fbpx
Wed. Dec 11th, 2019
Loading...

ભાવનગરના વિદ્યાર્થીઓએ મનના વિચારો દ્વારા ઘરના તમામ ઉપકરણો ચાલુ-બંધ થઈ શકશે તેવી શોધ કરી

મનના વિચારો દ્વારા શું પંખો, એસી, ટીવી, મ્યુઝિક સિસ્ટમ, ફ્રીઝ, વોશિંગ મશીન જેવા ઉપકરણો ચાલુ બંધ થઈ શકે? આ સવાલનો જવાબ ભાવનગરની જ્ઞાનમંજરી ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી ના વિદ્યાર્થીઓ એ ‘હા’ મા શોધી કાઢ્યો છે અને એવી ડિઝાઈન વિકસાવી છે જેનાથી દિવ્યાંગો નું જીવન સરળ અને બહેતર બને. ‘નેસેસિટી ઇસ ધ મધર ઓફ ઇન્વેન્શન’ એટલે કે જરૂરિયાત એ દરેક શોધની જનની છે. વિજ્ઞાનની દરેક શોધમાં આ પાયાની બાબત છે માનવ જીવનને વધુ સુખદ કર અને બહેતર બનાવવાની દિશામાં સંશોધનો થતાં રહે છે.

કોલેજના આચાર્ય ડો એચ.એમ. નિમ્બાર્ક કહે છે કે ઇજનેરી શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓ સમાજને ઉપયોગી સંશોધન કરે જેથી તેમના જ્ઞાનનો લાભ સમાજમાં તમામ વર્ગ ને પ્રાપ્ત થાય તે હેતુથી સોશ્યલ ઇમ્પેક્ટ કોન્સેપ્ટ પર કામ થઈ રહ્યું છે. આવા બે કોન્સેપ્ટ એટલે કે ‘ન્યુરો ઇન્ટેલિજન્સ’ અને ‘કોકોનટ ડિહસકર’ શીર્ષક તળે સાકર થયેલા પ્રોજેક્ટ.

કોલેજના ડિપાર્ટમેન્ટ ઓફ કમ્પ્યૂટર એન્જિનિયરિંગના હેડ ઓફ ધ ડિપાર્ટમેંટ અમિતભાઈ મારુ એ સમગ્ર સંશોધન પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, ઘરમાં ઉપયોગમાં લેવાતા તમામ ઉપકરણો રિમોટ કંટ્રોલ અને મોબાઇલના માધ્યમથી ઓપરેટ થઇ શકે તેવા સંશોધન બાદ ફેકલ્ટી ગાઈડ પ્રકૃતિ પરમાર, વિભાગના છઠ્ઠા સેમેસ્ટરના વિદ્યાર્થીઓ જયા દુબે, જયદીપ ડુંગરાણી ,દર્શન ગુજરાતી અને ચોથા સેમેસ્ટર ના વિદ્યાર્થી ધાર્મિક ત્રિવેદીને એવો વિચાર આવ્યો કે જેમને હાથ કે પગમાં ખોડ છે અથવા જોઈ સાંભળી શકતા નથી તેવા દિવ્યાંગો ઉપકરણોનો ઉપયોગ કરી શકે તેવું કંઈ ન શોધી શકાય? આ વિચાર બીજમાંથી આવિષ્કાર થયો ન્યુરો ઇન્ટેલિજન્સનો. વિચાર સાથે સમગ્ર ટીમ તેને સાકાર કરવા માટે કામે લાગી. આખરે એવી એપ વિકસાવી જેમાં પ્રોગ્રામિંગ,સેન્સર અને સર્કિટ ના માધ્યમથી આ વિચારબીજ વાસ્તવિકતામાં પરિણમ્યું છે.

આ સમગ્ર ટીમે જહેમત ઉઠાવી માત્ર રૂપિયા 13,000 ના નજીવા ખર્ચે માત્ર વિચારો ના માધ્યમથી તમામ ઇલેક્ટ્રોનિક ઉપકરણો ઓપરેટ કરી શકાય તેવું સંશોધન કર્યું છે. જેમાં સેન્સરને મસ્તક પર ધારણ કરી લેવામાં આવે છે અને પછી લાઇટ-પંખા ચાલુ બંધ કરવાના વિચાર દ્વારા તેમ કરી શકાય છે.જેના પરિણામે લોકોના અને ખાસ કરીને દિવ્યાંગો ના જીવનને સરળ બનાવી નવી દિશામાં મહત્વનું કાર્ય શરૂ થયું છે.

Loading...
Loading...