શિયાળુ પાકને સફળ બનાવવા નીતિન પટેલે કરી મોટી જાહેરાત

Share post

ગયા વર્ષે એટલે કે ગયા ચોમાસામાં ગુજરાતના ખેડૂતોનું વર્ષ ખુબ જ ખરાબ ગયું હતું. જેના ઘણા બધા કારણ હતા. જેમ કે વરસાદ, વીમો, ખેડૂતોના દેવા માફ અને હમણાં-હમણાં જ તીડનો ત્રાસ. આટલી બધી તકલીફો ભોગવી ચુક્યા છે ગુજરાતના તમામ ખેડૂતો. અને તેમના માટે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરી દીધી છે મોટી જાહેરાત.

રાજ્યના ઘણા વિસ્તારમાં ખેડૂતો શિયાળુ પાકને લઈને સિંચાઈ માટે પાણીની માંગ કરી રહ્યા છે. ત્યારે શિયાળુ પાકને સફળ બનાવવા ગુજરાત સરકાર પાણી આપશે. તેવી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરી છે.

મહેસાણાન કાડી, કલોલ, અમદાવાદના સાણંદ, વિરમગામ અને સુરેન્દ્રનગરના વઢવાણ, લખતર અને પાટડીમાં જ્યાંથી નર્મદાની મુખ્ય કેનાલ પસાર થાય છે. ત્યાં શિયાળામાં પણ પાંચેય ડ્રેઈનમાંથી પાણી છોડાશે તેમ નાયબ મુખ્યપ્રધાને કહ્યુ હતુ.

આ પાંચ ડ્રેઈન ખુલતા સબ કેનાલ, માઈનોર કેનાલમાં પણ નર્મદાના પાણી પહોંચશે. અને આ રીતે શિયાળામાં પણ 70 દિવસ સુધી સિંચાઈનું પાણી આપવાની નાયબ મુખ્યપ્રધાને જાહેરાત કરી.

ખેડૂતો જેટલું પાણી માગે તેટલું અપાઈ રહ્યું છે. સરકારનો દાવો છે કે ખેડૂતો જેટલું પાણી માંગે છે તેટલું પાણી અમે પૂરું પડીએ છીએ. અને સાથે-સાથે એ વાત પણ કહી છે કે જે જગ્યા પર પાણી ની સુવિધા નથી તે જગ્યા પર જલ્દીથી જલ્દી પાણી પહોંચાડાશે.

ખેડૂતોના હિત માટે રાજ્ય સરકાર તમામ પગલા લેશે. સાથે-સાથે ગુજરાત સરકારે જણાવ્યું છે કે ખેડૂતોનું જે રીતે હિત થાય તે રીતે તેમનું હિત વિચારવામાં આવશે. અને ખેડૂતોને પાક માટે 70 દિવસ સુધી પાણી રાખવામાં આવશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post