મકરસંક્રાંતિનાં પાવન પર્વ પર ઘાસચારાનો થતો બગાડ અટકાવવા વેરાવળનાં યુવાનોએ શરુ કર્યું અનોખું અભિયાન

ઉત્તરાયણનાં દિવસે દાન કરવાનું ખુબ મહત્વ રહેલું છે ત્યારે હાલમાં રાજ્યમાં આવેલ જુનાગઢ જીલ્લામાં ઉત્તરાયણનાં પાવન પર્વ પર અનોખુબ અભિયાન શરુ કરવામાં આવ્યું છે. જેને લઈ જાણકારી સામે આવી રહી છે. વેરાવળમાં જીવદયા પ્રેમી યુવાનો તથા સંસ્થાઓ દ્વારા મકરસંક્રાતિમાં ગાય સહિતના પશુઓને ઘાસચારો, ખીચડો વગેરે ખવડાવવામાં ખુબ જ બગાડ થતો હોવાને કારણે ઘાસનો સદઉપયોગ થાય તેવા ધ્યેયથી સંસ્થાઓ દ્વારા વિવિધ સ્થળોએ ઘાસડેપોનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો લાભ લેવા માટે શહેરીજનોને અપીલ કરવામાં આવી છે.
જીવદયાપ્રેમીઓનું આયોજન :
વેરાવળમાં સ્વસ્તિક સેવા મંડળ, મહાવીર સેવા મંડળ તથા જીવન જ્યોત સેવા ટ્રસ્ટ સહિતના જીવદયા પ્રેમીઓએ મકરસંક્રાતિમાં ઘાસડેપોનું અનેરૂ આયોજન કરવામાં આવ્યું છે. જેને અંગે અરૂણભાઇ સોની જણાવે છે કે, ઘાસડેપોમાં ઘાસ, કપાસીયા, ભુસો અને દાનની રકમ જમા લેવાશે. ત્યારપછી આ ઘાસચારો વેરાવળ મહાજન પાંજરાપોળ, ગોપાલવાડી, ઉંબાવાડી, બાપા સીતારામ ગૌ શાળાનો સમાવેશ થાય છે.
આની સાથે જ રાઘે શ્યામ બાપુ ગૌશાળા -પ્રભાસ પાટણ, ગાયત્રી મંદિર ગૌશાળા, મોટી હવેલી ગૌશાળા સહિત અનેક જરૂરિયાતમંદ ગૌશાળાઓમાં પહોંચાડીને લોકોએ આપેલ દાનનો સદઉપયોગ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આની ઉપરાંત માનવ સેવા રોકડ અથવા અનેકવિઘ ચીજ-વસ્તુઓમાં બિસ્કીટ, તલસાકરી, મમરાના લાડું, ફ્રુટ, ઘઉં, ચોખા વગેરે ચીજ વસ્તુઓ સ્વીકારીને જરૂરિયાતમંદ લોકોને પહોંચાડવામાં આવશે.
શહેરના આ સ્થળોએ ઘાસડેપો કાર્યરત હશે :
આ સેવાકીય કામગીરીનું દર વખતની જેમ આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું હોવાને લીધે આ ભગીરથ સેવા કાર્યમાં સહયોગરૂપી ઘાસચારો, ચીજવસ્તુઓ દાનમાં આપવા માટે શહેરમાં આવેલ ગરબી ચોક -કૃષ્ણનગર, સ્વામીનારાયણ મંદિર-સટાબજાર, કોળીવાડા રોડ, આઝાદ સોસાયટી, બીલેશ્વર મંદિર ચોક, ગોલારાણા સોસાયટી, ચંદ્રમોલેશ્વર મંદિર -80 ફૂટ, વિઘુતનગર, રાઘાકૃષ્ણ મંદિર, મહારાજના ડેલામાં, ભાલકા તીર્થ, અંબાજી મંદિર તથા શ્રીપાલ ચોકડી સહિત અનેકવિધ વિસ્તારોમાં મકરસંક્રાતિના દિને ઘાસડેપો કાર્યરત રહેશે. જેનો લાભ લેવા માટે શહેરીજનોને અપીલ કરવામાં આવી છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.
https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…