કોરોના મહામારી વચ્ચે નીતિન પટેલે આપ્યા આનંદના સમાચાર

Share post

રાજ્ય સરકારની એક પ્રેસ નોટમાં કેહેવામાં આવ્યું છે કે, ‘ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ’નાં સપનાને સાકાર કરવા હંમેશ માટે કટિબદ્ધ રહેલી રાજ્ય સરકાર દ્વારા તે દિશામાં વધુ એક નક્કર પગલુ ભરવામાં આવ્યું છે. નાના અને મધ્યમ ઉધોગકારોને પ્રોત્સાહન આપવા GIDC દ્વારા મહેસાણાના ઉંઝામાં ઐઠોર ખાતે 47 હેક્ટર જમીનમાં ઔદ્યોગિક વસાહતની સ્થાપના કરવામાં આવી હતી, જેનો નીતિન પટેલના વરદ હસ્તે 7મી જુલાઇના રોજ બપોરના 3 કલાકે ડ્રો કરી અરજદારોને પ્લોટની ફાળવણી કરવામાં આવશે. ભારત સરકારની એજ્ન્સી નેશનલ ઈન્ફોર્મેટીક સેન્ટર થકી તૈયાર કરાયેલા સોફ્ટવેર મારફતે સંપૂર્ણ પારદર્શિતા સાથે આ ડ્રો કરાશે. જે અંતર્ગત MSME ઝોન અને જનરલ ઝોન એમ બે ઝોન મળી કુલ 279 પ્લોટની ફાળવણી કરવામાં આવશે. GIDCના અધ્યક્ષ બલવંતસિંહ રાજપુતે જણાવતા કહ્યું છે કે, ઓનલાઈન મંગાવવામાં આવેલી અરજીઓમાં પાત્રતા ધરાવતી 1,220 અરજીઓ કન્ફર્મ કરવામાં આવી.

GIDCના અધ્યક્ષ બલવંતસિંહ રાજપૂતે સાથે-સાથે જણાવતા કહ્યું હતું કે, વિજય રૂપાણીએ COVID-19 કોરોના વાયરસની સ્થિતી બાદ ગુજરાતમાં આર્થિક ગતિવિધિઓ, ઉધોગો,વેપાર-ધંધા, રોજગારના ક્ષેત્રો પુન:ધબકતા કરવા તથા COVID-19 મહામારીના સંકટમાંથી બહાર આવી ઝડપભેર જનજીવન પૂર્વરત કરવાની દિશામાં અનેકવિધ પગલા ભરવામાં આવ્યા છે.

GIDCના અધ્યક્ષ બલવંતસિંહ રાજપૂતે સાથે-સાથે ઉમેરતા કહ્યું હતું કે, GIDC દ્વારા મહેસાણાના ઉંઝામાં ઐઠોર મુકામે 47 હેક્ટર જમીનમાં ઔદ્યોગિક વસાહતની સ્થાપના કરવાનુ આયોજન કર્યું છે. આ વસાહત મહેસાણા શહેરથી અંદાજે 25 કીમીના અંતરે આવેલી છે, જેમાં MSME ઝોન, તથા જનરલ ઝોન એમ ટોટલ 02 ઝોનનુ આયોજન કર્યું છે. MSME ઝોનમાં 500 ચોરસ મિટરથી 3,000 ચોરસ મિટર સુધીના કુલ 254 પ્લોટોનું તેમજ જનરલ ઝોનમાં 3,000 ચોરસ મિટર થી 10,000 ચોરસ મિટર સુધીના ટોટલ 25 પ્લોટો મળી ટોટલ 279 પ્લોટોનું આયોજન કર્યું છે. ઐઠોર ઔધોગિક વસાહતમાં MSME ઝોનનો કામચલાઉ ફાળવણી દર રૂપિયા 2,320 પ્રતિ. ચોરસ મિટર તેમજ જનરલ ઝોનનો કામચલાઉ ફાળવણી દર  3,360 રૂપિયા પ્રતિ ચોરસ મિટર છે.

ઐઠોર વસાહતમાં ઔદ્યોગિક પ્લોટ મેળવવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવી હતી. જે અંતર્ગત પાત્રતા ધરાવતી 1,220 અરજીઓ ફાઈનલ કરી છે. નિગમને મળેલી અરજીઓ મુજબ 3,000 ચોરસ મિટર સુધીની જમીન મેળવવા પાત્રતા ધરાવતી 1,135 અરજીઓ મુજબ MSME ઝોનમાં ફાળવણી કરવા અંગે ડ્રો કરવાનું નક્કી કર્યું છે. આ પ્લોટની ફાળવણી ડ્રો પદ્ધતિથી કરવાનું નિગમ દ્વારા નકકી કરવામાં આવતા ભારત સરકારની એજ્ન્સી NIC (નેશનલ ઈન્ફોર્મેટીક સેન્ટર) દ્વારા તૈયાર કરાયેલા સોફ્ટવેર મારફતે સંપૂર્ણ પારદર્શિતા સાથે આ ડ્રોનું આયોજન કર્યું છે. આ આયોજનમાં સંસદસભ્ય શારદાબેન પટેલ, GIDCના અધ્યક્ષ બલવંતસિંહ રાજપુત, MLA આશાબેન પટેલ અને APSC ઉંઝાના ચેરમેન દિનેશ પટેલ ઉપસ્થિત રહેશે. સાથે-સાથે અન્ય આગેવાન અને અરજદારો ઉંઝા APSC ખાતે, COVID-19ના નિવારાત્મક પગલાંઓ અંગે જરૂરી સૂચનાઓ ધ્યાને રાખી આ ડ્રો નું લાઇવ ટેલીકાસ્ટ નિહાળવામાં આવશે.

સાથે-સાથે તેમણે ઉમેરતા કહ્યું હતું કે, ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમની સ્થાપના ગુજરાત ઔદ્યોગિક વિકાસ અધિનિયમ, 1962 અંતર્ગત એક વૈધાનિક સંસ્થા તરીકે અને રાજ્યના ઔદ્યોગિક વિકાસના આધારસ્તંભ તરીકે થયેલી છે. GIDC દ્વારા ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં 212થી વધુ ઔદ્યોગિક વસાહતોની સ્થાપના કરવામાં આવી છે. જેમા આશરે 63,000 એકમો કાર્યરત છે અને 17 લાખથી વધુ લોકોને આ એકમો થકી રોજગારીઓ મળી છે.

વિશ્વ સ્તરે આર્થિક અને ઔદ્યોગિક વિકાસને વેગ આપવા માટે GIDC દ્વારા સ્પેશીયલ ઈન્વેસ્ટમેન્ટ રીજીયન (SIRs), પેટ્રોલિયમ, કેમિકલ અને પેટ્રોકેમિકલ ઈન્વેસ્ટમેન્ટ રીજીયન (PCPIR), સ્પેશીયલ ઈકોનોમીક ઝોન (SEZs) પણ વિકસાવવામાં આવ્યા છે. રાજ્યના નાના અને મધ્યમ કદના ઉદ્યોગોના આર્થિક અને ઔદ્યોગિક વિકાસને વેગ આપવા માટે તેમજ મહિલા ઉદ્યોગકારોને પ્રોત્સાહન આપવાના હેતુથી GIDC દ્વારા વિવિધ વસાહતોમાં બહુમાળી શેડ, એમ.એસ.એમ.ઈ પાર્ક અને મહિલા ઔદ્યોગિક પાર્ક પણ વિકસાવવામાં આવ્યા છે. નિગમ દ્વારા વસાહતોમાં પાયાની માળખાકીય સુવિધાઓ જેવી કે, રોડ, ગટર, પાણી પુરવઠો, પાવર સ્પ્લાય નેટવર્ક, સ્ટ્રીટ લાઈટ, એફ્લ્યુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (કેમીકલ એકમોની વસાહત માટે) તેમજ અન્ય સુવિધાઓ જેવી કે, સ્કીલ અપગ્રેડેશન સેન્ટર, ગ્રીન સ્પેસ, બેંક, હોસ્પીટલ, કોમ્યુનિટી હોલ તથા વાણિજય પ્રવૃતિ માટેની જગ્યાઓ પણ વિકસાવવામાં આવી છે.

Ease of Doing Business (EODB) હેઠળ નિગમ દ્વારા ઉદ્યોગકારોને આપવાની થતી તમામ સેવાઓ જેવી કે જમીન માંગણીની અરજી, તબદીલીની અરજી, મોરગેજ પરવાનગી વિગેરે ઓનલાઈન પોર્ટલ મારફત કાર્યરત કરવામાં આવી છે. ઉદ્યોગકારો દરેક સ્તરે તેઓની અરજીની વિગતો ઓનલાઈન જોઈ શકે છે. એટલુ જ નહિ, નિગમની વસાહતોમાં ફાળવેલ મિલ્કતોના બાકી લ્હેણાં, પાણી તથા ડ્રેનેજ બીલનું ચુકવણું ઓનલાઈન પેમેન્ટ ફેસીલીટી દ્વારા કરી શકાય છે. આ વસાહત માટે મળેલ અરજીઓ પૈકી MSME ઝોન માટેની અરજીઓનો ઓનલાઇન સોફટવેર ધ્વારા ડ્રો યોજી ફાળવણી અંગેની સૈધ્ધાંતિક મંજૂરી આપવામાં આવશે, જેની યાદી ડ્રો થયા બાદ તુરંત જ નિગમની વેબસાઇટ https://gidc.gujarat.gov.in ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે તેમ વધુમાં જાણવામાં આવ્યું છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post