ગુજરાતના આ જીલ્લાના ખેડૂતોને સરકાર આપશે 10,000 રૂપિયાની સહાય, જાણો તમારું નામ છે કે નહિ?

Share post

કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા અવારનવાર ખેડૂતોને યોજના મારફતે કેટલીક સહાય આપવામાં આવતી હોય છે. ગુજરાતનાં ખેડૂતભાઈઓની માટે હાલમાં એક આનંદનાં સમાચાર સામે આવી રહ્યાં છે. અતિભારે વરસાદને કારણે ચેકડેમો ઓવરફલો થવાંથી ખેડૂતોને સિંચાઈ માટે પુરતું પાણી મળી રહેશે. ગુજરાતમાં ચાલુ વર્ષ દરમિયાન અતિવૃષ્ટિમાં અસરગ્રસ્ત થયેલ રાજ્યના 20 જિલ્લામાંથી કુલ 18,95,501 ખેડૂતોએ સહાય માટે અરજી કરી છે.

31 ઓક્ટોબરે અરજી સ્વીકારવાના  અંતિમ દિવસે પણ ખુબ મોટી સંખ્યામાં ખેડૂતો દ્વારા અરજી કરવામાં આવી હતી. ખેડૂતોને હેક્ટરદીઠ કુલ 10,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. જેમાં મહત્તમ સહાય 2 હેક્ટરની  જ  મળશે. આગામી 15 દિવસમાં ખેડૂતોને સહાયની સંપૂર્ણ રકમ ચૂકવાઇ જશે એવુ અધિકારીઓ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.

રાજ્યના કુલ 20 જિલ્લાના ખેડૂતોને થશે ફાયદો :
રાજ્યમાંથી સૌથી વધારે અરજી રાજકોટ જિલ્લામાંથી આવી છે. આ જીલ્લામથી કુલ 2,13,977 અરજીઓ આવી છે. ત્યારપછી અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર તથા કચ્છમાંથી અતિવૃષ્ટિ સહાય માટે ખેડૂતોએ મહત્તમ અરજીઓ કરી હતી. સૌથી ઓછી અરજી નવસારી જિલ્લામાંથી આવી છે. નવસારીમાં માત્ર 454 અરજીઓ આવી છે.

વિવિધ જીલ્લા પ્રમાણે આવેલ અરજીઓ :
અમદાવાદ: 71,766
અમરેલી: 1,97,508

આણંદ: 18,079
ભરૂચ: 79,728
ભાવનગર: 1,64,566

બોટાદ: 65,051
દેવભુમિ દ્વારકા: 73,713
ગીર સોમનાથ: 77,828

જામનગર: 1,22,721
જુનાગઢ: 1,40,765
કચ્છ: 1,53,558

મહેસાણા: 67,625
મોરબી: 1,07,148
નર્મદા: 10,576

નવસારી: 454
પાટણ: 84,767
પોરબંદર: 44,313

રાજકોટ: 2,13,977
સુરત: 38,569
સુરેન્દ્રનગર: 1,62,789

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post