ઉલટી સામાન્ય વાત છે પણ કોરોના વચ્ચે બિલકુલ નહિ, ઊલટીથી મેળવો કાયમી છુટકારો- અપનાવો આ રામબાણ ઇલાજ

Share post

ઊલટી અને ઉબકા થવા એક સામાન્ય વાત છે. આ સમસ્યા ઘણા બધા લોકોને થતી હોય છે. નાના બાળકોથી માંડીને મોટા લોકો પણ આ સમસ્યાથી પીડિત હોય છે. ત્યારે આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ કે, ઉલટી કે ઉબકા થાય તે સમયે તમારે દવાખાને જવાની જરૂર નથી પરંતુ અહીં જણાવેલ ઘરગથ્થુ ઉપચારથી જ આ સમસ્યામાંથી છુટકારો મેળવી શકો છો.

ઉલટી નો રામબાણ ઈલાજ:

ફુદીનાનો રસ પીવાથી ઉલટી મટે છે.

રાઈને ઝીણી વાટી, પાણીમાં પલાળી, પેટ ઉપર લેપ કરવાથી ઉલટી મટે છે.

મરી અને મીઠું વાટીને ફાકવાથી ઉલટી મટે છે.

ગોળને મધમાં મેળવીને લેવાથી ઉલટી મટે છે.

આદુનો રસ અને કાંદાનો રસ મેળવીને પીવાથી ઉલટી મટે છે.

સુંઠ અને ગંઠોડાનું ચુર્ણ મધમાં ચાટવાથી ઉલટી મટે છે.

મીઠા લીમડાના પાનનો ઉકાળો પીવાથી ઉલટી મટે છે.
તાજનો ઉકાળો પીવાથી ઉલટી મટે છે.

લીંબુ કાપી તેના પર ખાંડ ભભરાવીને ચુસવાથી અન્ન વિકારથી થતી ઉલટી મટે છે.

શેરડીનો રસ પીવાથી પીત્તની ઉલટી મટે છે.

તુલસી અને આદુનો રસ મધ સાથે લેવાથી ઉલટી મટે છે.

એલચી અને તુલસીના પાન ખાવાથી ઉલટી મટે છે.

એલચીના દાણા વાટીને ફાકી મારવાથી અથવા મધમાં ચાટવાથી જીવ ડહોળાતો હોય કે ઉલટ થાય એવું લાગતું હોય તો તે મટે છે.

લીંબુ કાપી તેના ઉપર સુંઠ, સિંધવ મીઠું નાંખી ગરમ કરી ચુસવાથી અજીર્ણની ઉલટી મટે છે.

એક એક તોલો દ્રાક્ષ અને ધાણા વાટી પાણીમાં એક રસ કરી પીવાથી પીત્તની ઉલટી મટે છે.

આમલીને પાણીમાં પલાળીને તેનું પાણી એક કલાક પછી પીવાથી પીત્તની ઉલટી મટે છે.

કાંદાનો રસ થોડા પાણીમાં પલાળી તેનું પાણી ગાળીને પીવાથી પીત્તની ઉલટી મટે છે.

ચોખાના ધોવાણમાં જાયફળ ઘસીને પીવાથી ઉલટી-ઉબકા મટે છે.

મમરાનો ઉકાળો બનાવી તેમાં 2-4 એલચી, 2-3 લવિંગ તથા સાકર નાખી, 5-7 ઉભરા આવવા દઈ ઉતારીને ઠંડુ પાડી લો, તે પાણી ગાળીને 1-2 ચમચી લીંબુ નીચોવીને અથવા બરફનો ટુકડો નાંખી પીવાથી ઉલટી મટે છે.

અર્ધો કપ ગરમ પાણીમાં 1 ગ્રામ ખાવાનો સોડા નાંખી પીવાથી ઉલટી મટે છે.

ગાડી કે મોટર બસની મુસાફરીમાં ચક્કર આવે અથવા ઉલટી થવા માંડે ત્યારે મોંમા લવીંગ અથવા તજ રાખી ચુસવાથી ચક્કર અને ઉલટી મટે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post