પશુપાલન અને ડેરી ઉદ્યોગની શરૂઆત કરનારને કેન્દ્ર સરકાર આપી રહી છે 20 લાખ રૂપિયાની સહાય અને 75 ટકા સબસીડી, જલ્દી અહિયાં કરો આવેદન

Share post

મોદી સરકાર દ્વારા વિવિધ યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે. હાલમાં પણ આવી જ એક પશુપાલન અંગેની યોજના વિશેની જાણકારી લઈને આવ્યા છીએ. ડેરી સાહસ વિકાસ યોજના એ ભારત સરકાર પ્રાયોજિત યોજના રહેલી છે. જે ડેરી અથવા તો એનાથી સંબંધિત વેપાર કરનાર વ્યક્તિ, સંગઠીત અથવા તો અસંગઠીત જૂથને નાણાંકિય સહાય કરે છે.આ યોજના 1 સપ્ટેમબર વર્ષ 2010માં અમલમાં મુકવામાં આવી હતી.

ડેરી ફાર્મિંગ માટે સબસિડી મેળવવા માટેનું ફોર્મ ઓનલાઈન ડાઉનલોડ કરો:
સૌપ્રથમ તો નાબાર્ડની વેબસાઈટ પર જાઓ ‘https://www.nabard.org/#4thpage’.

ત્યારપછી ‘GOVT. SPONSORED SCHEMES’ પર ક્લીક કરો

હવે ‘Dairy Entrepreneurship Development Scheme’  પર ક્લીક કરો.

હવે આપને Links for download નો વિકલ્પ જોવાં મળશે. જેમાં Dairy Entrepreneurship Development Scheme પર ક્લીક કરશો એટલે PDF ફાઈલ ખુલશે

PDF ફાઈલમાં ફોર્મ હશે જેને ડાઉનલોડ કરો.

ફોર્મ મુજબ તમારે તૈયારી કરવાના દસ્તાવેજો અને કાર્યો :
પહેલાં તો એ નક્કી કરો કે, તમે કયા પ્રકારની વ્યવસાયિક પ્રવૃત્તિને સ્થાપિત કરવાં માટે જઈ રહ્યા છો. જે ડેરી ફાર્મિંગને સંબંધિત છે. હાથ ધરવામાં આવેલ પ્રવૃત્તિ અથવા તો વ્યવસાય નમૂનો ઉપરોક્ત ઉલ્લેખિત પ્રકારોમાંથી એક હોય શકે છે.

કોઈ કંપની અથવા તો કોઈ બીજાં યોગ્ય વ્યવસાય અથવા તો NGOનાં અસ્તિત્વની નોંધણી કરો.

બેંક ધિરાણ માટેની માંગણી સહિત ડેરી તેમજ તબેલા માટે વિગતવાર યોજના અહેવાલ અથવા તો વ્યવસાયની યોજના તૈયાર કરો.

કોઈપણ વ્યાપારી બેંક અથવા તો પ્રાદેશિક ગ્રામીણ બેંક અથવા રાજ્ય સહકારી બેંક અથવા રાજ્ય સહકારી કૃષિ તથા ગ્રામીણ વિકાસ બેંક અથવા તો બીજી સંસ્થાઓ, જે નાબાર્ડ તરફથી પુનર્ધિરાણ માટે લાયક છે તે બેન્ક ધિરાણ માટે વિનંતી રજૂ કરો.

એકવખત બેંક ધિરાણ મંજૂર થઈ જાય પ્રયોજકે એના યોગદાન તથા બેંક ધિરાણનો ઉપયોગ કરીને યોજનાને અમલમાં મૂકવો પડશે. ધિરાણ, વ્યાજ દર, કાર્યકાળ તેમજ જામીનગીરીની જરૂર મંજૂર કરવાની સત્તા બેંકને આપવામાં આવે છે.

ધિરાણના પહેલાં હપ્તાની ચૂકવણી પર બેંકએ નાબાર્ડને મંજૂરી માટે તથા ડેરી ફાર્મિંગ માટે નાબાર્ડ સબસિડીની છૂટ માટે અરજી કરવી પડશે.

નાબાર્ડ દ્વારા બેંકને સબસીડી આપવામાં આવશે. કોઈ વ્યાજ વગર સબસીડી ‘રિઝર્વ ફંડ એકાઉન્ટ’ તરીકે વર્ગીકૃત થયેલ ખાતામાં સબસીડી રાખશે.

પ્રયોજક મારફતે ધિરાણનાં કરાર અંતર્ગત સંતોષકારક સેવા પર રિઝર્વ ફંડ ખાતામાં સબસીડી રકમ બેંક ધિરાણની છેલ્લી કેટલીક ચુકવણીઓની સામે ગોઠવવામાં આવશે.

સરકાર સબસીડી શાં માટે આપી રહી છે?
સ્વચ્છ દૂધનું ઉત્પાદન થાય તેની માટે સ્થાપિત થનાર આધુનિક ડેરી ફાર્મને પ્રોત્સાહન આપવું.

વાછરડું અથવા તો વાછરડીના ઉછેર તથા સંરક્ષણનાં સારા જથ્થાને પ્રોત્સાહન આપવું.

અવ્યવસ્થિત ક્ષેત્રમાં માળખાકિય સુધારો લાવીને પ્રારંભીક દૂધ ઉત્પાદનને ગામ્ય સ્તરે એક કરવું.

ગુણવત્તા તેમજ પારંપરિક તકનિકોમાં સુધારો લાવીને વ્યાપારીકરણની રીતે દૂધની કાળજી લેવી.

રોજગારીની તકો ઉભી કરીને અવ્યવસ્થીત ક્ષેત્રમાં માળખાકિય સુવિધા પુરી પાડવી.

ખર્ચની ગણતરી :
નાનું ડેરી ફાર્મ સ્થાપવા માટે વર્ણસંકર ગાય, સ્થાનિક જાતની પ્રજાતિ તથા ઉચી ઓલાદોની ભેસો(કુલ 10 પ્રાણીઓ સુધી) કુલ 5 લાખ રૂપિયા

કૃમિ ખાતર(દૂધાળા પ્રાણીઓ સાથે) કુલ 20,000 રૂપિયા

વાછરડી અથવા તો વાછરડાંનાં પાલન પોષણ કુલ 20 વાછરડાં સુધીનાં કુલ 4.80 લાખ રૂપિયા

દૂધ દોહવાનાં મશીન, દૂધની ચકાસણી, જથ્થા બંધ દૂધના કુલર( કુલ 2,000 લીટર સુધીની ક્ષમતા) કુલ 18 લાખ રૂપિયા

સ્થાનિક દૂધની બનાવટોના ઉત્પાદન એકમ માટે કુલ 12 લાખ રૂપિયા

દૂધની બનાવટોના પરિવહનની વ્યવસ્થા તેમજ ઠંડુ રાખવાની સાંકળ બનાવવા માટે કુલ 24 લાખ રૂપિયા

દૂધ તેમજ દૂધની બનાવટો માટેના કોલ્ડ સ્ટોરેજ માટે કુલ 30 લાખ રૂપિયા

ખાનગી પશુ દવાખાના માટે કુલ  2.4 લાખ રૂપિયા તેમજ હરતાં ફરતાં એકમ માટે કુલ 1.80 લાખ રૂપિયા

ડેરી પાર્લર માટે કુલ 56,000 રૂપિયા.

ભરપાઇ બાદ મળતી સબસીડી:
કુલ મુડી રોકાણની ટોચ મર્યાદામાં જનરલ કેટેગરીનાં લાભાર્થીઓ માટે કુલ 25 % જ્યારે કુલ 33.33% SC અથવા તો STનાં લાભાર્થીઓ માટે.

બેંકની ભાગીદારી:
સંતુલિત હિસ્સો ઓછામાં ઓછો કુલ 40% રહેલો છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…