બાળકોને ઘરે ઓનલાઈન ભણાવવા ગરીબ પરિવારને ગૌમાતા વેચીને લેવો પડ્યો મોબાઇલ ફોન

Share post

હાલમાં આખી દુનિયામાં કોરોનાની મહામારી ચાલી રહી છે, ત્યારે લોકડાઉનનો અમલ થવાથી ઘણાં ગરીબ પરિવારોને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. આ ઉપરાંત આવાં સમયગાળામાં ઘણાં પ્રખ્યાત વ્યક્તિઓએ આવાં લોકોની મદદ માટે ઉભાં રહ્યાં છે.

બોલિવૂડ એક્ટર સોનુ સૂદ પણ લાૅકડાઉનમાં જરૂરિયાતમંદોની જે રીતે મદદ કરી રહ્યાં છે, તેની પણ પ્રશંસા કરીએ તેટલી ઓછી છે. લાૅકડાઉન પછી પણ સોનુ સૂદની આ મદદ કરવાનોનો ઘટનાક્રમ યથાવત જ છે. હાલમાં જ તેમણે બેરોજગાર લોકોની મદદને માટે પહેલ કરી છે. ત્યારે સોનુ સૂદએ એક શખ્સને તેની ગાય પાછી અપાવવાનો વિશ્વાસ અપાવ્યો છે.

અસલનાં હિમાચલ પ્રદેશમાં રહેતાં એક ગરીબ પરિવારે બાળકોના ઑનલાઈન શિક્ષણને માટે ફોન ખરીદવા માટે પોતાની ગાયને વેચવી પડી હતી. આ સમાચાર સાંભળ્યા બાદ સોનુ સૂદે પોતાના ટ્‌વીટર હેન્ડલ પર જણાવ્યું કે, ‘આવો, આ માણસની ગાય પાછી લાવીએ. શું કોઈ મને તેની માહિતી આપી શકે છે.’

હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં આવેલ ગુમ્મર ગામમાં રહેતાં કુલદીપ કુમારનો પરિવાર એક નાનકડા ઘરમાં રહે છે. તેમની દીકરી અનુ અને પુત્ર વંશ પણ એક સરકારી શાળામાં ક્રમશઃ 4 અને 2 ધોરણમાં અભ્યાસ કરી રહ્યાં છે. રાજ્યભરમાં કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને ઑનલાઈન ક્લાસ શરૂ કરી દેવામાં આવ્યા છે, એવામાં તેમની પાસે સ્માર્ટફોન કે ઈન્ટરનેટ ન હોવાનાં લીધે તેમનાં બાળકો ભણી શકતા ન હતા.

લાૅકડાઉન દરમિયાન મજૂર પગપાળા પોતાના ઘરે જવા લાગ્યા હતાં ત્યારે પણ સોનુ સુદે હજારો મજૂરોને પોતાના ખર્ચે જ બસો અને ટ્રેનો મારફતે તેમના ઘરે પહોંચાડ્યા હતાં. હવે સોનુ સૂદ વિદેશમાં અભ્યાસ કરી રહેલ ભારતીય વિદ્યાર્થીઓને પણ સ્વદેશ પાછા લાવી રહ્યો છે.  સોનુ સૂદે જણાવતા કહ્યું હતું કે, તે પટનામાં બેઘર થયેલ મહિલા-બાળકોની માટે ઘરની પણ વ્યવસ્થા કરશે. આની ઉપરાંત, તે હવે લાૅકડાઉનમાં ઘરે જવા દરમિયાન ઘાયલ થનારા અથવા તો મૃત્યુ પામનારા મજૂરોના કુલ 800 પરિવારના ખાવા, રહેવા અને શિક્ષણનો ખર્ચ પણ પોતે ઉઠાવશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…