંપર્ક કરવાનો રહેશે. આ ઉપરાંત સુરત જિલ્લાનાં બારડોલી, મઢી, મહુવા, માંડવી, માંગરોળ , નવાગામ, ઓલપાડ, કીમ, કડોદરા તાલુકામાં ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમનાં ગોડાઉન ખરીદ કેન્દ્ર તરીકે જાહેર કર્યાં છે. તેમજ આ બધી ખરીદી સરકારનાં અન્ન નાગરિક પુરવઠા તેમજ ગ્રા.બા. વિભાગની સૂચનાઓ અનુસાર કરવામાં આવશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post