ભારત સિવાય આ દેશો પણ “ગીર ગાય”થી કરી રહ્યા છે કરોડોની કમાણી -ફક્ત આ એક દેશ 30 લાખ ગાયોનો કરે છે ઉછેર

Share post

હાલમાં ખેડૂતો ખેતીની સાથે-સાથે પશુપાલનનાં વ્યવસાયમાં જોડાયા છે. ગામડાંઓમાં રહેતાં ઘણાં લોકો પશુપાલનનાં વ્યવસાય માંથી કમાણી કરી રહ્યાં છે. ભારત દેશમાં મોટાભાગનાં લોકો ગાય-ભેસમાંથી મળતા દૂધમાંથી આવક મેળવી રહ્યાં છે. ભારત દેશમાં ગાયને માતાનું સ્થાન આપવામાં આવે છે. ખાસ કરીને તો સૌરાષ્ટ્રમાં તો ગાયની પૂજા પણ કરવામાં આવે છે.

ગાયનાં દુધનું ઘણાં લોકો સેવન કરતાં હોય છે તેમજ એને પવિત્ર પણ માનવામાં આવે છે. ભારત દેશમાં ગાયની ઘણી જાતો જોવાં મળતી હોય છે. જેમ કે, કાંકરેજ ગાયને રાજ્યમાં ‘વઢીયારી’ તરીકે ઓળખવામાં આવે છે. આ ગાય કચ્છનાં રણ દક્ષિણ- પૂર્વ વિસ્તાર તથા થરપારકર જીલ્લામાં આવેલ દક્ષિણ-પશ્ચિમ થી અમદાવાદમાં જોવાં મળે છે.

માત્ર સૌરાષ્ટ્રમાં આવેલ ગીરનાં જંગલોમાં જોવાં મળતી ગાયને સમગ્ર વિશ્વમાં ‘ગીર’ ગાય તરીકે ઓળખવામાં આવે છે. આ ગાય કાઠીયાવાડી ,ભોડાલી, સોરઢી, દેસણ જેવાં નામોથી ઓળખવામાં આવે છે. આવી અનેક જાતની ગાયો માત્રને માત્ર ભારત દેશમાં જ જોવાં મળે છે.

તમે ઘણીવાર સાંભળ્યું પણ હશે કે ગાયને કતલખાનામાં લઈ જવામાં આવે છે તેમજ એનું માંસ ખાવામાં આવે છે. ઘણીવાર તો માનવીએ જ્યાંત્યાં ફેકી દીધેલ પ્લાસ્ટિકનો કચરો ગાય ખોરાક સમજીને ખાઈ જતી હોય છે. આને કારણે આ પ્લાસ્ટિક શરીરમાં જવાથી ઘણીવાર ગાયનું મૃત્યુ પણ થતું હોય છે. ઘણીવાર તો રોડ તેમજ રસ્તા પર ગાયો ભૂખને કારણે રખડતી જોવાં મળતી હોય છે.  આ એક ખુબ જ શરમજનક બાબત છે.

જયારે સૌથી મોટી ગર્વની વાત તો એ છે, કે વિદેશ એટલે કે બ્રાઝીલ તેમજ ઇન્ડોનેશિયા જેવાં દેશોમાં ગીર ગાયની ઘણી માંગ રહેલી છે. ગાયની ખુબ જ સારસંભાળ પણ રાખવામાં આવે છે.  બ્રાઝીલ જેવાં દેશોમાં ગાયનાં દૂધમાંથી બમણી આવક મેળવી રહ્યાં છે. બ્રાઝીલ દેશમાં કુલ 30 લાખ જેટલી ગાયોનો ઉછેર કરવામાં આવે છે, જયારે આમાંથી એકપણ ગાય ભૂખી તેમજ રખડતી જોવાં મળતી નથી. આ એક ખુબ ગર્વની વાત છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…

 


Share post