શેમ્પુમાં ઉમેરો આ ખાસ વસ્તુ, વાળને લગતી તમામ સમસ્યાઓ માંથી મળશે મુક્તિ

Share post

વાળ એ મહિલાના સૌંદર્યમાં એક વિશેષ અને અગત્યનો ભાગ ભજવે છે. જો એમના વાળ માં કઈ પણ સમસ્યા થાય તો એમના સૌંદર્યમાં કાળો ડાઘ લાગી જાય છે. આવું ન બને એની માટે તેઓ વાળની કાળજી રાખવા માટે વિવિધ જાતનાં સૌંદર્ય સંસાધનો, શેમ્પુ અને કંડીશનર્સનો ઉપયોગ કરતાં હોય છે. તેમ છતાં આપણે વાળ તૂટી જવા, વાળ ખરી જવા જેવી ઘણી સમસ્યાથી પીડાતાં હોઈએ છીએ.

જો તમે પણ આ પ્રકારની સમસ્યાથી પીડાઈ રહ્યા હો તો આજે આ લેખમાં એક એવો ઉપાય લાવ્યા છીએ કે, જેને અજમાવવાથી વાળને લગતી બધી સમસ્યામાંથી છુટકારો મળી જશે. આજે આપણે અમુક એવી વસ્તુ વિશે વાત કરવાની છે કે, જેને શેમ્પુમાં ઉમેરી વાળ પર લગાવવામાં આવે તો તમારા વાળ સુંદર, આકર્ષક તથા મુલાયમ બની જશે. તો ચાલો જાણીએ કે, આ વસ્તુ કઈ છે અને એનાથી શું-શું લાભ થશે?

ખોડાની સમસ્યા થશે દૂર :
મહિલાઓના વાળમાં સૌથી વધુ જો કોઈ સમસ્યા થતી હોય તો એ છે ખોડાની સમસ્યા. વાળમાં ખોડોની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે શેમ્પુમાં કુલ 2 ચમચી લીંબુનો રસ ઉમેરીને ભેળવીને વાળ પર લગાવી આ મિશ્રણને કુલ 5 મીનિટ સુધી વાળ પર રહેવા દેવું જોઈએ. ત્યારપછી પાણી વડે વાળ ધોઈ નાખો. આમ કરવાથી થોડા જ સમયમાં તમારા વાળમાં થતી ખોડાની સમસ્યામાંથી મુક્તિ મળી જશે.

ખરતા વાળની સમસ્યા થશે દૂર :
જે મહિલાઓ ખરતા વાળની સમસ્યાથી ત્રસ્ત હોય એમણે કુલ 2 ચમચી આંબળાના રસને શેમ્પુમાં ભેળવીને વાળ પર લગાવવું. ત્યારપછી વાળને ધોઈ લેવા. આનાથી તમારી ખરતા વાળની સમસ્યા દુર થશે.

વાળ મુલાયમ અને આકર્ષક બને :
વાળને શેમ્પુ કરીને ધોયા પછી એના પર એલોવેરા લગાવવામાં આવે તો તમારા વાળ વધારે પડતાં ચમકદાર અને આકર્ષક બને છે. તમારા વાળ એકદમ સોફટ બની જાય છે તેમજ વાળની મજબૂતાઈમાં પણ વધારો થાય છે. આ ઉપાયને અઠવાડિયામાં કુલ 2 વખત અજમાવવો જોઈએ.

વાળમાંથી આવતી દુર્ગંધ થશે દૂર :
ઘણી વખત વધારે તડકામાં રહેવાને લીધે શરીર ગરમ થઈ જાય છે તેમજ શરીરમાંથી પરસેવો વહેવા લાગે છે. પરસેવાને લીધે વાળ માંથી એક વિચિત્ર પ્રકારની દુર્ગંધ આવે છે. આ દુર્ગંધ માંથી છુટકારો મેળવવા શેમ્પુમાં કુલ 2 ચમચી રોઝ વોટર ઉમેરીને એનાથી વાળ ધોવાથી તમારા વાળમાંથી આવતી આ દુર્ગંધ દૂર થઈ જશે. આની સાથે જ વાળ ભરાવદાર તેમજ મજબૂત બનશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post