ખેડૂતોના લાભાર્થે રાજ્ય સરકાર આ કિંમતે કરશે મગફળીની ખરીદી -કેબીનેટ બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય

Share post

હાલમાં અતિભારે વરસાદને કારણે ખેતરમાં પાણી ભરાઈ જવાથી ઘણાં ખેડૂતોને નુકશાન હ્યું છે. હાલમાં ચોમાસાની ઋતુમાં સૌરાષ્ટ્રમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે. આને લઈને જ હાલમાં એક સમાચાર સામે આવી રહ્યાં છે.રાજ્ય સરકાર દ્વારા હાલમાં ખેડૂતલક્ષી ઘણાં પ્રકારનાં નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. આ અંતર્ગત આજે CM વિજય રૂપાણીનાં અધ્યક્ષસ્થાને મળેલ કેબિનેટની બેઠકમાં રાજ્ય સરકાર દ્વારા મગફળીની ટેકાનાં ભાવે ખરીદીને પરવાનગી આપવામાં આવી છે.

રાજ્ય સરકારે પ્રતિ મણ કુલ 1,055 રૂપિયાનાં ભાવે લાભ પાંચમથી ટેકાનાં ભાવે મગફળીની ખરીદી કરવાની શરૂઆત કરવાંની જાહેરાત કરવામાં આવી છે તથા ઓનલાઇન રજિસ્ટ્રેશન બાબતે બેઠક કરીને નિર્ણય લેવામાં આવશે.આ બાબતે પુરવઠા મંત્રી જયેશ રાદડિયાએ જણાવતાં કહ્યું હતું કે, મગફળીની ખરીદી કરવાં માટે ટેકાનાં ભાવે કેબિનેટ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. જેની સંપૂર્ણ કામગીરી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા કરવામાં આવશે.

રાજ્ય નાગરિક પુરવઠા નિગમ કુલ 2 વર્ષથી મગફળી ખરીદી કરતું આવ્યું છે તથા નોડલ એજન્સી તરીકે કામ કરવામાં આવશે. આ મગફળીની કુલ 5,275 રૂપિયાનાં પ્રતિ ક્વિન્ટલ ટેકાનાં ભાવમાં ખરીદી કરવામાં આવશે. ખેડૂતોને મુશ્કેલી ન પડે એની માટે બધાં જ સેન્ટરો પર સુવિધા કરવામાં આવી છે. હાલમાં રાહત ભાવે અનાજનું વિતરણ પણ ચાલુ કરી દેવામાં આવ્યું છે.

રાજ્યમાં પડેલ સાર્વત્રિક વરસાદને કારણે ચાલુ વર્ષે કુલ 95.51% વાવેતર નોંધાયું છે. રાજ્યમાં કુલ 84,48,297 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યુ છે. એમાં પણ સૌથી વધારે મગફળીનું વાવેતર કરવામાં આયુ છે. મગફળીનું કુલ 20,65,316 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. જ્યારે કપાસનું કુલ 22,77,104 હેક્ટરમાં વાવેતર નોંધાયું છે. જ્યારે ધાન્ય પાકોનું કુલ 13,47,000 તો કઠોળનું કુલ 4,36,000 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે તથા તેલીબિયાંનું કુલ 120.65% વાવેતર નોંધાયું છે.

આ વર્ષે સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ વરસતાં સૌથી વધારે મગફળી તથા કપાસનાં પાકને નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોના જણાવ્યા મુજબ મગફળીમાં ઘણું નુકસાન પહોંચ્યું છે તથા વરસાદને લીધે ઘણાં વિસ્તારોમાં પાક બળી ગયો છે. આથી જંતુનાશક દવા, ખાતરનો ખર્ચ વધી રહ્યો છે. ત્યારે મગફળી સહિતના પાકોના યોગ્ય ભાવ મળે તેવી ખેડૂતો માંગ કરી રહ્યાં છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post