Mon. Jul 13th, 2020

આ ખેડૂતે એવો છોડ ઉગાડ્યો કે જેનાથી શરીરની દરેક ગંદકી સાફ થશે- અત્યારે થઇ રહી છે ઉંચી કમાણી

Share post

માનવ અને પશુઓના રોગોને દૂર કરવા માટે વપરાતી કાળીજીરીને ‘કાળી કેપ્સ્યુલ’ તરીકે આખી દુનિયા ઓળખવા લાગી છે. તે ખરેખર એક કેપ્સ્યુલનું કામ કરે છે. તેથી તેની માંગ રોજેરોજ વધતી જાય છે.જે વિસ્તારમાં જીરું થઈ શકે છે ત્યાં કાળીજીરી પણ થઈ શકે છે. ઔષધિય પાકોમાં કાળીજીરીની ખેતી કરીને ખેડૂતો ખુબ જ કમાણી કરી શકે છે.પહેલા તેનું બજાર કે વેપારી શોધીને પછી જ તેનું વાવેતર કરવું. કાળીજીરી એ ગુજરાતના વિસ્તારમાં થતો નવો પાક છે. ગુજરાતના એક ખેડૂતે પોતાના ખેતરમાં કાળીજીરીના વાવેતરનો પ્રયોગ કરીને  25 ઓક્ટોબર થી 10 નવેમ્બર વચ્ચે વાવેતર કરી એવું તારણ કાઢ્યું છે કે પહેલા તેનું નાના પાયા પર વાવેતર કરવું જોઈએ. પછી વાવેતરમાં વધારો કરી શકાય. ઓછામાં ઓછા એક કિલોનો ભાવ રૂ.100 મળે છે.

વાંકાનેરના પીપળીયરાજ ગામમાં રહેતા અમીનભાઇ આહમદભાઇ કડીવાર નામના ખેડૂતએ પોતાની 2 વીઘા જમીનમાં હળદરના વાવેતરની વચ્ચે કાળીજીરી વાવી હતી. ઓછા ખર્ચમાં વધું ઉત્પાદન મળે છે. જીવાત ઓછી આવે છે. આ પાકમાં કોઈ ખાસ જીવાત નથી. મૂળ સુકારો આવે છે. 2 વીઘામાં 8 કિલો બી વાવવામાં આવે છે. 2 છોડની વચ્ચે 20-30 સે.મી. સુધી બીજ અંતર રખાય છે.

મોટાભાગના ખેડૂતો જૂન-જુલાઇમાં પાકની વાવણી થયા પછી તેનો પાક ઓક્ટોબર અને નવેમ્બરમાં તૈયાર થાય છે. હાલમાં કાળીજીરીના પ્રતિ કિલોના ભાવ રૂપિયા 230 પર પહોંચી ગયા હતા.ઉજ્જડ જમીનમાં પણ આ પાક થઈ શકે છે. હેક્ટર દીઠ 50 કિલો નાઇટ્રોજન,25 કિલો ફોસ્ફરસ,20 કિલો પોટાશ પાકને પૂરો પાડવા માટે જરૂરી છે. જ્યારે નાઇટ્રોજન અને તમામ ફોસ્ફરસ અને પોટાશનો અડધો જથ્થો ખાતર તરીકે લેવામાં આવે છે, ત્યારે બાકીનો અડધો ભાગ વાવેતર પછીનાં 45 દિવસે આપવો જોઈએ.

પાક પીળો અથવા તો લીલો થઈ જાય છે અને ત્યારબાદ છોડ સુકાવા લાગે છે, ત્યારપછી તે પાકને તૈયાર માનવામાં આવે છે.આ પાક 3 મહિને તૈયાર થાય છે. 1 એકરમાં 25થી 30 મણ કાળીજીરી થાય છે. ઘણી જગ્યાએ હેક્ટરે 400-500 મણ જેટલું ઉત્પાદન મળે છે. ઠંડા વિસ્તારમાં 110 દિવસે કાળીજીરી પાકે છે.

જમ્મુ-કાશ્મીર અને પાકિસ્તાનમાં પણ આ પાકની ભારે માંગ છે. જેમાંથી પ્રાણીઓ માટે ઘણી દવાઓ બને છે. સુવાવડી ગાય, ભેંસને 1 કીલો બાજરી,  1 કીલો ઘઉં, 500 ગ્રામ ગોળ, 250 ગ્રામ તેલ અને સુંઠ, સવા, અસાળીયો, કાળીજીરી અને મેથી દરેકને 50 ગ્રામ પ્રમાણે ખેડૂતો આપે છે.

અડધી ચમચી લેવા. બાળકોને 5-10 દાણા જ આપવા. શરીરમાં જામેલી બધી જ ગંદકી કાળીજીરીથી દૂર થઈ જશે. અથવા નકામી ચરબી,ચામડીની કરચલી,શરીર તેજસ્વી,સ્ફૂર્તિ માટેના ચૂર્ણમાં મેથી 250 ગ્રામ,અજમો 100 ગ્રામ અને કાળીજીરીના 50 ગ્રામ તમામના દાણા લઈ પીસીને ચૂર્ણ બનાવવામાં આવે છે. આ ચૂર્ણને રાત્રે લેવાથી શરીરની ગદકી 3 મહિનામાં દૂર થાય છે. ઉપરાંત ગઠિયા રોગ, જુની કબજિયાત, રોગ પ્રતિકારક શક્તિ, લોહી-નલિકાઓ શુદ્ધ, હ્ર્દયની કાર્ય ક્ષમતા,  કોલેસ્ટ્રોલ,  હાડકાની મજબૂતી, કામ કરવાની શક્તિ, થાક ન લાગે, શરીર બેડોળ થતું નથી, ચામડીનો રંગ નિખરી આવે છે, ચામડી સુકાઈ જવી, કરચલીઓ પડવી વગેરેના ચામડીના રોગો ,ડાયાબિટીસ વગેરે જેવા રોગો નિયત્રંણમાં રહે છે.

કાળીજીરીને ભોટિયા જીરું, સ્યાહી જીરું, થોયા, કૃષ્ણ જીરું, તિબેટી જીરું તરીકે પણ ઓળખાય છે. કાળીજીરી તીખી, કડવી, પૌષ્ટિક, ઉષ્ણ વીર્ય, કફ, વાત, મન, મસ્તિષ્ક, પેટના કીડા, લોહીની સફાઈ, ખંજવાળ, ચામડીના રોગો, પેશાબને લગતા રોગો, ગર્ભાશયને સાફ અને સ્વસ્થ રાખે, સફેદ ડાઘ, ઘા, તાવ,વાલ ફુલી જવા, તલના તેલ સાથે વાટી ખરજવા લેપ,, શરીર તપેલું રહેતું હોય, જીર્ણજ્વર, આમનું પાચન, હાઈ બ્લડપ્રેશર, ઉઘ ન આવવી, કિડની, ફૈટી લીવર, આર્થરાઈટીસ, સાંધા, આંતરડાના કૃમી, જીર્ણજ્વર,રક્તાલ્પતા, પેટ ફુલી જવું, અજીર્ણ, અપચો, ગૅસ,વગેરે જેવી બીમારીમાં કાળીજીરી ફાયદાકારક છે. મધમાખી, ભમરી, કાનખજુરો જેવા જીવજંતુ કરડે તો લેપ કરવાથી મટી જાય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post