ખેડૂતોએ કરેલા આ કાર્યનું મળ્યું “ઝળહળતું પરિણામ” -લાખોના પાકને નુકશાન થતું અટકશે

Share post

હાલમાં કોરોનાની મહામારી સમગ્ર વિશ્વમાં ચાલી રહી છે. મુંબઈ તથા મહારાષ્ટ્ર પર એક બાદ એક સંકટ આવ્યા કરે છે. કોરોના, નિસર્ગ વાવાઝોડું તેમજ હવે તીડનાં ટોળાંનું જબરું આક્રમણ. છેલ્લા કુલ 1 સપ્તાહથી તીડનાં ટોળાએ ફરીથી વિદર્ભમાં આવેલ ગોંદિયા જિલ્લા પર આક્રમણ કર્યું હોવાની જાણ થઈ છે.સરકારી અધિકારીઓએ એવી જાણકારી આપી હતી કે,  શુક્રવાર તેમજ શનિવારનાં રોજ નાગપુર જિલ્લામાં આવેલ મઉડા તાલુકાનાં મોહાડી ગામનાં ખેતરોમાં જંતુનાશક દવાનો વ્યાપકપણે છંટકાવ કરવામાં આવ્યો હતો. જંતુનાશક દવાનો છંટકાવ કર્યાં પછી તીડનાં ટોળા કુલ 2 ભાગમાં વહેચાઈ ગયા હતાં.

ડિવિઝનલ જોઇન્ટ ડાયરેક્ટર (એગ્રીકલ્ચર) રવિન્દ્ર ભોસલેએ જાણકારી આપતા જણાવતા કહ્યું હતું કે, તીડનું નાનું ટોળું ભંડારા જિલ્લા બાજુ ઉડયું હતું. ત્યારપછી તીડનું એ નાનું ટોળું મોહાડી તાલુકામાં આવેલ સલાઈ ગામમાં જોવા મળ્યું હતું. જ્યારે તીડનું બીજુ તેમજ મોટું ટોળું ગોંદિયા જિલ્લામાં આવેલ ટીરોરા ગામમાં જોવા મળ્યું છે.ખેતીવાડી ખાતાનાં અધિકારીઓએ જાણકારી આપતા જણાવતાં કહ્યું કે, તીડના આ ટોળા ‘ટેઝર્ટ લોકસ્ટ’ એટલે કે રણના તીડ છે. આવા તીડ એક જગ્યાએથી અન્ય જગ્યાએ એમ સતત ઉડતાં રહે અને જે સ્થળે ખેતીવાડીનો ભરપૂર ઉભો પાક મળે ત્યાં ખેતરો પર આક્રમણ કરે છે.

આવા તીડ અંદાજે માત્ર 2 ગ્રામ જેટલો આહાર ખાય છે. આવા તીડના ટોળામાં લાખો તીડ હોય અને ઉડીને માત્ર 1 દિવસમાં કુલ 150 કિમીનું અંતર કાપીને અન્ય જગ્યાએ પહોંચી જાય. તીડનાં આવા ટોળા ખેતરોમાં ઉગેલ પાક તેમજ વાડીમાં ઉગેલ ફળને ખાઈને ખુબ જ નુકસાન કરે. ખેડૂતોને ખુબ જ આર્થિક નુકસાન થાય.રવિન્દ્ર ભોસલેએ જાણકારી આપતા જણાવતાં કહ્યું હતું કે, અમે શનિવારે રાત્રે તેમજ રવિવારની સવારમાં મોહાડી ગામમાં આવેલ ખેતરોમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો.

અમે ફાયર બ્રિગેડની મદદ લીધી હતી. તીડના બંને ટોળા મધ્યપ્રદેશ તરફ ઉડી ગયા હતા. જો, કે રવિવારનાં રોજ ભંડારા જિલ્લા બાજુ ગયેલ તીડનું નાનું ટોળું મધ્યપ્રદેશમાં પ્રવેશ્યું હતું. જ્યારે તીડનું મોટું ટોળું જંતુનાશક દવાને લીધે નાશ પામ્યું હતું. હવે નાશ પામેલ એ તીડ ગોંદિયા જિલ્લાની બાદા નદી નજીકનાં પૂજારીતોતા ડેમની નજીક જોવાં મળ્યાં છે.આમ તો 24 મેનાં રોજ રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશ પર તીડનાં વિશાળ ટોળાનું આક્રમણ થતું રહ્યું છે. અગાઉ વિદર્ભમાં ફળની વાડીઓ પર ખડમાકડી ટોળાએ પણ આક્રમણ કર્યું હતું. ખડમાકડી પણ તીડ જેવું જ હવામાં ઉડતી જીવાત છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post