લાખોની કિંમતમાં વેચાતી ગીર ગાયના ભાવમાં થયો ઐતિહાસિક ઘટાડો, જાણો જલ્દી…

Share post

ગીર ગાય પશુપાલન હાલ ભારે નફાનો વ્યવસાય બની ગયો છે. ગીર ગાયનું દુધ લીટરે રૂ. 70 થી 200 તેમજ ધી 1 kg એ રૂપિયા 2000નાં ભાવે વેચાય છે. ગીર ગાયની કુલ કિંમત 90 હજાર થી 3 લાખ રૂપિયા સુધીની હોય છે. પણ COVID-19ના કાળમાં આર્થિક સંકટને લીધે ગીર ગાય રૂપિયા 45 હજાર થી 60 હજાર રૂપિયામાં વેચાય છે.

ગાયનાં દૂધને લીધે શરીરમાં ઘણા ફાયદા થાય છે. ગાયને કયો ચારો ખવડાવવામાં આવે છે તેમજ તેની પૌષ્ટિકતા કેટલી છે તેની ઉપર દુધનો ભાવ નિર્ભર રહે છે. ગુજરાત રાજ્યની ગીર ગાય રાજસ્થાન,મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશથી લઇને બ્રાઝીલ સુધી વખણાય છે. ઘણી ગૌશાળામાં ગાયોને જીવંતી પાવડર તેમજ પલાશનાં ફુલોનો પાવડર ખવડાવે આવે છે જેનાં લીધે દુધની ગુણવત્તા વધે છે.

ગાયની ઓળખ તેનાં કદ કાઠી તેમજ શરીરનાં કલર પરથી થાય છે. સ્વર્ણ કપિલા તેમજ દેવમણી આ નસ્લની શ્રેષ્ઠ ગાય ગણવામાં આવે છે. સ્વર્ણ કપિલા દરરોજનું 20 લીટર જેટલું દુધ આપે છે તેમજ તેનાં દુધમાં ફેટનું પ્રમાણ સૌથી વધારે 7 % હોય છે. દેવમણી ગાય 1 કરોડ ગાયોમાંથી ખાલી 1 જ મળે છે. જેનાં ગળાની થેલીની બનાવટનાં આધાર પર એને ઓળખવામાં આવે છે. રાજકોટ શહેરનાં જસદણની આર્યમાન શાળામાં 400 જેટલી ગાયો છે. આ સંસ્થાનાં સંચાલકનું કહેવું છે કે,ગીર ગાય પ્રતિ વર્ષે વાછરડાંને જન્મ આપે છે તેમજ દસ માસ દુધ આપે છે. બે માસ ગાયને આરામ આપવો પડે છે.

ગીર ગાયને કઈ રીતે ઓળખવી? ચાલો, તો અમે તમને ગીર ગાય બાબતે તેમજ ગીર ગાયની ઓળખ કઈ રીતે થાય તે વિશે બતાવીએ..ગીરનાં જંગલનાં નામ ઉપરથી ગાયનું નામ ગીર પડયું છે. ગીર ગાય ગીરનાં જંગલમાં સિવાય, જૂનાગઢ, જામનગર, રાજકોટ, અમરેલી તેમજ ભાવનગરમાં જોવા મળે છે. ગીર ગાયને કાઠીયાવાડી, દેસણ, સોરઠ, ભોડાળી તેમજ ડેકકની પણ કહેવામાં આવે છે.

વતનને અનુરૂપ ગીર ગાયનાં શરીરનો બાંધો મધ્યમથી થોડો જ મોટો છે. માદા ગીર જાનવરનું સરેરાશ વજન 385 KG તેમજ ઊંચાઈ 130 સેમી. હોય છે. જ્યારે નર ગીર જાનવરનું સરેરાશ વજન 545 KG તેમજ ઊંચાઈ 135 સેમી. જેટલી હોય છે.

ગીર ગાયને ઓળખવા માટે તેનાં શરીરનાં રંગ અને નિશાન વિશે જાણીએ. તેનો  લાલ, ઘાટો લાલ, લાલ કલરમાં સફેદ અથવા પીળાં ટપકાં અથવા ધબ્બા, રાખોડી રંગનાં ધબ્બા, સફેદ ટીલાં, ચોકલેટી અથવા કથ્થઈ રંગના ધબ્બા હોય છે. તેની આંખો ઉંઘરેટી તેમજ ઢળતી હોય. તેનાં શિંગડા પાછળની તરફ વળેલા, બાજુમાંથી નીકળી પાછળની તરફ નીચે બાજુ વળેલા હાય. ગીર ગાયનું કપાળ ઢાલ જેવું ઉપસેલું અથવા ફેલેલું હોય. ગીર ગાયનાં કાન લાંબા, લટકતા, આગળની તરફ ખુલતા તેમજ પાનની જેમ વળેલા હોય છે. ચામડી લબડતી તેમજ લચકદાર, ટુંકા રંગીન વાળ વાળી તેમજ ગીર ગાયની પુંછડી લાંબી તેમજ પાતળી ચાબુક જેવી હોય છે.

શ્રીગીર ગો કૃષિ જતન સંસ્થા રાજકોટ શહેરનાં ગોંડલમાં છે આ ગૌશાળામાં ગીર ગાયનું દુધ પ્રતિ લીટરે રૂ. 200નાં ભાવે તેમજ ઘી  પ્રતિ કિલોએ રૂ. 2000નાં ભાવે વેચાય છે. આ સંસ્થાનાં સંચાલકનું આ અંગે કહેવું છે કે, મૌસમ મુજબ ગાયને ચારો,પૌષાહાર તેમજ શાકભાજી ખવડાવવામાં આવે છે. ઉપરાંત તેમનું કહેવું છે કે, ચરક સંહિતા મુજબ ગાયોને જીવંતી પાવડર પણ ખવડાવવામાં આવે છે તેના લીધે ગાય જયારે દુધ આપે છે તે પીવાને લીધે આંખનાં તેજમાં વધારો થાય છે તેમજ ગર્ભધારણની ક્ષમતામાં પણ વધારો થાય છે. આયુર્વેદ મુજબ ગાયોને પલાશનાં ફુલોનાં પાવડર ખવડાવ્યા બાદ જે દુધ આપે છે તેને લીધે માનસિક શાંતિ તેમજ શરીરને ઠંડક મળે છે. સૌરાષ્ટ્ર્માં એવી પણ કહેવત છે કે, ગૌમાતા, આયુર્વેદ તેમજ ખેતીનો ત્રિગુણ તમારી ઉંમરને તમારી દાસી બનાવી દે છે. એટલે કે તમારું આયુષ્ય વધી શકે છે.

ગો કૃષિ સંસ્થા દ્વારા પારંપારિક રીતે વૈદિક એ-2 ઘી બનાવવામાં આવે છે જે પ્રતિ કિલોએ રૂ. 2,000નાં ભાવે વેચાય છે. આ વૈદિક ઘીને દહીંમાંથી બનાવવામાં આવે છે. માટીનાં વાસણમાં દહીં જમાવીને તે જ વાસણમાં તેને વલોવવામાં આવે અને તેમાંથી જે માખણ નિકળે તેને હાંડી કે પિત્તળનાં વાસણમાં ગરમ કરવામાં આવે તેમાંથી તૈયાર થાય છે.

ચંદન તેમજ સાગનાં લાકડામાંથી બનેલું ઘી ખુબ જ ફાયદાકારક છે. લીમડાનાં લાકડાથી ડાયાબિટીઝ, અર્જુનની છાલની લાકડા વડે હૃદયરોગ, પીપલનાં લાકડામાંથી તૈયાર કરેલું ઘીથી શરીરમાં ઓક્સિજનનું સ્તર વધે છે જ્યારે ચંદન તેમજ લીલામાંથી તૈયાર કરવામાં આવેલુ ઘી માનસિક શાંતિ અને શક્તિ આપે છે.

ઘી બનાવ્યા બાદ બાકીનાં માવા કેકમાંથી પણ આયુર્વેદિક સાબુ બનાવવામાં આવે છે. આ સાબુમાં ગૌમૂત્ર, રીથા, શિકાકાઈ, તલનું તેલ, ચંદનનો પાવડર, હળદર, લીંબુ ઘાસનું તેલ, મુલ્તાની માટ્ટીની યોગ્ય પ્રમાણમાં મિશ્રણ કરીને સાબુ તૈયાર કરવામાં આવે છે. ગુજરાત રાજ્યમાં અનેક ગૌશાળા મફતમાં ગૌમૂત્ર આપે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post