રાજ્ય સરકારે વીજળીના દરમાં કર્યો અધધ આટલાનો ઘટાડો, જાણો જલ્દી…

Share post

રાજય સરકારે  ઓકટોબર, નવેમ્બર અને ડીસેમ્બર ત્રણ મહિના દરમિયાન વીજળીના યુનિટ ચાર્જમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. સરકારે પ્રતિ યુનિટ 19 પૈસાના ઘટાડાની જાહેરાત કરી છે. હાલ પ્રતિ યુનિટ ફ્યુઅલનો ચાર્જ 2 રૂપિયા છે. જે હવે 1 રૂપિયો અને 81 પૈસા કર્યા છે.

રાજય સરકારના આ નિર્ણયથી રાજયના 1 કરોડ 40 લાખ વીજ ગ્રાહકોને ત્રણ મહિના દરમિયાન 356 કરોડનો લાભ થવા જઈ રહ્યો છે.ઊર્જા મંત્રીએ કહ્યું હતું કે, વીજ વપરાશ કરતા ગ્રાહકો પાસેથી વીજ બિલમાં એનર્જી ચાર્જ ઉપરાંત ફ્યુઅલ સરચાર્જ લેવામાં આવે છે અને આ ફ્યુઅલ ચાર્જની વસુલાત નામદાર ગુજરાત વીજ નિયમન આયોગ દ્વારા નક્કી કરયેલા ફોર્મ્યુલાના આધારે વસૂલવામાં આવતા હતા.

પાછલા ત્રણ મહિના દરમિયાન એટલે કે જુલાઇ-2020 થી સપ્ટેમ્બર-2020 ના ત્રણ મહિના દરમિયાન ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લીમીટેડ હેઠળની ચારેય વીજ વિતરણ કંપનીઓ ફ્યુઅલ ચાર્જની વસુલાત પ્રતિ યુનિટ રૂ ૨.૦૦ પૈસા લેખે વસૂલાતી કરતી હતી. તેની સામે ઓકટોબર-2020 થી ડિસેમ્બર-2020 ના ત્રણ મહિના દરમિયાન ફ્યુઅલ ચાર્જ પ્રતિ યુનિટ રૂપિયા 1.81 ના દરે વસૂલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આમ ગયા ત્રણ મહિના કરતાં આ ત્રણ મહિનામાં ફ્યુઅલ ચાર્જના પ્રતિ યુનિટમાં 19 પૈસાનો ઘટાડો એ મુખ્યત્વે આંતરરાષ્ટ્રીય બજારમાં સસ્તા કોલસાની ઉપલબ્ધતા તેમજ સસ્તા ગેસની ઉપલબ્ધતા થઇ હોવાથી થયો છે.આમ, રાજય સરકારના આ નિર્ણયથી રાજયના 1 કરોડ 40 લાખ વીજ ગ્રાહકોને ત્રણ મહિના દરમિયાન 356 કરોડનો લાભ થશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post