કોરોનાના વધતા કેસ વચ્ચે પણ રૂપાણી સરકારે વાહવાહી માટે 600 ખેડૂતોને એકસાથે ભેગા કર્યા -જુઓ લાઇવ વિડીયો
હાલમાં સમગ્ર રાજ્યમાં કોરોના કેસ ખુબ જ ઝડપથી વધી રહ્યા છે. ત્યારે અમદાવાદ, સુરત, વડોદરા જેવા શહેરોમાં કોરોનાના કેસમાં જંગી વધારો થયો છે. જેના કારણે સુરત શહેર અને જિલ્લામાં છેલ્લા છ મહિનાથી સુરત જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજવામાં આવી નથી. બીજી તરફ સરકાર દ્વારા બારડોલી, કામરેજ અને માંડવીમાં સાત પગલા ખેડૂત યોજના હેઠળ ખેડૂતોને ભેગા કરવાનું આયોજન કરવામાં આવતા ગામ લોકોમાં રોષ ફેલાયો છે.
સરકારી આંકડાઓ અનુસાર, અત્યાર સુધીમાં સુરત શહેરમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 23,000 ને પાર કરી ચૂકી છે. આરોગ્ય વિભાગ દ્વારા સોશિયલ ડિસ્ટન્સ અને સલામતી રાખવા માટેની જાહેરાત કરવામાં આવી રહી છે. સંક્રમણની દહેશત સાથે ખેડૂતોમાં રોષ ફેલાયો છે. જીલ્લા પંચાયતના સભ્ય દર્શન નાયકે જણાવ્યું કે, સુરત શહેર અને જિલ્લામાં કોરોનાના દર્દીઓની વધતી સંખ્યાની સાથે મરણાંક 851 સુધી પહોંચ્યો છે.
સુરત શહેરમાં વધતા કોરોનાના કેસને ધ્યાનમાં રાખીને છેલ્લા છ મહિનાથી સામાન્ય સભા બોલાવવામાં આવી નથી. આ સામાન્ય સભામાં 50 વ્યક્તિઓ હોય છે. તો બીજી તરફ સરકાર યોજનાના નામે તાયફો કરી રહી છે. બીજી તરફ સરકાર દ્વારા જ સુરત જિલ્લાના બારડોલી, કામરેજ અને મહુવામાં સાત પગલા ખેડૂત યોજના હેઠળ ગુરૂવારે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 600 ખેડૂતોને ભેગા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
સાત પગલાં ખેડૂત કલ્યાણના અંર્તગતની મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના અને કિસાન પરિવહન યોજનાનો શુભારંભ કાર્યક્રમhttps://t.co/x1VYkMy7bg
— Vijay Rupani (@vijayrupanibjp) September 10, 2020
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.
https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…