ઉત્તરાયણના દિવસે કેવો પવન હશે? અંબાલાલ પટેલે ગુજરાતીઓને આપી મહત્વની જાહેરાત

Share post

અતિભારે વરસાદ તથા શિયાળામાં પડતી કડકડતી ઠંડીને લઈ અવારનવાર હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવતી હોય છે ત્યારે હાલમાં પણ આવી જ એક જાણકારી સામે આવી રહી છે. કોરોનાકાળમાં ઉત્તરાયણનાં તહેવાર પર રોક લગાવવા માટે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જો કે, તેની પર રોક લગાવવાની અરજીના વિરોધમાં વેપારીઓ દ્વારા અરજી કરવામાં આવી હતી.

ત્યારપછી ઉત્તરાયણની ઉજવણીને લઇ હાઇકોર્ટમાં અરજી પર સુનાવણી કરવામાં આવી હતી. ઉત્તરાયણ મુદ્દે રાજ્ય સરકાર દ્વારા ગઇકાલે હાઈકોર્ટમાં જવાબ આપતા જણાવ્યું હતું કે, પતંગ પર ધાર્મિક લાગણી દુભાય તેવા લખાણ નહીં લખી શકાય તથા લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ રહેશે. હાઈકોર્ટે સરકારની ગાઈડલાઈનને મંજૂર રાખવામાં આવી હતી.

એક બાજુ સમગ્ર રાજ્યમાં ફરી એકવખત ગાત્રો થીજાવતી ઠંડીની આગાહી કરવામા આવી રહી છે. સમગ્ર રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે ત્યારે બીજી બાજુ ઉત્તરાયણમાં પતંગરસિકો માટે સારા સમાચાર સામે આવી રહ્યાં છે. અમદાવાદમાં વહેલી સવારથી ધુમ્મસભર્યુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. ધુમ્મસને લીધે વિઝીબીલીટીમાં ઘટાડો થયો છે.

પતંગરસિકો માટે આવ્યા સારા સમાચાર :
ઉત્તરાયણમાં પતંગરસિકોની માટે સારા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, ઉત્તરાયણ તથા વાસી ઉત્તરાયણમાં પવનની ઝડપ કુલ 15 કિમીની રહેશે. સમગ્ર રાજ્યમાં પવનની દિશા ઉત્તર પૂર્વ તરફથી પવન વહેતો રહેશે. અતિ મહત્વનુ છે કે, ઉત્તરાયણમાં પણ આ વર્ષે ખુબ સારો પવન હોવાને કારણે પતંગરસિકોમાં ખુશીનો માહોલ જોવા મળશે.

અમદાવાદના પતંગ રસિયાઓ માટે માઠા સમાચાર એ છે કે, અમદાવાદમાં પવનની ગતિ અન્ય શહેરોની તુલનામાં ખુબ ઓછી રહે તેવી આગાહી કરવામાં આવી છે. સમગ્ર શહેરમાં પ્રતિ કલાકે 8થી 10 કિલોમીટરની ઝડપે પવન ફુંકાતો રહેશે. જો કે, ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ વધારે ઝડપી રહેશે એવી આગાહી કરવામાં આવી રહી છે.

રાજ્યમાં ફરી કડકડતી ઠંડી માટે રહો તૈયાર !
રાજ્યમાં અનેકવિધ જગ્યા પર કમોસમી વરસાદ વરસ્યા પછી હવે હવામાન વિભાગ દ્વારા ઠંડીને લઇ આગાહી કરવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં 2થી 3 ડિગ્રી સુધી તાપમાનમાં ઘટાડો થઇ શકે છે. આગામી 3 દિવસ સુધી સમગ્ર રાજ્યમાં કડકડતી ઠંડીનો અનુભવ થશે. આની સાથે જ કચ્છ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં કોલ્ડવેવની પણ આગાહી કરવામા આવી રહી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…