ગુજરાતના ખેડૂતો માટે ખુશ ખબર : ગયા વર્ષ કરતા ચારગણું વાવેતર થયું

Share post

ગુજરાતમાં આ વખતે ચોમાસાંની ઋતુમાં વાવેતરની ગતિએ જોર પકડ્યું છે અને પુરજોશમાં વાવણી ચાલું છે. મહત્વની વાત એ છે કે, ગયા વર્ષ કરતા આ વર્ષે આજની સ્થિતિએ ચાર ગણું વાવેતર થઇ ચુક્યું છે.
ખેતીવાડી વિભાગનાં આંકડાઓ મુજબ, ગુજરાતમાં 24 જૂનની સ્થિતિએ કુલ વાવેતર વિસ્તારની સરખાણીમાં 17.69 ટકા વિસ્તારમાં વાવેતર થયું છે.

ખેતીવાડી વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ, હાલની સ્થિતિએ રાજ્યમાં 14.99 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. રાજ્યમાં કુલ ખરીફ વાવેતર વિસ્તાર 84, 76,895 હેક્ટર છે.

આધારભૂત સુત્રોનાં જણાવ્યા અનુસાર, રાજ્યમાં ખરીફ વાવેતરમાં ડાંગર, બાજરી, બાજરી, જુવાર, મકાઇ, તુવેર, મગ, મઠ, અડધ, મગફળી,તલ, દિવેલા. સોયાબીન, કપાસ, તમાકુ, શાકભાજી અને ઘાસચારાનું વાવેતર થયું છે. સૌથી વધારે વાવેતર મગફળી અને કપાસનું થયું છે.

આંકડાકીય વિગતો પ્રમાણે, ગયા વર્ષે 24 જૂનની સ્થિતિએ 3.80 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું હતું. અત્રે ઉલ્લખનીય છે કે, આ વર્ષે ચોમાસુ એક અઠવાડિયું મોડુ બેઠું છે. ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસું બેસી ગયું છે અને છેલ્લા દિવસોમાં રાજ્યનાં મોટાભાગનાં વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ખેડૂતો એ પુરજોશમાં વાવણી શરૂ કરી દીધી છે.

સ્ટેટ ઇમરજન્સી સેન્ટરનાં આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં રાજ્યનાં 28 જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે. રાજકોટ જિલ્લાનાં ગોંડલ તાલુકાનાં દેરડી-કુંભાજી ગામે પાંચ ઇંચ વરસાદ પડ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યનાં 77 તાલુકાઓમાં 11 એમ.એમથી લઇ 75 એમ.એમ સુધીનો વરસાદ નોંધાયો છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post