આજદિન સુધી કોઈ ન કરી શક્યું એવું કાર્ય કરીને જગતનાં તાતનો દીકરો આજે રચશે અભૂતપૂર્વ ઈતિહાસ

Share post

એવું કહેવામાં આવે છે કે, સિદ્ધિ તેને જઈને વરે જે પરસેવે ન્હાય. આમ તો સામાન્ય રીતે મેદાન પર સતત લોકો દોડતા રહેતાં હોય છે ત્યારે એક એવો દોડવીર છે કે, જે સતત 72 કલાક સુધી ગ્રાઉન્ડમાં દોડીને ફીટ ઇન્ડિયાનો મેસેજ જનતા સુધી પહોચાડવાનો પ્રયત્ન કરી રહ્યો છે. આની સાથે જ 72માં પ્રજાસત્તાક દિન નિમિત્તે 72 કલાકનું રનીંગ કરીને રેકોર્ડ પણ બનાવશે કોણ છે આ યુવા દોડવીર આવો જાણીએ.

24 વર્ષીય ઘનશ્યામ સુદાનીએ સમગ્ર દેશને ફીટ રહેવાના સંદેશની સાથે સતત 72 કલાકનું નોન સ્ટોપ રનીંગ કરી રહ્યો છે. ઘનશ્યામ સુદાનીએ રાત-દિન એક કરીને સતત રનીંગ કરીને 72માં પ્રજાસતાક દિનની ઉજવણી પણ આ રીતે કરવાનું નક્કી કર્યું છે. એક નાના એવાં ગામમાંથી આવેલ ખેડૂત પુત્ર ઘનશ્યામ સુદાની 24 વર્ષની વયમાં ફીટ ઈન્ડિયાનો સંદેશ લઈને લોક જાગૃતિ ફેલાવી રહ્યો છે.

આની સાથે જ ઘનશ્યામ સુદાનીએ કેટલાંક દોડ કોમ્પિટીશનમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. સૌપ્રથમવાર થઇ રહેલી પ્રજાસત્તાક દિવસની અનોખી ઉજવણીમાં અનેકવિધ દોડવીર ઘનશ્યામને પ્રોત્સાહન આપવા આપી રહ્યા છે. પ્રજાસત્તાક દિનની ઉજવણી સમગ્ર દેશમાં થશે ત્યારે નામાંકિત ક્લબ રાજપથ કલબમાં ઘનશ્યામ જેવા દોડવીરના દ્વારા અનોખા અંદાજમાં 72માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવશે.

રાત દિવસ દોડી રહેલ ઘનશ્યામની વોચ માટે સતત CCTV કેમેરા, મેડીકલ ટીમ દ્વારા તપાસ સહીતની તકેદારી પણ રાખવામાં આવી રહી છે. ફીટ ઇન્ડીયાના મેસેજની સાથે દોડ લગાવેલ ખેડૂત પુત્ર ઘનશ્યામ સુદાનીએ સ્પોટ્સ ક્ષેત્રમાં આગળ વધવાની ઈચ્છા વ્યક્ત કરવામાં આવી છે. આની સાથે જ 72માં પ્રજાસત્તાક પર 72 કલાકની નોન સ્ટોપ દોડ કરીને ફીટ ઈન્ડિયાનો મેસેજ પૂરો પાડી રહ્યા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post