ગુજરાત બજેટ: બેરોજગાર યુવાનો અને ખેડૂત માટે કરવામાં આવી મોટી જાહેરાત. જાણો અહીં

Share post

આજે ગુજરાતના નાણામંત્રી નીતિન પટેલ સદનમાં ગુજરાતનું બજેટ રજુ કરી રહ્યા છે. આ બજેટમાં નીતિન પટેલે ઘણી મોટી જાહેરાતો કરી છે. તેમને કહ્યું છે કે રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ હેઠળ 15 લાખ યુવાનોને રોજગાર માટે 31,877 કરોડની લોન અપાશે. જળ સંચય અભિયાન માટે વોટર ગ્રીડ યોજના હેઠળ 2020 સુધી 13 હજાર ગામોને નળ દ્વારા પીવાનુ પાણી પહોંચાડાશે, જેના માટે 20 હજાર કરોડનો ખર્ચ કરવામાં આવશે.


પ્રભાવશાળી વૃદ્ધિદર

રાજ્યના અર્થતંત્રએ છેલ્લા 6 વર્ષમાં 10% નો પ્રભાવશાળી વૃદ્ધિદર હાંસલ કર્યો છે. જે સ્થિર ભાવે દેશના મોટા રાજ્યોમાં ઉચ્ચત્તમ છે. ઉચ્ચ વિકાસદરની ગતિ જાળવી રાખતા રાજ્યના અર્થતંત્ર એ વર્ષ 2017-18 માં 11.2% નો વૃદ્ધિદર હાંસલ કર્યો છે.


15 લાખ યુવાનોને આગામી 3 વર્ષમાં રોજગારી મળે તેવી વ્યવસ્થા

મુખ્યમંત્રી એપ્રેન્ટિસશિપ યોજના, ગ્રામોદય યોજના, વાજપાઇ બેંકેબલ યોજના, માનવ કલ્યાણ યોજના, પશુફાર્મ ની સ્થાપના જેવી રોજગારલક્ષી અને પરિવારની આવક વધારતી યોજનાઓ દ્વારા આશરે 15 લાખ યુવાનોને આગામી 3 વર્ષમાં રોજગારી મળે તેવી વ્યવસ્થા કરવામાં આવશે.

વહાલી દીકરી યોજના

દીકરીઓ માટે સરકાર ‘વહાલી દીકરી યોજના’ લઈને આવી છે. આ યોજના હેઠળ 2 લાખની આવક ધરાવતા પરિવારોને સહાય આપવામાં આવશે દીકરી પહેલા ધોરણમાં આવે ત્યારે 4000 રૂપિયાની સહાય આપવામાં આવશે. જ્યારે 9મા ધોરણમાં આવે ત્યારે 6000 રૂપિયાની સહાય અપાશે. તેમજ 18 વર્ષ પૂર્ણ કરે ત્યારે 1 લાખની સહાય અપાશે. આ યોજના માટે કુલ 133 કરોડ ફાળવવામાં આવ્યા છે.

એક હજાર નવી એસટી બસો

નીતિન પટેલે કહ્યું કે એક હજાર નવી એસટી બસો ખરીદાશે તેના માટે 221 કરોડની જોગવાઈ કરવામાં આવી છે એટલું જ નહીં પરંતુ નવા 22 બસ સ્ટેન્ડ અને 13 જૂના બસ સ્ટેન્ડ માટે 66 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.


રોજગાર ભરતી મેળા

છેલ્લા 5 વર્ષમાં રોજગાર ભરતી મેળાના માધ્યમથી આશરે 11 લાખ લોકોને રોજગારી મેળવવામાં મદદ કરી છે. સરકારી સેવાઓમાં છેલ્લા 5 વર્ષમાં 1 લાખ 18 હજાર યુવાન – યુવતીઓની ભરતી કરવામાં આવી છે. આગામી 3 વર્ષમાં અંદાજે વધુ 60 હજાર ભરતી કરવાનું આયોજન છે.

ખેડૂતોને વીજ જોડાણ

અમે નિર્ધાર કર્યો છે કે અત્યાર સુધીમાં જેટલા ખેડૂતોએ ખેતીવાડી વીજ જોડાણ મેળવવા અરજી કરેલી છે તેવા તમામ ખેડૂતોને આવતી અષાઢી બીજ સુધીમાં વીજ કનેક્શન આપી દેવામાં આવશે. આમ, અત્યારે પડતર તમામ 1 લાખ 25 હજાર માંગણીઓમાં નવા વીજ કનેક્શન આપવામાં આવશે.


દરિયાના ખારા પાણીને પીવાલાયક મીઠું પાણી બનાવવા

રાજ્યમાં પીવાના પાણીની ઉપલબ્ધતા વધારવા તેમજ કચ્છ અને સૌરાષ્ટ્રના છેવાડાના વિસ્તારોમાં જળ સલામતી સુનિશ્ચિત કરવા, દરિયાના ખારા પાણીને પીવાલાયક મીઠું પાણી બનાવવા રાજ્યના દરિયાકાંઠા પર ડિસેલિનેશન પ્લાન્ટ સ્થાપવામાં આવશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post