વરસાદ ખેડૂતો માટે લાવ્યો ખુશીના સમાચાર- આ રીતે મંદી વચ્ચે પણ ખેતી દ્વારા અર્થવ્યવસ્થાને મળશે ગતિ

Share post

હાલમાં થોડા સમયથી ભારત દેશમાં તેમજ ગુજરાતમાં અતિભારે વરસાદ વરસી રહ્યો છે. એમાં પણ સૌરાષ્ટ્રની ઘણી નદીમાં નવા નીર નું આગમન થયું છે. આની સાથે જ ઘણા ચેકડેમો પણ ઓવરફલો થઇ ચૂકયા છે, ત્યારે ખેડૂતોની માટે એક ખુશીનાં સમાચાર સામે આવી રહ્યા છે.

ગ્રામીણ અર્થવ્યવસ્થાને માટે એ ખૂબ સારા સમાચાર સામે આવી રહ્યા છે. આ વર્ષે કોરોના વાયરસની મહામારી તેમજ ઘણા વિસ્તારોમાં પૂર હોવા છતાં પણ ખરીફ પાક હેઠળનો વિસ્તાર અત્યાર સુધીનો સૌથી વધારે રહ્યો છે. એવી અપેક્ષા રહેલી છે, કે કૃષિ ક્ષેત્રે વૃદ્ધિ ચાલુ જ રહેશે. જ્યારે દેશનો GDP  સતત ઘટતો જાય છે.

આપને જણાવી દઇએ કે કૃષિક્ષેત્ર લોકડાઉનથી મુક્ત રહેલું છે. શુક્રવાર સુધીમાં ખરીફ પાકનું કુલ ક્ષેત્રફળ 1,082 લાખ હેક્ટર રહ્યું હતું. જે પહેલાના વર્ષના સમયગાળા કરતાં કુલ 10 લાખ હેક્ટર હતું એટલે કે આ વખતે પાકના ક્ષેત્રમાં કુલ 60% નો વધારો થયો છે. પાકમાં થયેલા વધારો ડાંગર, તેલીબીયા તેમજ કઠોળના પાકને લીધે થયો છે.

તેલીબીયા કપાસનુ વાવેતર 5 વર્ષમાં સૌથી વધારે થયું છે. તેલીબીયા કુલ 193 લાખ હેક્ટર તેમજ કપાસમાં કુલ 130 લાખ હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. જે છેલ્લા 5 વર્ષમાં સૌથી વધારે છે. લોકડાઉન વખતે ‘ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા’ એ પાકને બચાવવા તેમજ ખેડૂતોને ચુકવણી કરવા માટે મોટી કામગીરીની શરૂઆત કરી હતી.

સારા વરસાદને કારણે ખેડૂતો ખુશખુશાલ છે. આ વખતે વાવેતર ક્ષેત્રે એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. જે અગાઉ વર્ષ 2016માં બનાવવામાં આવ્યો હતો. વર્ષ 2016માં કુલ 1075 લાખ હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું હતું. છેલ્લાં પાંચ વર્ષમાં ભારતનું સરેરાશ ક્ષેત્રફળ 1,066 લાખ હેક્ટર થયું છે. તેનું સૌથી મોટું કારણ સારું ચોમાસું એટલે કે સારો વરસાદ રહેલો છે.

લોકડાઉનમાં ખેડૂતોને રાહત આપતા કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ ચૌહાણનું જણાવવું છે, કે લોકડાઉન દરમિયાન પોલીસને આપવામાં આવેલ મુક્તિથી ખેડૂતોને ઘણી સહાય મળી છે. આને લીધે પહેલા તેઓને વિભાગમાં રાહત મળી હતી તેમજ ત્યારપછી ખરીફ પાકની વાવણી પણ સરળ થઇ ગઇ હતી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post