એકપણ રૂપિયાના રોકાણ વગર ખેતી દ્વારા મળશે ‘મબલક ઉત્પાદન’ -આ લેખ વાંચી ખેડૂતોને થશે સારો ફાયદો

Share post

આપણા દેશમાં રહેતાં ખેડૂતો વિવિધ પાકો તેમજ ફળોની ખેતી કરી રહ્યાં છે. ખેતીમાંથી લાખો રૂપિયાની કમાણી કરી રહ્યાં છે. ત્યારે અમે આપની માટે એક જાણકારી લઈને આવ્યાં છીએ.

ખેતરના શેઢા-પાળાની જમીનમાંથી ઉપજ:
ઘણાં ખેડૂતોને શેઢા-પાળા પરની જમીન ખોટી રીતે વેડફાઈ જતી હોય છે તથા સતત પડતર રહેવાને લીધે બિન ઉપયોગી ઘાસ ઉગી જતું હોય છે,ત્યારે શેઢા-પાળાની વધારાની જગ્યામાંથી પણ ખેડૂતો ઉપજ મેળવી શકે છે તથા ખેતરનાં રક્ષણની માટે વાડ પણ બનાવી શકે છે, આની માટે ખેડૂતો સાગ,સરગવો, જામફળી, નાળીયેરી, ચીકુ, સિતાફળી સહિત ઘણાં કોઈપણ ફળોનાં વૃક્ષ વાવી શકે છે.

શેઢા પર ઝાડ વાવવાથી પાકને પવનથી પણ રક્ષણ કરે છે. આની સાથે જ આ ઝાડ આજુબાજુ તુરિયા, કારેલા, દૂધી વગેરે વાવવાથી તેના વેલા શેઢાની વાડ પર ચઢી જાય છે તેમજ એમાંથી ઉત્પાદન મેળવી શકાય છે. જે ખેડૂતો પશુપાલનનાં વ્યવસાયની સાથે સંકળાયેલ છે, તે વાઢિયું ઘાસ ઉગાડીને પશુ આહાર પણ મેળવી શકે છે. આમ ખેડૂતો ખેતરની વધેલી જગ્યાને પણ આવકનું સ્ત્રોત બનાવી શકે છે.

ખેતરમાં વરસાદી પાણીનો સંગ્રહ :
પાણીનો અભાવ તેમજ વધારે પડતાં પાણીને લીધે કારણે ખેડૂતોને પાકમાં પુરતું ઉત્પાદન મળતું નથી, ત્યારે આવી સ્તિથીમાં ખેડૂતો વરસાદનાં પાણીનો સંગ્રહ કરીને પાકને જરૂરી પિયત આપી શકે છે. વરસાદનાં પાણીનો સંગ્રહ કરવાં માટે ખેડૂતો સગવડ હોય તો એકવખત પાણીનો ટાંકો બનાવી કાયમી માટે એનો ઉપયોગ કરી શકે છે તથા વેસ્ટ જગ્યામાં ખેત તલાવડી બનાવવી.

એમાં પાણીનો સંગ્રહ કરી શકે છે. આની સાથે જ ટાંકા તેમજ ખેત તલાવડીમાં પણ નદીનાં પાણીનો પણ સંગ્રહ કરી શકાય છે. ખેડૂતો ટાંકા તેમજ ખેત તલાવડી બનાવવાં માટે સરકારની સબસિડીનો પણ લાભ લઈ શકે છે. આ વરસાદનાં પાણીને ટપક મારફતે પિયત આપીને લાંબા સમય સુધી ઉપયોગમાં લઈ શકાય છે. આ પ્રયોગથી જે જમીનમાં પાણી ન હોય ત્યાં પણ પાકને પાણી મળી રહે છે તથા વરસાદનાં પાણીથી ઉત્પાદનમાં પણ ઘણો વધારો થાય છે તેમજ કુવા-બોરની પાછળ થતો ખર્ચ પણ બચાવી શકાય છે.

ખેતરના કચરામાંથી જ બનશે ખાતર :
ખેડૂતોએ ખેતરમાં જે કોઈ પાકનું વાવેતર કર્યું હોય એમાંથી વધારાનો કચરો તો નીકળતો  રહે છે. જેમાં ઘઉંમાંથી કુંવરનું ભુસુ, એરંડાની ફોતરી, મગ-અડદ-તુવેરની ફોતરી, કપાસનાં પાંદાડાંનો ભુક્કો,માંડવીનાં બિયા કાઢતાં એમાંથી નિકળતી ફોતરી સહિત બધાં પાકમાંથી આવો વધારાનો કચરો મળે છે આ કચરાને ખેડૂતો ફેંકી દેતાં હોય છે, પણ આ કચરાને ખેતરમાં પાથરીને ખેડ કરી નાંખીને એના પર વરસાદ થતાં એ સડી જાય તેમજ એનું ખાતર બની જતું હોય છે.

આની સાથે જ પાકમાં જીવામૃત તેમજ ગોળ નાંખેલ ખાતર પડવાંથી એમાં અળસિયાની માત્રા વધારે રહે છે,જે ખેતીની માટે શ્રેષ્ઠ છે તથા કીડી અને મકોડા પણ પાકમાં રહેતાં હોય છે, જેને કારણે વધારાની જીવાતને તે ખાઈ જતાં હોવાંથી દવા પાછળ થતો તમામ ખર્ચ પણ બચાવી શકાય છે. આમ, ખેડૂતો ખેતરમાંથી નિકળતા કચરાનો પણ યોગ્ય રીતે ઉપયોગ કરી શકે છે.

સર્વે રોગોની માત્ર આ એક જ દવા :
ઘણાં ખેડૂતો સૌથી વધારે દવા પાછળ ખર્ચ કરતાં હોય છે, આની સાથે જ આ દવા પાક તેમજ ખેડૂતોની માટે ખુબ નુકસાનકારક પણ છે. ખેડૂતો રોગોની દવા પોતાનાં ખેતરમાં જ બનાવી શકે છે. આ દવા બનાવવાં માટે લિંબડો, આંકડો, ધતૂરો, નિલગીરી તથા કડવા કે તુરા કોઈપણ છોડ-ઝાડનાં પાનને ભેળવીને ખાંડી કુલ 30 લિટર ગૌમૂત્રની સાથે એનું મિશ્રણ કરવું. ત્યારબાદ પાકમાં છંટકાવ કરવાંથી કોઈપણ રોગમાંથી પાકને ઉગારી શકાય છે. આની સાથે જ જો પાકમાં ઈયળો હોય તો આ દવાની સાથે સુરતી મરચી તેમજ લસણને મિશ્ર કરીને છંટકાવ કરવો તથા પાકમાં ફલાવરીંગ લાગવાનો સમય હોય તો આ મિશ્રણની સાથે હિંગ નાખવાથી પાકમાં ફ્લાવરીંગ સારૂ એવું બેસે છે.

જીવામૃત પાક માટે અમૃત સાબિત થશે :
ખેતરમાં પાક કોઈપણ હોય એમાં જીવામૃત આપવાથી કોઈપણ રોગથી પાકને છુટકારો મળે છે તથા પાકની તંદુરસ્તી પણ સારી રહેશે. જીવામૃતને બનાવવાં માટે કુલ 10 લિટર ગૌમૂત્ર તેમજ કુલ 10 કિલો ગાયનાં તાજા છાણમાં કુલ 1 કિલો દવા વગરનો ગોળ, કુલ 1 કિલો કોઈપણ કઠોળનો લોટ તથા વડનાં વૃક્ષ નીચેની માટીમાં બેક્ટેરિયાનું પ્રમાણ વધારે હોવાથી પાકનો ગ્રોથ વધારવામાં ઘણું ઉપયોગી થાય છે માટે કુલ 1 કિલો વડ નીચેની માટી આ બધાં મિશ્રણને કુલ 200 લિટર પાણીમાં ભેળવીને દરરોજ સાંજ-સવાર એક સપ્તાહ સુધી આ દ્રાવણને હલાવતાં રહેવાંથી જીવામૃત તૈયાર થઈ જાય છે. આ જીવામૃત 1 એકર જમીનમાં આપવું જોઈએ. આની સાથે જ પાક ઉપર છંટકાવ માટે પંપમાં કુલ 1 લિટર નાખવું જોઈએ. આમ સમયાંતરે પાકને એનો ડોઝ આપતા રહેવાંથી આ જીવામૃત પાકની માટે અમૃત સાબિત થશે.

ઘનજીવામૃત અને પંચગવ્યનો પાકમાં છંટકાવ :
ખેડૂતો કોઈપણ પણ પાકમાં ઘનજીવામૃત તેમજ પંચગવ્યનો છંટકાવ કરીને અદભૂત પરિણામ મેળવી શકે છે. ઘનજીવામૃત બનાવવાં માટે કુલ 100 કિલો ગાયનાં છાણમાં ગોળ તેમજ સડી ગયેલ ગોળની કુલ 2 કિલો રબડી, કઠોળનો લોટ, કુલ 6 લિટર ગૌમૂત્ર, 1 મુઠ્ઠી શેઢા-પાળા તેમજ વડ નીચેની માટી લઈ આ તમામને ભેળવીને છાયામાં પાથરીને સુકવી નાખવું, સુકાઈ ગયાં પછી એને ખાંડીને કોથળીમાં ભરી દેવી બાદમાં 1 એકર જમીનમાં તમામ ચાસમાં છાંટી દેવુ. જ્યારે પંચગવ્ય બનાવવાં માટે કુલ 1 કિલો ગાયનું છાણ લઈને એમાં કુલ 3 લિટર ગૌમૂત્ર, કુલ 500 ગ્રામ ગાયનું ઘી, કુલ 2 લિટર ગાયનું દૂધ, કુલ 2 કિલો દંહી, કુલ 3 લિટર નાળિયેરનું પાણી, કુલ 3 લિટર શેરડીનો રસ તેમજ કુલ 500 ગ્રામ દેશી ગોળ તથા 1 ડઝન કેળા લઈને તમામ વસ્તુને મિશ્રિત કરીને કુલ 21 દિવસ સુધી રોજ માત્ર 5 મીનીટ હલાવવું, કુલ 21 દિવસ પછી એક પંપમાં કુલ 300 મીલી ઉમેરીને પાક ઉપર દર 15 દિવસે છંટકાવ કરવાંથી ખેડૂતોને પાકમાં અદભૂત પરિણામ મેળવી શકશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post