ગુજરાતના ખેડૂતો આંદોલનમાં ભાગ ના લઇ શકે તેના માટે સરકારે ચાલી એવી ચાલ કે કોઈ ઘર બહાર પણ નહી નીકળે

Share post

કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે બનાવાયેલા કાયદાનો વિરોધ કરવા અને કાયદા પરત લેવાની માંગણી સાથે દિલ્હીની ટીકરી બોર્ડર ઉપર ૧૭ દિવસથી મોટેપાયે આંદોલન ચાલી રહ્યુું છે. ખેડૂત આંદોલનમાં સરકાર સાથેની મંત્રણાઓ નિષ્ફળ જતાં દિલ્હી કૂચના કાર્યક્રમને સફળ બનાવવા માટે ગુજરાતમાંથી પણ ખેડૂતો રવાના થઇ રહ્યા છે. આ આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ખેડૂત આગેવાનોએ ચીમકી આપી છે અને ટોલ ફ્રી કરવા તેમજ તા.૧૪મીએ જયપુર-દિલ્હી હાઇવે જામ કરવાના કાર્યક્રમો આપવામાં આવ્યા છે.

નવા કૃષિ કાયદાથી નારાજ ખેડૂતોનું આંદોલન વઘુ ઉગ્ર બન્યું છે. સંયુક્ત ખેડૂત આંદોલનના નેતા કમલ પ્રીત સિંહ પન્નૂએ કહ્યું કે આજેસવારે 11 વાગ્યાથી રાજસ્થાનના શાહજહાંપુરથી ટ્રેક્ટર માર્ચ કરશે અને જયપુર દિલ્હી સડકને પણ બ્લોક કરશે. આ સાથે તેઓએ કહ્યું કે અમારા રાષ્ટ્રીય સ્તરના આહ્વાન બાદ હરિયાણાના દરેક ટોલ પ્લાઝા પર આજે શુલ્ક લેવાશે નહીં.

કિસાન આંદોલનને ટેકો આપવા માટે ગુજરાત ખેડૂત સંઘર્ષ સમિતિ દ્વારા ગઇ તા.૧૦મીએ વડોદરા શહેરમાં ધરણાં કરવામાં આવ્યા હતા.જ્યારે,હવે સમિતિએ ચલો દિલ્હીના કાર્યક્રમમાં જોડાવા ખેડૂતોને આહવાન કર્યું છે.

સમિતિના મહામંત્રીએ કહ્યું છે કે, ગુજરાતમાંથી ૧૫૦૦ જેટલા ખેડૂતો દિલ્હી જવા રવાના થયા છે.જેમાંથી મોટાભાગના ખેડૂતો પહોંચી ગયા છે.વડોદરા અને આસપાસના જિલ્લામાંથી દરેક તાલુકામાંથી ઓછામાં ઓછા ૫૦ ખેડૂતો મળી ૧ હજાર ખેડૂતો આગામી તા.૨૦ પહેલાં દિલ્હી પહોંચવાના છે.

બીજી તરફ રાજકોટ જિલ્લાના કોંગ્રેસ અને ખેડૂત સંગઠનોના આગેવાન નજરકેદ કરવામાં આવ્યા છે. આજે દિલ્હી ચલોનું ખેડૂત નેતાઓ દ્વારા આહ્વાન આપવામાં આવ્યું છે. ત્યારે ગુજરાતના ખેડૂતો સમર્થનમાં ન જાય તે માટે ગુજરાત સરકાર એડી ચોટીનું જોર લગાવતી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.

ખેડૂત નેતાઓને કરવામાં આવ્યા નજરકેદ: કોંગ્રેસ નેતા વિનુ ધડુક, ભાવેશ ભાસા સહિતના આગેવાન નજરકેદમાં રાખવામાં આવ્યા છે જ્યારે  લોધિકા, જેતપુર, ધોરાજી, ઉપલેટા સહિતના ખેડૂત નેતાઓ નજરકેદ રખાયા છે.

વડોદરાના રહેવાસી ખેડૂત સંઘર્ષ સમિતિના મહામંત્રી વિપિનચંદ્ર પટેલે કહ્યું છે કે,ગઇકાલે સવારથી મારા માંજલપુરના રહેણાંક મકાને પોલીસની વાન મુકી દેવાઇ છે અને મને નજરકેદ કરાયો છે.હું જ્યાં જાઉ ત્યાં પોલીસ મારો પીછો કરે છે અને મારી પૂછપરછ કરી રહી છે.રાજ્યમાં આવા ૫૦ થી વધુ આગેવાનો નજરકેદ કરાયા છે.

ખેડૂત આંદોલન થશે આક્રમક: રવિવારે સવારે 11 વાગ્યે રાજસ્થાનના શાહજહાંપુરના ખેડૂતો જયપુર-દિલ્હી નેશનલ હાઈવે દ્વારા દિલ્હી ચલો માર્ચ શરુ કરશે. સંયુક્ત ખેડૂત આંદોલનના નેતા કમલ પ્રીત સિંહ પન્નૂએ શનિવારે જણાવ્યું કે,આજે  11 વાગ્યે  રાજસ્થાનનથી જયપુર-દિલ્હીવાળો જે રોડ છે તેને રોકવા માટે હજારોની સંખ્યામાં ખેડૂત ટ્રેક્ટર માર્ચ કરશે.’


Share post