દુધાળા પશુઓમાં વધી રહેલી આ બીમારીને કારણે મનુષ્યનું જીવન જોખમી બનશે

Share post

હાલમાં પશુઓમાં પણ વધતી જતી ટીબીની બીમારી માણસોની માટે વધુ જોખમી બનતી જાય છે, એવું જ એક સંશોધનમાં પણ જાણવામાં આવ્યું છે. વૈજ્ઞાનિકોનું જણાવવું છે, કે પશુઓ દ્વારા ફેલાતો ટીબીનો રોગ એ મનુષ્ય દ્વારા થતાં સંક્રમણ કરતાં પણ ઘણી વધી છે. કોવીડ- 19ની જેમ જ તપેદિક તેમજ ક્ષય રોગ તરીકે ઓળખાતો ટીબી રોગ પણ એક સંક્રમક પ્રકારની જ બીમારી છે, જેનાં પરથી લોકોનું હવે ધ્યાન પણ ધીરે-ધીરે હટી ગયું છે.

આ માઇક્રોબેકટેરિયન ટયૂબરકલોસિસ નામનાં બેકટેરિયામાંથી જ થાય છે. જેનું સૌથી વધુ સંક્રમણ ફેફસામાં થતું હોવાથી નિદાન તેમજ સારવાર ન થાય તો વધુ જોખમી પણ બને છે. હાલમાં આપણા દેશની વાત કરીએ તો કુલ 30 કરોડ  પશુમાંથી વર્ષ 2017 ની ગણતરી પ્રમાણે કુલ 2.2 કરોડ પશુ માત્ર ટીબીવાળા જ હતાં.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન તથા કૃષિ નિષ્ણાતોનું જણાવવું છે, કે માઇક્રોબેકટીરિયમ બોવિસને કલીધે પશુઓમાં થતી ટીબી માણસોમાં પણ ફેલાઇ જ શકે છે, જેને જુનોટિક ટીબી તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતમાં એમ બોવિસની ઉપરાંત ટીબીનાં બીજાં બેકટેરિયા પણ પશુઓમાં હોઇ શકે છે. આનાંથી જુનેટિક ટીબીને પણ ઘણાં વ્યાપક અર્થમાં સમજવાની જરુર રહેલી છે.

માઇક્રો બેકટેરિયમ ટયૂબર કલોસિસ કોમ્પલેક્ષનાં અન્ય બેકટેરિયાને પણ તેમાં જોડવાની જ જરુર રહેલી છે. જે પશુઓમાંથી માણસમાં પણ ટીબી ફેલાઈ શકે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાનાં આંકડા પ્રમાણે  દુનિયામાં દર વર્ષે કુલ 1 કરોડ લોકોને ટીબીનું સંક્રમણ તેમજ કુલ 15 લાખ લોકોનાં મોત પણ થયાં છે. આ અંગેનું શોધ સંશોધન આંતરરાષ્ટ્રીય જર્નલ લાંસેટમાં પણ પ્રકાશિત કરવામાં આવ્યું છે.

ગ્લોબલ ટયૂબર કલોસિસનાં વર્ષ 2019 નાં અહેવાલ પ્રમાણે વિશ્વમાં સૌથી વધારે કુલ 27 લાખ લોકોને ટીબીનું સંક્રમણ માત્ર ભારતમાં જ થયું હતું. જેમાંથી કુલ 4 લાખ લોકોનાં મોત પણ થયા હતાં. ભારત બાદ ચીન, ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ, પાકિસ્તાન, નાઇજીરિયા તથા બાંગ્લાદેશમાં પણ ટીબીના વધુ પ્રમાણમાં દર્દીઓ જોવા મળે છે.

વર્ષ 2035 સુધીમાં ટીબીનાં કુલ કેસમાં 9% જેટલો ઘટાડો કરવાનો લક્ષ્યાંક પણ રાખવામાં આવેલ છે. એમાં દક્ષિણ એશિયામાં માઇક્રોબેકટેરિયમ ટયૂબર કોલોસિસનું મળવું ખુબ જ ચિંતાજનક પણ છે. ભારતમાં ટીબીને ખતમ કરવા માટે પશુ ચિકિત્સા પર પણ ધ્યાન આપવાની જરુરીયાત રહેલી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post