દરેક રોગોની જડ છે વાયુ પ્રકોપ, આ દેશી નુસખાઓથી મેળવો કાયમી છુટકારો

Share post

શારીરિક તંદુરસ્તીનો આધાર શરીરની પાચનક્રિયામાં વાયુની સ્થિતિ પ્રમાણે નક્કી થાય છે અને એ પ્રમાણે જ એની સારવાર થાય છે. તંદુરસ્ત જણાતા લોકોની વાયુની સ્થિતિ બરાબર હોય છે. જો એમાં બદલાવ થાય તો શરીરમાં નબળાઈ કે માંદગી આવે છે અને અનેક રોગો શરીરમાં ધીરે-ધીરે પ્રવેશે છે. પાચનક્રિયામાં વાયુની ઊર્ધ્વ, મધ્યમ અને અધોવાયુની સ્થિતિ જાણવી ખુબ જ જરૂરી છે. એનાં કારણો, લક્ષણો, નિદાન જાણ્યા પછી રોગની સારવાર થઈ શકે છે.

વિવિધ આહાર શાસ્ત્રીઓએ અને આયુર્વેદે ચાવવા પર ભાર મૂક્યો છે. જેટલું વધુ ચાવો એટલું અનાજ સરળતાથી પચે. એની સાથે સિંધવ, મરી, આદું, સૂંઠ, ભોજનની શરૂઆતમાં લેવાય. સહેજ લીંબુનો વપરાશ થાય તો મોંમાં લાળ છૂટે અને પાચનક્રિયાનો ખરો પ્રારંભ તો મુખથી જ થાય છે. જમતી વખતે ન અત્યંત ગરમ કે નહીં ઠંડું મન દઈને જમવું. ભોજન વિધિના નિયમોનું બરાબર પાલન કરવાથી વાયુ પ્રકોપથી બચી શકાય છે. જેથી આજે અમે આપને વાયુ વિકારોથી થતાં રોગો અને તેના માટેના ખાસ ઉપાયો વિશે જણાવીશું.

વાયુ વિકારથી થતાં રોગો :-
વાયુવિકાર પક્ષાઘાત, કંપવાત, બાળ લકવો, રાંઝણ, કમરનો દુખાવો, સાંધા દુઃખવા તેમજ જકડાઈ જવા, આમવાત, વંધ્યત્વ, કસુવાવડ, શીઘ્રસ્ખલન, અડદીયો વા, સર્વાઈકલ સ્પોન્ડીલાઈટીસ, વીશ્વાચી(હાથમાં થતો રાંઝણ જેવો દુખાવો), અવબાહુક(ફ્રોઝન શોલ્ડર), શરીરમાં સોય ભોંકાતી હોય એવી વેદના થવી, વાત કંટક(પગની એડીમાં કાંટો ભોંકાતો હોય એવી વેદના થવી), અટકી અટકીને પેશાબ થવો, વાયુ ઉપર ચડવો, વધારે પડતા ઓડકાર આવવા, પેટમાં આફરો થવો, અનિદ્રા, શરીરના કોઈપણ ભાગમાં ઝણઝણાટી થવી, કાનમાં બહેરાશ, દુખાવો કે અવાજ આવ્યા કરવો, ચામડી લુખી તથા બરછટ થઈ જવી. આ બધા રોગોમાં વાયુની પ્રબળતા રહેલી હોય છે.

મળમૂત્ર વગેરે કુદરતી વેગો રોકવાથી, જમ્યા બાદ તરત (ખાધેલું પુરેપૂરું પચ્યા પહેલાં) ફરીથી નાસ્તો વગેરે ખાવાથી, ઉજાગરા કરવાથી, મોટેથી બોલવાથી, વધુ પડતો શ્રમ કરવાથી, પ્રવાસથી, તીખા, કડવા તેમજ તુરા પદાર્થોના વધારે પડતા સેવનથી, લુખા પદાર્થોથી, વાદળો થવાથી, ચિંતા, ભય અને શોકથી વાયુ પ્રકોપ તીવ્ર થાય છે. કુલ 500 ગ્રામ મેથી ઝીણી દળી, તેમાં કુલ 1 કિલોગ્રામ ઘી અને કુલ 6 કિલોગ્રામ દૂધ મેળવીને ધીમા તાપે ઉકાળી મધ જેવું ઘટ્ટ બનાવવવું. ત્યારપછી એમાં કુલ 1.5  કિલો સાકર નાખીને મેથીપાક બનાવવો. આ પાક સવારમાં કુલ 25-40  ગ્રામ જેટલો ખાવાથી સર્વ પ્રકારના વાયુ રોગોનો વિનાશ થાય છે.

મેથીને ઘીમાં શેકી દળીને લોટ બનાવવો. ત્યારપછી ઘી-ગોળનો પાયો લાવી સુખડીની માફક હલાવીને નાના નાના લાડુ બનાવવા. રોજ સવારમાં 1 લાડુ ખાવાથી સપ્તાહમાં વાથી જકડાઈ ગયેલાં અંગો છુટાં પડે છે. હાથ-પગે થતી વાની કળતર મટે છે. કુલ 15-20 ગ્રામ મેથી દરરોજ ફાકી જવાથી વા મટે છે. અજમો તવી પર ગરમ કરીને સમભાગે સીંધવ સાથે પીસી કુલ 3 ગ્રામ જેટલું ગરમ પાણી સાથે લેવાથી કોઠાનો વાયુ દૂર થાય છે.

અડદની દાળ પાણીમાં પલાળી રાખીને વાટી, તેમાં મીઠું, મરી, હીંગ, જીરૂં, લસણ અને આદુ નાખી વડાં કરવાં. તેને ઘીમાં અથવા તેલમાં તળીને ખાવાથી વાયુ મટે છે. આદુનો રસ, લીંબુનો રસ તેમજ મીઠું મેળવી સવાર-સાંજ પીવાથી વાયુ મટે છે. આદુનો રસ, લીંબુનો રસ અને સીંધવ ભેગું કરીને ભોજનની શરૂઆતમાં લેવાથી વાયુ મટે છે. કુલ 10 ગ્રામ આદુના અને લીંબુના રસમાં કુલ 1.5  ગ્રામ સીંધવ મેળવી સવારે પીવાથી વાયુ મટે છે.

ખજૂર કુલ 50 ગ્રામ, જીરૂં, સીંધવ, મરી અને સૂંઠ દરેક કુલ 10  ગ્રામ, પીપરી મૂળ કુલ 5 ગ્રામ અને લીંબુનો રસ કુલ 0.75  ગ્રામને બારીક વાટી ચાટણ બનાવી ખાવાથી વાયુ બેસી જાય છે. એરંડ મગજને દૂધમાં મેળવી ગરમ કરી, માવો બનાવી ખાવાથી વાયુ અને પેટ, ખભા, પગ વગેરેમાં થતો દુ:ખાવો મટે છે. ગોળ નાખેલ દહીં વાયુ મટાડે છે. તે પુષ્ટી આપનાર, તૃપ્તિ કરનાર તેમજ પચવામાં ભારે છે.

ઘીમાં શેકેલ હીંગ, સૂંઠ, મરી, પીપર, સીંધવ, અજમો, જીરૂં અને શાહજીરૂં કુલ 8 ચીજો સરખે ભાગે લઈને ચૂર્ણ બનાવી મજબુત બુચવાળી શીશીમાં ભરી રાખવું. આ ચૂર્ણને હીંગાષ્ટક ચૂર્ણ કહે છે. એ વાયુ દૂર કરે છે. એ ઘણાં રોગોની એક રામબાણ દવા છે. જેમ કે કુલ 1 ગ્રામ જેટલું આ ચૂર્ણ છાશમાં કે ભોજન પહેલાં ઘી અને ભાતમાં લેવાથી આફરો, અજીર્ણ, પેટની પીડા, વાયુ, ગોળો, કૉલેરા, અજીર્ણ કે વાયુથી થતી ઉલટી, કફ-વાતજન્ય વિકારો વગેરે મટે છે.

ચીકણી સોપારીનો ભુકો કુલ 1.5  ગ્રામ સવારે મઠામાં કે કાંજીમાં લેવાથી હોજરીમાં ભરાઈ રહેલો વાયુ મટે છે. તાજો ફુદીનો, ખારેક, મરી, સીંધવ, હીંગ, કાળી દ્રાક્ષ અને જીરૂંની ચટણી બનાવી તેમાં લીંબુનો રસ નીચોવીને ખાવાથી વાયુ દૂર થાય છે, મોંની ફીકાશ મટે છે, સ્વાદ પેદા થાય છે અને પાચનશક્તિ તેજ થાય છે. નારંગી ખાવાથી પેટમાંનો વાયુ દૂર થાય છે. પાકા આદુનો માત્ર 400 ગ્રામ રસ કુલ 1.6 કિલો સાકરની ચાસણીમાં નાખી તાર બંધાય તેવી ચાસણી ફરીથી બનાવી શરબત બનાવવું. એમાંથી કુલ 10 ગ્રામ જેટલું શરબત પાણી સાથે લેવાથી પેટનો વાયુ, પેટમાં આમદોષથી આવતી ચૂંક મટે છે. ગંધાતો અને પચ્યા વગરનો ઝાડો બંધાય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…

 


Share post