‘ગૌ સેવા’ અને ‘ગૌ પૂજા’નો અનેરો મહિમા

Share post

” ગૌ સેવાનું ફળ ઘણું, જેમાં દેવીનો વાસ;
ગૌનું જે પાલન કરે, તે ઘર સદા ઉલ્લસ. “

આસો અમાસ તથા કારતક સુદ પડવાના સુભગ સમન્વય દરમ્યાન ગૌ માતાનું પૂજન, ગૌ સેવા વગેરે કરવું જોઈએ. ગાયમાતા એ પૃથ્વી પરની ‘કામધેનુ’ કહેવામાં આવે છે. આ પરમ પવિત્ર દિવસે ગૌ માતાઓને અલંકારોથી અલંકૃત કરીને એમને ભરપેટ ભોજન આપવું જોઈએ. એમની પૂજન વિધિ કરીને આરતી ઉતારવી જોઈએ. કારણ કે, પૃથ્વી પર માતૃ શક્તિનું પ્રત્યક્ષ રૂપ ગાય માતા રહેલી છે. શ્રી હરિએ જગતનું પાલન કરનાર યજ્ઞપુરુષની મુખ્ય સહાયિકાનાં રૂપમાં ગૌ-શક્તિનું સર્જન કર્યું છે. વ્રત વિધિ વિધાન દરમિયાન તેમજ યજ્ઞની સંપૂર્ણ ક્રિયામાં ગાયમાતાનું દૂધ, દહીં, ઘી વગેરે અનિવાર્ય ગણાય છે.

“ જનેતા સમી પૂજ્ય પૂજું ગાયમાતા,
કરું નિત્ય સેવા નમું ગાયમાતા. “

આ જગતમાં જેટલી દક્ષિણા આપવા લાયક વસ્તુઓ છે એ તમામમાં ગાયોને શ્રેષ્ઠ ગણવામાં આવે છે. ગાયોનું દાન કરનારને ગોલોક પ્રાપ્ત થાય છે. આપ તો પશુઓમાં ઉત્તમ છો. વળી વંદનીય તેમજ પૂજનીય પણ છો.ગાયમાતાઓ તેમજ લક્ષ્મીજીના સંવાદનું તાત્પર્ય એ છે કે, જે ઘરમાં ગાયનો વાસ હોય તેમજ એ સુખી હોય તો એ ઘરનાં તમામ સભ્યો તન, મન અને ધનથી સુખી રહે છે. આ વેદવાક્ય ત્રણેય કાળની માટે સત્ય કરે છે. કારણ કે ગૌ-માતા એ પૃથ્વી પરની કામધેનુ કહેવામાં આવે છે.

જેનાં છાણ-મૂત્રમાં લક્ષ્મીજી વસી રહ્યાં હોય એ ગૌ-માતાનાં દૂધ, દહીં, માખણ, છાસ, ઘી વગેરેમાં માનવીનાં તન, મન વગેરેને પુષ્ટી કરી પ્રભુ બાજુ વાળતી શક્તિ પડેલી જ હોય. ગૌ-માતાનાં આશીર્વાદ આ લોક તેમજ પરલોક સુધારી આપે છે. આ માટે શક્તિ સ્વરૂપ ગૌ-માતાને આપણાં કરોડ-કરોડ વંદન.શક્તિ સ્વરૂપ પૃથ્વીની જેમ ગૌ માતા પ્રજાનું પરિપાલન કરે છે. ધરતી પ્રાણીમાત્રને ધારણ કરે છે. જેને યજ્ઞ દ્રારા દેવો પોષે છે તથા યજ્ઞ સ્વરૂપ કર્મ ગૌ માતાએ આપેલ દ્વવ્યો વગર ફળતું નથી.

આ પ્રકારે પૃથ્વીમાતાની જેમ માતૃશક્તિ ગૌમાતા પણ સર્વથા અનુપ્રેક્ષ્યા છે. ગૌમાતામાં સર્વ દેવોનો વાસ રહેલો છે. ભગવાન શ્રી કૃષ્ણની લીલામાં ગૌ ચરણનું ઘણું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. ભગવાને પોતે જ  ગૌ-પૂજા કરી છે તેમજ ટચલી આંગળી પર ગોવર્ધન પર્વત ધારણ કરીને ગોવાળિયાઓ તેમજ ગાયમાતાનું રક્ષણ કર્યું હતું. ગાય એ પ્રત્યક્ષ દેવી છે. એના રોમેરોમમાં દેવતાઓનો વાસ રહેલો હોવાંને કારણે ગૌમાતાના દેહ પર પ્રહાર એ સીધો જ કુલ 33 કરોડ દેવતાઓ પર પ્રહાર ગણવામાં આવે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post