આ એક ચૂર્ણથી માત્ર સાત દિવસમાં જ ડાયાબિટીસથી લઈને 10થી વધુ રોગોથી મળશે મુક્તિ

Share post

અર્જુનના વૃક્ષને કેટલાય ઔષધિય ગુણોથી ભરપુર માનવામાં આવે છે. અર્જુનના વૃક્ષની છાલ શરીર માટે ખુબ લાભદાયક છે. આ વૃક્ષની છાલનો પાવડર બનાવી એનો ઉપયોગ કરવામાં આવે છે. અર્જુનની છાલથી સ્ટ્રોક, હાર્ટ એટેક તેમજ હાર્ટ ફેલ જેવા હાર્ટ સંબંધિત રોગોનો ઈલાજ કરી શકાય છે. અર્જુનનું ઝાડ ભારતમાં હિમાલયની ઘાટી, બિહાર તથા મધ્યપ્રદેશમાં વધારે જોવા મળે છે. અર્જુનના વૃક્ષમાં બીટા-સીટોસ્ટીરોલ, ઈલેજિક એસિડ, ટ્રાઇહાઇડ્રોક્સી ટ્રાઈટરપીન, મોનો કાર્બોક્સિલિક એસિડ, અર્જુનિક એસિડ જોવાં મળે છે.

જેને લીધે આ વૃક્ષ રોગોને દૂર કરવા માટે ઉપયોગી માનવામાં આવે છે. અર્જુનની છાલથી હૃદય રોગ, ક્ષય, પિત્ત, કફ, શરદી, ખાંસી, વધુ પડતું કોલેસ્ટ્રોલ તેમજ મોટાપો જેવી ઘણી બીમારીને દુર કરવામાં મદદ મળે છે. આની સિવાય મહિલાઓ માટે પણ ખુબ ઉપયોગી નીવડે છે. સુંદરતામાં વધારો કરનાર ક્રીમની સિવાય સ્ત્રી રોગમાં પણ એ ખુબ ઉપયોગી ઔષધી છે.

ડાયાબિટીસ માટેનું અર્જુનચૂર્ણ:
અર્જુનની છાલનું ચૂર્ણ તથા દેશી જાંબુના બીજનાં ચૂર્ણને સરખા પ્રમાણમા લઈને એને ભેળવીને દરરોજ રાત્રે સૂતા પહેલા અડધી ચમચી ચૂર્ણ થોડા ગરમ પાણીમાં મેળવીને પીવું જોઈએ. આમ કરવાથી ડાયાબિટીસના રોગમાં લાભ થાય છે. અર્જુનના વૃક્ષની છાલ, કદમ્બની છાલ તેમજ જાંબુની છાલ અને અજમાને સરખા પ્રમાણમાં લઈ પીસી લેવું. એમાંથી કુલ 25 ગ્રામ પાઉડર લઈને, અડધો લિટર પાણીમાં ગરમ કરીને ઉકાળો બનાવી સવાર-સાંજ 1 મહિના સુધી પીવાથી ડાયાબિટીસમાં ફાયદો થાય છે.

ઉધરસ માટે અર્જુનચૂર્ણ:
અર્જુનની છાલને સૂકવી એને વાટીને જીણું ચૂર્ણ બનાવો. તાજા અરડૂસીના પાનનો રસ કાઢવો. ત્યારપછી અરડૂસીના રસને બનાવેલ ચૂર્ણમાં ભેળવી સૂકવી લો. આવું કુલ 7 વખત ચૂર્ણને સૂકવીને બનાવેલ પેકને બંધ બોટલમાં ભરી લો. બનાવેલ ચૂર્ણને માત્ર 3 ગ્રામની માત્રા માં મધમાં ભેળવીને ચાટવાથી દર્દીને ઉધરસમા ખુબ ઉપયોગી થશે.

કેન્સર કોષને અટકાવવામાં ઉપયોગી:
અર્જુનના ઝાડમાં કસુઆરીનિન નામનું રાસાયણિક ઘટક રહેલું હોય છે. જેને લીધે શરીરમાં કેન્સરની કોશિકાઓ ફેલાઈ શકતી નથી. ખાસ કરીને સ્તન કેન્સરની કોશિકાને અટકાવવામાં અર્જુનની છાલ ખુબ ઉપયોગી છે. જો સાધારણ ગરમ દૂધમાં અર્જુનની છાલ બારીક પીસીને દરરોજ સેવન કરવામાં આવે તો સ્તન કેન્સરથી બચી શકાય છે.

શ્વાસ ચડતો રોકવા માટે:
આવી સમસ્યાથી પીડાતા લોકોએ અર્જુનની છાલની ચા પીવી જોઈએ. અર્જુનની છાલ ધમનીમાં જામેલ કોલેસ્ટ્રોલ તથા ટ્રાયગ્લુસરાઇડને ઓછું કરે છે. એનાથી હૃદયમાં લોહીને પહોંચાડતી ધમનીઓ યોગ્ય કામ કરી શકે છે.

કોલેસ્ટ્રોલના દર્દીઓ માટે ફાયદાકારક:
કોલેસ્ટ્રોલ તથા ટ્રાયગ્લુસરાઇડ વધુ વધવું હૃદય માટે ખુબ ઘાતક સાબિત થઇ શકે છે. એનાથી ઘણીવાર હાર્ટ એટેક પણ આવવાનો ભય રહેલો હોય એવા રોગીઓને દરરોજ અર્જુનની છાલનો ઉપયોગ કોઈને કોઈ સ્વરૂપમાં કરવો જોઈએ.

વજનમાં ઘટાડો કરવામાં ફાયદાકારક:
અર્જુનની છાલનો ઉકાળો પીવાથી મોટાપો જેવી બીમારી થતી નથી. કારણ કે,એનું સતત સેવન કરવાંથી પાચન તંત્ર બરાબર રહે છે. જો સતત એનું સેવન કરવામાં આવે તો માત્ર 1 મહિનામાં જ એનું પરિણામ મેળવી શકાય છે. અર્જુનની છાલ રોગપ્રતિકારક શક્તિને પણ મજબુત કરે છે. આની સિવાય લોહીને દવા લીધા વગર જ પ્રાકૃતિક રૂપથી પાતળું કરે છે. આનું સેવન કરવાંથી હાઈ બ્લડ પ્રેસરની સમસ્યા પેદા થતી નથી.

ચામડીના રોગ માટે ફાયદાકારક:
અર્જુનની છાલમાંથી બનાવવામાં આવેલ લેપનો ઉપયોગ કરવાથી ચામડીમાંથી  દૂર થાય છે. આની સાથે જ ચામડી ચમકદાર તેમજ સારી દેખાવાં લાગે છે. એનો ઉપયોગ કરવા માટે અર્જુનની છાલ, બદામ, હળદર, અને કપૂરને સરખી માત્રામાં લઈને તેને પીસી લ્યો. ત્યારપછી એને લેપની જેમ મોઢા પર લગાવો. એનાથી ચામડીના તમામ નાના જીવાણુનો વિનાશ થાય છે.

મોઢાના ચાંદા દૂર કરવા માટે:
મોંની તકલીફો દૂર કરવા માટે અર્જુનની છાલનો ઉકાળો પીવાથી ખુબ લાભ થાય છે. નારિયલના તેલમાં અર્જુનની છાલનું ચૂર્ણ મિક્ષ કરી મોંમાં પડેલ ચાંદા પર લગાવવાથી જલ્દી સારું થઈ જાય છે. અર્જુનના ચૂર્ણને ગોળ સાથે ખાવાથી તાવમાં રાહત મળે છે. હાડકું ભાંગી ગયું હોય તેમજ ફેકચર થયુ હોય એના પર આ ચૂર્ણનો તલના તેલ સાથે લેપ કરવો જોઇએ.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post