ચાલુ વર્ષે ખેતીક્ષેત્રમાં ગુજરાતનાં પ્રગતીશીલ ખેડૂતોએ વૈશ્વિક કક્ષાએ હાંસલ કરી અનોખી સિદ્ધિ done

Share post

રાજ્યમાં અનેકવિધ પાકોની ખેતી કરવામાં આવે છે. અવારનવાર સોશિયલ મીડિયા પર પાકોની ખેતીને લઈ જાણકારી સામે આવતી હોય છે ત્યારે હાલમાં પણ આવી જ એક જાણકારી સામે આવી રહી છે. ગુજરાત સરકાર જણાવતાં કહે છે કે, ખેડૂતોની આવક બમણી કરવા માટે સતત પ્રયત્નશીલ છીએ. જેની અંતર્ગત છેલ્લા 10 વર્ષથી કૃષિ મહોત્સવનું આયોજન થઈ રહ્યુ છે.

કૃષિ મહોત્સવમાં વૈજ્ઞાનિક દ્વારા ખેડૂતોને કુષિને લગતી અનેકવિધ પદ્ધતિનું માર્ગદર્શન મળતું હોય છે. આ વર્ષે સફેદ મુસળીના પાકના વાવેતરને સફળતા મળી છે. ડુંગરાળ રેતાળવાળા પ્રદેશમાં કરવામાં આવતી સફેદ મુસળીની વાર્ષિક માંગ કુલ 700 ટન જેટલી રહેલી છે. પ્રતિદિન સફેદ મુસળીની માંગમાં વધારો થઈ રહ્યો છે. જેને લીધે ખેડૂતો મુસળીની ખેતી બાજુ વળ્યા છે.

ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડ ગાંધીનગર દ્વારા સફેદ મુસળીના સંવર્ધન તથા સંરક્ષણ માટે આદિવાસી ખેડૂતોને કુલ 30% સહાય મળી છે. જેની અંતર્ગત હેક્ટરદીઠ કુલ 2,30,259 મુજબ 25,35,840નો લાભ ખેડૂતોને મળ્યો છે. દક્ષિણ ગુજરાતના ડાંગ તથા વલસાડ જિલ્લાના ધરમપુર, સાકળપાતાળ, પરડી, પીપરી, વઘઇ, વાસદા, વલસાડ, દેવસર, સાંમગણ જેવા અંતરિયાળ ગામોમાં મુખ્યત્વે સફેદ મુસળીની ખેતી કરવામાં આવે છે.

સફેદ મુસળીને 9 મહિના સુધી જાળવણી કર્યા પછી ઘરઆંગણે ખેડૂતોને આર્થિક લાભ મળે છે. અંદાજે 614 જેટલા ખેડૂતોએ કુલ 10,298 કિલો સફેદ મુસળીનું ઉત્પાદન કરીને કુલ 1,77,93,200 રૂપિયાની આવક મેળવી છે. સરકારની સહાય તથા વેચાણમાંથી મળેલ આવક કુલ 2,03,29,040 રૂપિયા થઇ છે. આની ઉપરાંત ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડ ગાંધીનગર દ્વારા આંબળા, કુંવારપાઠુ, ઇસબગુલ, ડોડી, તુલસી, બ્રાહ્મી આસળીયો જેવા અનેકવિધ પાક પર કુલ 75% સુધીની સહાય મળી રહી છે.

શક્તિવર્ધક સફેદ મુસળી ડુંગરી કૂળનો નાનો છોડ છે. તેના મૂળની છાલ કાઢ્યા પછી રહેતા સફેદ ભાગને મુસળી કહેવામાં આવે છે. આયુ્ર્વેદમાં સફેદ મુસળીને વીર્યવર્ધક, વાજીકરણ, પુરુષત્વવર્ધક દવાઓમાં ગણવામાં આવે છે. ડુંગરાળ નિતારવાળા પ્રદેશમાં કરવામાં આવતી સફેદ મુસળીની વિશ્વકક્ષાએ લગભગ વાર્ષિક માંગ કુલ  700 ટન જેટલી રહેલી છે.

પ્રતિદિન માંગમાં સતત વધારો થઈ રહ્યો છે. જેને લીધે ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. અહીં ઉલ્લેખનીય છે કે, સફેદ મુસળી મોટાભાગે માત્ર જંગલ વિસ્તારોમાં કુદરતી રીતે ઉગેલ હોય તેને કાઢવામાં આવે છે. તેના મુળ,કંદ ઉપયોગમાં લેવામાં આવતા હોવાંથી તેના છોડને જમીનમાંથી પુરેપુરો ઉપાડી લેવામાં આવે છે.

ખાસ કરીને બીજનું વાવેતર કરતાં પહેલાં તેને દૂર કરવામાં આવતી હોવાથી તેનો ફરીથી કુદરતી ઉગાવો સંભવ નથી. જેને પરિણામે આ વનસ્પતિ જંગલોમાં હવે ખુબ ભયજનક રીતે ઘટાડો થઈ જવા પામ્યો છે. ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ લીસ્ટમાં સફેદ મુસળીને ક્રીટીકલી એન્ડેન્જર્ડ (ખુબજ ભય હેઠળ) ની વનસ્પતિની યાદીમાં મુકવામાં આવી છે એટલે કે લુપ્ત થવાના ભય રહેલો છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…