૨૦ થી ૪૦ હજાર રૂપિયામાં શરૂ કરો આ ચાર ધંધા, સરકાર આપશે 90% રૂપિયા

Share post

રોજગારના મુદ્દે સત્તાધારી પક્ષ સતત વિપક્ષના નિશાને રહ્યો છે. મોદી સરકારના ના ધંધાઓ ખોલવા માટે અનેક સહાયો આપી રહી છે. પ્રધાનમંત્રી એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ હેઠળ નીચે આપેલા ધંધાઓને શરૂ કરવા માટે લોનની સાથે-સાથે સબસીડી પણ મળી જશે. આનો ધ્યેય દેશમાં નવા સાહસિકો ઊભો કરવાનો છે.

પરંતુ આ વિશે જાગૃતતા ન હોવાને કારણે લોકો તેનો ફાયદો લઈ શકતા નથી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને નિશાને લે છે. જ્યારે પ્રધાનમંત્રી લોકોને આ યોજનાઓનો ફાયદો લેવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે. અમે આજે તમને એવા પાંચ બિઝનેસ ની જાણકારી દેવા જઈ રહ્યા છીએ જેનાથી તમે 2 થી 4 લાખ રૂપિયા કમાઈ શકશો. સરકાર 90 ટકા લોન આપશે તેમાં 30 ટકા સબસીડી પણ આપશે.

કોમ્બ ફાઉન્ડેશન યુનિટ :-

એક આકર્ષક બિઝનેસ આઇડિયા છે જેને કોમ્બ ફાઉન્ડેશન યુનિટ કહેવામાં આવે છે. શહેરોમાં ઉત્પાદન માટે કોમ ફાઉન્ડેશનનો ઉપયોગ કરવો પડે છે. આ યુનિટ સ્થાપવામાં કુલ 3 લાખ 51 હજાર રૂપિયા જરૂરી છે. પરંતુ આ પ્રોજેક્ટ માટે પ્રધાનમંત્રી રોજગાર યોજના હેઠળ ૯૦ ટકા સબસીડી મળી શકે છે. આમાં તમને કુલ 4 લાખ 50 હજાર રૂપિયાની આવક થઈ શકે છે. એટલે કે તમને એક લાખ રૂપિયાનો નફો થશે.

ઇલેક્ટ્રોનિક રીપેયર યુનિટ :-

ઓછા ખર્ચે વધુ નફો મેળવવા માટે તમે ઇલેક્ટ્રોનિક રીપેર યુનીટ લગાવી શકો છો. ખરેખર આ માટે તમારે બાર હજાર રૂપિયા જ રોકવાના રહેશે કેમકે પ્રોજેક્ટમાં કુલ એક લાખ બે હજાર રૂપિયાનો નો જ ખર્ચો થશે. આ પ્રોજેક્ટ માં તમારે લગભગ એક લાખ ૫૦ હજારની આવક થશે જેથી તમને 48000 નફો થશે.

પાવર આટા ચક્કી :-

લોટ એક જીવન જરૂરિયાતની વસ્તુ છે, જેના વગર લગભગ કોઈનું ઘર ચાલી શકે. એવામાં લોટ બનાવવાની ઘંટી નો ધંધો કરવો ખૂબ જ નફાકારક છે. આ જ કારણે ગામડાઓ અને શહેરોમાં પાવર આટા ચક્કી ની ખૂબ જ માંગ છે. પાવર આટા ચક્કી લગાવવાની તમારે બે લાખ ૪૦ હજાર રૂપિયાનો ખર્ચ થશે. આમાં તમને 90 ટકા સુધી લોન મળશે. આમાં વર્ષે તમને 3 લાખ રૂપિયાની કમાણી થશે અને બધા જ ચર્ચા બાદ કરતા 61000 રુ નફો થશે.

ફીનાઇલ ની ગોળી બનાવવાનું યુનિટ :-

તમે પ્રધાનમંત્રીની આ યોજના હેઠળ ફીનાઈલ ગોળી બનાવવાનું કારખાનું પણ નાખી શકો છો. જણાવી દઈએ કે રિપોર્ટ મુજબ આ પ્રોજેક્ટમાં કુલ ખર્ચો 330000 રૂપિયાનો છે અને કુલ વેચાણ પાંચ લાખ રૂપિયાનો થશે જેમાં તમને એક લાખ ૬૫ હજાર રૂપિયા અને બચત થશે.


Share post