ખેડૂતો માટે ખુશીના સમાચાર- મફતમાં બનાવડાવો આ સરકારી કાર્ડ, મળશે 3 લાખ રૂપિયા. જાણો વિગતે

Share post

કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેતી કરતા ખેડૂતોને 6000 રૂપિયા ની સહાય આપવાની ઘોષણા કરી હતી. સાથે જ કિસાન ક્રેડીટ કાડૅ દ્વારા લોન દેવાં ની પણ ઘોષણા થઈ. જો તમે સમયસર પૈસા જમા કરાવી દો છો તો આ કાર્ડની મદદથી ખેતી માટે સરળતાથી લોન મળી શકે છે. જણાવી દઈએ કે આ કાર્ડની મદદથી 3 લાખ રૂપિયા સુધીની લોન માત્ર ૭ ટકા વ્યાજે મળી શકે છે. સમય પર પૈસા પાછા કરી દો તો 3 ટકા અલગથી છૂટ મળે છે. આ રીતે પ્રામાણિક ખેડૂતોને માત્ર ૪ ટકા વ્યાજે લોન મળી શકે છે. છે જમીનદારો અને શાહુકારો થી ઘણી સસ્તી છે. ખેતી માટે ફક્ત 4% વ્યાજ દર પર પૈસા આપવા માટે જે કિસાન ક્રેડિટ કાર્ડ બને છે, તેને બનાવવા માટે લાગતા બધી જ પ્રોસિંસિગ ફી, ઈંસ્પેક્શન અને લેઝર ફોલિયો ચાર્જને ખત્મ કરી દીધી છે. જો હજી પણ કોઈ બેંક ખેડૂત પાસેથી આ ચાર્જ વસૂલ કરે છે, તો તેના પર કાર્યવાહી થઈ શકે છે.

જાણો કિસાન ક્રેડિટ કાર્ડ વિશે

જો તમારી પાસે ખેતી માટે જમીન છે, તો તમે તમારી જમીનને ગિરવે રાખ્યા વગર લોન લઈ શકો છો. તેની મર્યાદા એક લાખ રૂપિયા હતી. પરંતુ હવે RBIએ ગેરંટી વગરની કૃષિ લોનની મર્યાદા વધારીને 1.60 લાખ કરી દીધી છે. પશુપાલન અને મત્સ્યઉદ્યોગ ધરાવતા ખેડુતોને પણ ખેડૂત દીઠ 2 લાખ રૂપિયાની મર્યાદા સુધીના 4 ટકાના વ્યાજ પર કેસીસી દ્વારા લાભ થશે, જેથી ખેડુતોને સાહૂકારોથી  મુક્તિ મળશે.

દેશમાં હાલના સમયમાં 7,02,93,075 ખેડુતો પાસે કેસીસી છે. કેસીસી હેઠળ મહત્તમ સંખ્યામાં ખેડૂતો લાવવા માટે સરકારે બેંકોની મદદથી ખેડુતોના કેસીસીની રચના કરવાની ઝુંબેશ શરૂ કરી છે. જે અંતર્ગત અરજી સરળ બનાવવામાં આવી છે અને ફોર્મ પ્રાપ્ત થવાની તારીખથી 14 દિવસોની અંદર કેસીસી રજૂ કરવાનો આદેશ સામેલ છે.

કેવી રીતે 4 ટકાનાં દરે મળે છે કૃષિ લોન

મળતી માહિતી પ્રમાણે, ખેતી માટે વ્યાજદર આમ તો 9 ટકા છે. પરંતુ સરકાર તેમાં 2 ટકાની સબસિડી આપે છે. જે હેઠળ 7 ટકામાં પડે છે. પરંતુ સમયસર પાછી આપવામાં આવે તો 3 ટકા વધારે છૂટ મળે છે. આ હેઠળ તેનો દર ઈમાનદાર ખેડૂતો માટે માત્ર 4 ટકા જ રહી જાય છે. કોઈ પણ સાહૂકાર આટલા સસ્તા દરે કોઈને પણ લોન આપતા નથી. એટલા માટે જો કોઈ ખેતી માટે લોન લેવા માંગે છે તો બેંક જઈને કિસાન ક્રેડિટ કાર્ડ બનાવડાવવું જોઈએ. જેથી તમને 3 લાખ રૂપિયા સુધીની લોન મળી જશે.

કોણ લઈ શકે છે લોન :-

હવે કિસાન ક્રેડીટકાર્ડ ફક્ત ખેડૂતો સુધી જ મર્યાદિત નથી. પશુપાલકો અને માછલી બાળકો પણ આનો ઉપયોગ કરી 2 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકે છે. ઓછામાં ઓછી ૧૮ વર્ષની ઉંમર અને વધુમાં વધુ ૭૫ વર્ષની ઉંમર હોવી જોઈએ. ખેડૂત ની ઉંમર સાઠ વર્ષથી મોટી છે તો એક જામીન ની જરૂર પડશે. જેની ઉંમર સાઠ વર્ષથી નીચેની છે તેઓ માત્ર ફોર્મ ભરીને લોન મેળવી શકશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

ખેડૂતોને માટે ઉપયોગી માહિતી, સમાચાર, મનોરંજન તેમજ અવનવી માહિતીઓ મેળવવા માટે એન્ડ્રોઇડ એપ્લિકેશન આવી રીતે ડાઉનલોડ કરો. અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર……


Share post