ખેડૂતો માટે આવ્યા આનંદનાં સમાચાર: હવે ખેડૂતોને આટલા કલાક મળશે ખેતરમાં વીજળી

Share post

ગુજરાતનાં ખેડુતોને લઈ હાલમાં એક આનંદનાં સમાચાર સામે આવી રહ્યાં છે. રાજ્યમાં રહેતાં તમામ ખેડૂતોના હિત માટે રાજ્ય સરકારે મહાત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખેડૂતોના હિતના નિર્ણય અંગે રાજ્યના ઉર્જા મંત્રી સૌરભ પટેલે જાહેરાત કરી હતી. અગત્યની વાત વાત તો એ છે કે, રાજ્યના ખેડૂતોને સિંચાઈ માટે રાત્રિના સમયે વીજળી આપવામાં આવી રહી હતી પણ હવે રાજ્યના ખેડૂતોને દિવસે પણ વીજળી આપવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે.

રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલ નિર્ણયને લીધે ખેડૂતોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. મહત્ત્વની વાત એ છે કે, રાત્રિના સમયે વીજળી મળતી હોવાથી ખેડૂતોને ખુબ મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. જેને લીધે ધરતીપુત્રોને ઉજાગરામાંથી છુટકારો આપવા માટે રાજ્યના ઉર્જા મંત્રી દ્વારા અગત્યની જાહેરાત કરવામાં આવી છે. સરકારના આ નિર્ણયને લીધે ખેડૂતોને હવે ઉજાગરા કરવાની જરૂર પડશે નહીં.

ઉર્જામંત્રી સૌરભ પટેલે જણાવતાં કહ્યું હતું કે, રાજ્યના CM વિજય રૂપાણીની અધ્યક્ષતામાં નિર્ણય લેવાયો છે કે, PM નરેન્દ્ર મોદી 24 ઓકટોબરે જૂનાગઢમાં ‘કિસાન સર્વોદય યોજના’ નું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યાં છે. આ યોજના હેઠળ આવતા કુલ 3 વર્ષ સુધી રાજ્યના કુલ 17.25 લાખ ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવશે. સવારે 5 વાગ્યે વીજળી ચાલુ થઈ જશે તથા રાત્રીનાં 9 વાગ્યા સુધી વીજળી ખેડૂતોને મળશે.

ઉર્જામંત્રી સૌરભ પટેલે વધુમાં જણાવતાં કહ્યું હતું કે, આજની તારીખ સુધીમાં કુલ 153 જેટલા ખેડૂતોનાં ગ્રુપ બન્યા છે. એમાં અડધા ગ્રુપને દિવસે વીજળી આપવામાં આવશે તથા અડધા ગ્રુપને રાત્રે વીજળી આપવામાં આવશે. આગામી સમયમાં બધાં જ ગ્રુપ તથા દિવસે વીજળી આપવામાં આવશે. થોડાં દિવસની અંદર કુલ 3.5 હજાર કરોડ રૂપિયાના ખર્ચે આ સુવિધા પૂરી પાડવામાં આવશે. આ સુવિધા માટે 220 KVAના કુલ 10 નવા સબસ્ટેશન બનાવવા માટે જઈ રહ્યા છીએ.

132 KVAનું કુલ 1 સબસ્ટેશન બનાવવા માટે જઈ રહ્યાં છીએ તથા 66 KVA નાં કુલ 233 નવા સબસ્ટેશન બનાવવાના માટે જઈ રહ્યાં છીએ. આ બ્ધ્સ જ સબસ્ટેશન દ્વારા ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવશે. અહીં ઉલ્લેખનીય છે કે, રાત્રે ખેડૂતો પોતાના ખેતરમાં કામ કરતા હોવાથી જંગલી પશુઓ ઘણીવાર ખેડૂતો પર હુમલા કરતા હોવાની ઘટના સામે આવતી હોય છે ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા ખેડૂતોને દિવસે વીજળી આપવાની માંગ ઘણીવાર કરવામાં આવી રહી છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી ખેડૂતોને દિવસે પણ વીજળી મળી રહેશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post