ખેડૂતોને ઘરે બેઠા જ થઈ જશે લઘુત્તમ ટેકાના ભાવે પાકનું વેચાણ – જલ્દી આ નંબર પર કરો કોલ

Share post

સોશિયલ મીડિયામાં અવારનવાર ખેડૂતોને મદદરૂપ થાય એવી કેટલીક જાણકારી સામે આવતી હોય છે. હાલમાં પણ આવી જ એક જાણકારી સામે આવી રહી છે. રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ખરીફ માર્કેટીંગ સીઝન વર્ષ 2020-’21 હેઠળ ડાંગર, મકાઈ તથા બાજરીની આગામી 16 ઓક્ટોબરથી લઈને 31 ડીસેમ્બર, 2020 દરમિયાન ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના ડાંગર માટે કુલ 92, મકાઈ માટે કુલ 61 તેમજ બાજરી માટે કુલ 57 જેટલા ગોડાઉન કેન્દ્રો તેમજ APMC ખરીદ કેન્દ્ર ખાતે ખરીદી કરવામાં આવી રહી છે.

ભારત સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવમાં ડાંગર 1,868 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, ડાંગર ગ્રેડ-A માટે કુલ 1,888 રુપીયા પ્રતિ ક્વિન્ટલ, મકાઈ માટે કુલ 1,850 રૂપિયા પ્રતિ કિવન્ટલ, બાજરી માટે કુલ 2,150 રુપીયા પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવ્યા છે. લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવા માટે ઈચ્છુક ખેડૂતોની ઓનલાઈન નોંધણી અંગે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ, સુરત જિલ્લામાં આવેલ બારડોલી, મઢી, મહુવા, માંડવી, માંગરોળ, નવાગામ, ઓલપાડ, કીમ, કડોદરા તાલુકા ગોડાઉનમાં 1 ઓક્ટોબરથી લઈને 29 ઓક્ટોબર, 2020 સુધી ચાલુ રાખવામાં આવી હતી.

જેની મુદ્દત 10 નવેમ્બર, 2020 સુધી લંબાવવામાં આવી છે. જેની સુરત જિલ્લાના બધાં ખેડૂતોને નોંધ લેવા જણાવવામાં આવ્યું છે. નોંધણી માટે જરૂરી પુરાવા જેવા કે, આધાર કાર્ડની નકલ અથવા તો આધાર નોંધણી નંબર તથા તે અંગેનો પુરાવો, અદ્યતન 7-12, 8-A રેકોર્ડ્સની નકલ, ફોર્મ નં. 12માં પાક વાવણી વિશે એન્ટ્રી ન થઈ હોય તો પાક વાવ્યા વિશેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો, ખેડૂતના નામે IFSC કોડ સહિતની બેન્ક એકાઉન્ટની માહિતી માટે બેંક પાસબુકની નકલ અથવા તો કેન્સલ ચેકની નકલ સાથે લાવવાના રહેશે.

ખેડૂતોને એમનો જથ્થો સાફ અને ચારણો કરી તેમજ એમાં ભેજનું પ્રમાણ નિયત મર્યાદામાં રહે એની માટે જરૂરી જણાઈ આવે તો તડકામાં સૂકવીને ખરીદ કેન્દ્ર ખાતે લાવવાનો રહેશે. જેને લીધે ખેડૂતોનો જથ્થો અસ્વીકૃત ન થાય. રજીસ્ટ્રેશન અંગે માહિતી માટે હેલ્પલાઈન નંબર 8511171718 તેમજ 8511171719 પર સંપર્ક કરવા માટે સુરત નાયબ જિલ્લા મેજનેર ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા જણાવવામાં આવ્યુ છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post