કચ્છના પશુપાલકો માટે આવ્યા છે ખુશીના સમાચાર, જાણો વધુ…

Share post

કચ્છ જિલ્લાના પશુપાલકોની જીવાદોરી સમાન સરહદ ડેરી ની આજ રોજ તારીખ ૦૮/૦૭/૨૦૧૯ ના સોમવારના રોજ દૂધ સંઘની ૧૦મી વાર્ષિક સાધારણ સભા તેમજ મિલ્ક ડે કાર્યક્રમ યોજવામાં આવ્યો. ગત વર્ષ દરમિયાન દૂધ સંઘ દ્વારા કુલ ૫૫૫.૦૨ કરોડનું ટર્નઓવર નોધાવ્યું હતું જેમાં પ્રતિદિન એવરેજ ૩.૩૩ લાખ લિટરનું કલેક્શન કર્યું હતું. જેમાં ગત વર્ષ કરતાં દૂધ માં ૧૦ ટકાનો ઘટાડો મુખ્યત્વે દુષ્કાળના કારણે થયેલ છે. જેમાં દૂધના ખરીદ ભાવોમાં પણ વર્ષ દરમિયાન ઘટાડો કરવામાં આવ્યો નથી. જેમાં ખરેખર સરહદ ડેરીએ કચ્છ જિલ્લાના પશુપાલકોનું સન્માન, સ્વમાન, સ્વાવલંબન અને સમૃધ્ધિ અપાવી છે.

દૂધ સંઘ દ્વારા હાલમાં ૬૫૦ રૂપિયા પ્રતિ કિલોગ્રામ ફેટના ભાવો આપવામાં આવે છે જેમાં ૨૫ રૂપિયાનો વધારો કરી અને ૬૭૫ રૂપિયા કરવામાં આવ્યા છે. જેનાથી ૬૦ હજાર દૂધ ઉત્પાદકને ૨ કરોડ રૂપિયાનું વધુ ચૂકવણું થશે તેમજ સરહદ દાણમાં સબસિડી ૨૫૦ થી વધારી અને ૩૦૦ રૂપિયા કરવામાં આવી છે. જેનાથી ૨૫ લાખ રૂપિયાનો અને મિનરલ મિક્ષ્ચરમાં ૩૦ રૂપિયા પ્રતિ કિલોગ્રામ સબસિડી આવવાથી મહિને ૫ લાખનો પશુપાલકને ફાયદો થશે.

સભાના અધ્યક્ષ અને દૂધ સંઘના ચેરમેન વલમજીભાઈ હુંબલ દ્વારા વર્ષ દરમિયાન કરવામાં આવેલ દૂધ સંઘની કામગીરીની માહિતી આપી હતી અને જણાવ્યુ હતું કે દૂધ સંઘ સાથે સંકળાયેલ પશુપાલકોને વ્યાજબી વળતર મળી રહે તે હેતુ સંચાલન પ્રક્રિયા સતત સુધારવા તેમજ ગુણવત્તા યુક્ત વ્યવસ્થા પધ્ધતિ અને ખાધપદાર્થની સલામતી માટેની વ્યવસ્થાતંત્રના સિધ્ધાંતો, ગુણવત્તા યુક્ત તાંત્રિક સેવાઓ, તેમજ ઉચિત નવીનતમ યોજનાઓના માર્ગદર્શન મળી રહે તે હેતુ જુદી જુદી નવીન પધ્ધતિઓને અપનાવામાં આવે છે.

તેમજ તેઓએ જણાવ્યુ હતું કે પશુપાલકોએ પશુપાલન વ્યવસાયને પાર્ટ ટાઈમ ન કરતાં ફૂલ ટાઈમ કરવો જોઈએ જેથી યોગ્ય માસીક આવક મળી રહે. દૂધ સંઘ તમામ પશુપાલકો પાસેથી નિયત ગુણવત્તામાં દૂધની ખરીદ કરે છે અને પશુપાલકોને વધુને વધુને ભાવો મળે તે માટે હમેશા પ્રયત્નશીલ છે. દૂધ સંઘ હમેંશા પશુપાલકના હિત માટે યોગ્ય અને કડક નિર્ણયો લેવામાં આવેલ છે અને ભવિષ્યમાં પણ લેતા ક્યારેય પણ ખચકાશે નહીં. તેમજ દરેક પશુપાલક અને મંડળી દ્વારા સ્વચ્છ અને ગુણવત્તા યુક્ત દૂધ ભરાવવાનો આગ્રહ રાખવો તેમજ ચોરી જેવી બાબતોથી દૂર રહેવા જણાવ્યુ.

ગુજરાત સરકારશ્રીની પશુપાલન ક્ષેત્રે સ્વ રોજગારી મળી રહે તે હેતુ ૧૨ દુધાળા પશુઓનું ફાર્મની યોજના અમલમાં છે જેમાં ikhedut પોર્ટલમાં અરજી કરી અને કુલ ૨૬ લાભાર્થીઓને ૬૦ લાખ રૂપિયાની સહાય આપવામાં આવી હતી અને વધુને વધુ બીજા લાભાર્થીઓ લાભ લેવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post