લાખો ખેડૂતોની ચિંતા કરનાર ગુજરાતના આ ખેડૂતભાઈએ, વિશ્વના દરેક ખેડૂતો માટે એવું કામ કર્યું કે, જાણી તમને પણ ગર્વ થશે

Share post

‘સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય’ આ યુક્તિને ગોંડલ પંથકનાં એક ખેડૂતે ખરા અર્થમાં સાર્થક કરી બતાવી છે. ગોંડલમાં આવેલ કોટડાસાંગાણી તાલુકામાં આવેલ સાંઢવાયા ગામના રહેવાસી છે રમેશભાઈ રૂપારેલિયા. જે હાલમાં ખેતીનો વ્યવસાય કરી રહ્યાં છે. રમેશભાઈએ ખેડૂતોની માટે કુલ 12 જુદી-જુદી  ભાષામાં એક એપ્લિકેશન લોન્ચ કરી છે. આની સાથે જ કુલ 123 દેશમાં ખેત ઉત્પાદક વસ્તુઓ એક્સપોર્ટ કરીને બિઝનેસ કરી રહ્યા છે.

રમેશભાઈએ ફક્ત 7 ધોરણ સુધી અભ્યાસ કરેલો છે :
રમેશભાઈ રૂપારેલિયાએ માત્ર 7 ધોરણ સુધી જ અભ્યાસ કરેલો છે. પરિવારની આર્થિક પરીસ્થિતિ સારી ન હતી. જેને લીધે જુદી-જુદી ધંધામાં હાથ અજમાવ્યો પણ  સફળતા ન મળી. છેવટે એમણે ખેતીનાં વ્યવસાયમાં ઊંડાણપૂર્વક અભ્યાસ કરીને જમીનમાં સંપૂર્ણપણે ફર્ટિલાઇઝર છોડ તથા ગોબર-ગૌમૂત્રથી ખેતી કરવાનો નિર્ણય લીધો. પોતાનાં ઓર્ગેનિક ખેતી-ડેરી ઉત્પાદનો માટે એપ્લિકેશન વિકસિત કરીને કુલ 123 દેશમાં જૈવિક ખેતીનાં ઉત્પાદનો તથા ડેરી ઉત્પાદનોનું વેચાણ કરી રહ્યાં છે.

14 વર્ષ અગાઉ ગોબર તથા ગૌમૂત્રમાંથી ખેતી કરવાનું શરૂ કર્યું હતું :
રમેશભાઈએ જણાવતાં કહ્યું હતું કે, મેં અંદાજે 14 વર્ષ અગાઉ માત્ર ગોબર તથા ગૌમૂત્રથી ખેતી કરવાની શરૂઆત કરી હતી તેમજ ધીમે-ધીમે એ ખૂબ સફળ રહ્યું હતું. વર્ષ 2010માં અમે માત્ર 25 વીઘા જમીનમાં ડુંગળીનું વાવેતર કર્યું હતું. જેમાં કુલ 3.5 મિલિયન ડુંગળીનું ઉત્પાદન થયું. ધીરે-ધીરે ખૂબ જ સફ્ળતા મળી. એમને રાજ્ય સરકાર દ્વારા પણ કેટલાંક એવોર્ડ આપવામાં આવ્યા છે. હાલમાં ડોક્ટર, લેખક, પાયલોટ, વૈજ્ઞાનિક જેવા ઘણાં લોકો મારે ત્યાં ગૌપાલનની તાલીમ લેવા માટે આવે છે તેમજ હું એમને શીખવાડી રહ્યો છું.

રમેશભાઈની પાસે કુલ 150થી વધારે ગીર ગાય છે :
ગૌપ્રેમી રમેશભાઈ હાલમાં કુલ 12 ભાષામાં એપ્લિકેશન તૈયાર કરી છે. આ એપ્લિકેશન મારફતે સજીવ ખેતી, ગાયની ખેતીમાં આવતાં અવરોધ તેમજ એનાં નિરાકરણો તેમજ ખેડૂતોને તાલીમ વિશે જાણકારી આપવામાં આવશે. અમે આધુનિક ટેકનોલોજીને એક સાધન બનાવીને ડેરી કાર્યની પણ શરૂઆત કરી છે. હાલમાં અમારી પાસે કુલ 150થી વધારે ગીર ગાય છે.

કુલ 123 દેશમાં કાર્બનિક ખેતીની પેટાપ્રોડક્ટ્સ સપ્લાય કરે છે :
આધુનિક ખેડૂત અંતર્ગત રમેશભાઈ કોલસેન્ટર ચલાવી રહ્યાં છે. આ કોલસેન્ટરમાં કુલ 40થી પણ વધારે લોકોને રોજગારી આપવામાં આવે છે. કુલ 123 દેશમાં કાર્બનિક ખેતીની પેટાપ્રોડક્ટ્સ સપ્લાય કરવામાં આવે છે. ખેડૂતોને કાર્બનિક ખેતી પર તાલીમ આપવામાં આવે છે. રમેશભાઈની પાસે લોકો દૂરથી જૈવિક ખેતી તેમજ ગાય ઉછેર માટેની તાલીમ લેવા માટે આવે છે. વર્ષ 2015માં રાજ્ય સરકારે શ્રેષ્ઠ ખેડૂતનો એવોર્ડ આપ્યો હતો. રમેશભાઈએ ગુજરાતી, હિંદી, સંસ્કૃત, અંગ્રેજી, બંગાળી, પંજાબી, મરાઠી, કન્નડ, તમિલ, તેલુગુ તેમજ મલયાલમ ભાષામાં એપ્લીકેશન તૈયાર કરી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post