મોદી સરકાર દેશના તમામ ખેડૂતોને 15 લાખ કરોડનું આ રીતે કરશે વિતરણ- જાણો વિગતવાર

Share post

હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. લોકડાઉનને કારણે લોકોને ઘણીબધી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. આવાં સમયમાં સરકારે પણ તમામ લોકોને ખુબ જ મદદ પણ કરી છે. સરકાર દ્વારા ઘણીબધી યોજનાઓ બહાર આવતી હોય છે. આવી જ એક અન્ય યોજના પણ આપવામાં આવી રહી છે.

દેશમાં ચાલી રહેલ આવાં કપરા દિવસોમાં કોરોના મહામારીની વચ્ચે તમામ સેક્ટર પર ખુબ જ મોટાં પ્રમાણમાં નુકશાન થઇ રહ્યું છે. આ દિવસોમાં દેશને થયેલ ખોટથી ખેડુતો પણ બચી શક્યાં નથી તથા તેમને પણ કઈક ને કઈક રીતે ઘણું જ નુકશાન થયું છે. કૃષિ ક્ષેત્રને દેશનાં અર્થતંત્રનો મુખ્ય પાયો માનવામાં આવે છે.

જેથી, ખેડૂતોને લક્ષ્યમાં રાખીને, સરકાર દ્વારા ખેડૂતોની માટે ઘણાં પ્રકારની યોજના પણ જાહેર કરવામાં આવી રહી છે. એ પણ જોવામાં આવી રહ્યું છે, કે ખેડુતો સંપૂર્ણ વર્ષ દરમ્યાન ખુબ જ ઉંચા ભાવે એમની પેદાશોનું વેચાણ કરી શકતા નથી, જેને લીધે એમને ખુબ જ નુકસાન સહન કરવું પડતું હોય છે.

આ વર્ષે ખેડુતોને કોરોના મહામારી થી બચાવવા માટે એક ખુબ જ મોટી ખાસ યોજના પણ બનાવવામાં આવી છે. સરકારે ચાલુ વર્ષ દરમિયાન કુલ 15 લાખ કરોડ રૂપિયાની કૃષિ લોન આપવાનું પણ નક્કી કરી રાખ્યું છે. સરકાર આ રકમ ઘણી યોજનાઓ દ્વારા ખેડૂતોને પણ આપી શકે છે.

હા… ! કેન્દ્ર સરકારે આ વર્ષ દરમિયાન કુલ 15 લાખ કરોડ રૂપિયાની કૃષિ લોન આપવાનું પણ લક્ષ્ય રાખ્યું છે. આ સમયમાં સરકાર દ્વારા ખેડુતો માટેની સૌથી મહત્વની યોજના કિસાન ક્રેડિટ કાર્ડ એટલે કે KCC યોજના  છે. આ યોજના હેઠળ દેશનાં તમામ ખેડુતોને ફાયદો થાય એની માટે જ કામ કરવામાં આવ્યું છે તેમજ આવી રહ્યું છે.

સરકારનાં જણાવ્યા મુજબ પ્રમાણે આ યોજનાનો ફાયદો સમગ્ર દેશનાં કુલ 1 કરોડથી પણ વધુ ખેડુતોને મળી ચૂક્યો છે તથા આપવામાં પણ આવશે. જાણકારી આપતાં મંત્રી કૈલાશ ચૌધરીએ જણાવતાં હતું કે, KCC એટલે કે ‘કિસાન ક્રેડિટ કાર્ડ’ યોજના હેઠળ કુલ 89,810 કરોડ રૂપિયાને ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર પણ કરી દેવામાં આવ્યા છે.

આપને ખાસ જણાવી દઈએ, કે કિસાન ક્રેડિટ કાર્ડ માત્ર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનાં લાભાર્થીઓને જ આપવામાં આવે છે તથા ખેડૂત સસ્તા દરે લોન મેળવવા માટે પણ એનો ફાયદો મેળવી શકે છે. આની સાથે જ ખેડૂતો દ્વારા કુલ 3 લાખ રૂપિયા સુધીની લોન માટેનો વ્યાજ દર માત્ર 9% જ છે.

પણ સરકારને આના પર કુલ 2% ની જ સબસિડી આપવામાં આવે છે તથા તે જ સમયે સમયસર રકમ પાછી કરવા પર વધારાનાં કુલ 3% માફ પણ કરવામાં આવે છે, એનાથી વ્યાજ દર પણ ખૂબ જ ઓછો આવે છે. કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી કૈલાસ ચૌધરીએ જણાવતાં કહ્યું હતું કે કુલ 2.5 કરોડ ખેડુતોને કુલ 2 લાખ કરોડ રૂપિયાનું સરળ તેમજ રાહત દરે આપવાની ક્રેડિટ પણ આપવામાં આવશે”.

અગાઉ કરતાં હવે બેંકમાંથી લોન મેળવવા પણ ખેડુતો ને વધુ સરળતા થઇ ગઈ છે. PM-કિસાન સન્માન નિધિમાં જોડાવા પર પણ લોન લેવા માટે કાર્ડ મેળવવાની પ્રક્રિયાને પણ મોદી સરકારે પણ ખુબ જ સરળ બનાવી દીધી છે. આ પ્રક્રિયામાં, કેન્દ્ર સરકાર દ્વારા ખેડુતોનાં મહેસૂલ રેકોર્ડ, બેંક ખાતા તેમજ આધારકાર્ડને પરવાનગી મળી ચૂકી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post