ગુજરાત: ફઇએ સગી ભત્રીજીનો તેના બે દીકરા સાથે કરાવ્યો સામુહિક બળાત્કાર

Share post

કોરોના વાયરસના વધતા જતા સંક્રમણને અટકાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન આપવામાં આવ્યું છે. લોકડાઉન વચ્ચે પણ હત્યા, લૂંટફાટ, મારામારી, બળાત્કાર જેવી ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે વધુ એક બળાત્કારની ઘટના ગુજરાતના અમરેલી જીલ્લાના સાવરકુંડલાના એક ગામમાં સામે આવી છે. જ્યાં એક ફઈએ જ તેની સગી ભત્રીજીને તેની માસીના બે દીકરાની સાથે રૂમમાં પૂરીને સામૂહિક બળાત્કારની ઘટનાને અંજામ અપાવ્યો હતો.

ફઈનો ભાંડો ફૂટી જતા ભોગ બનનાર સગીરાએ સમગ્ર મામલાની પોલીસ સ્ટેશનમાં ફઈ અને તેની માસીના બે દીકરા સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મહિલા અને બે યુવકોની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

રિપોર્ટ અનુસાર ગુજરાતના અમરેલી જીલ્લાના સાવરકુંડલામાં આવેલા ભમ્મર ગામમાં રહેતી એક મહિલાએ તેની ભત્રીજીને નવા-નવા કપડાં ખરીદી આપશે એવી લાલચ આપીને 4 મહિના પહેલા તેના ઘરે બોલાવી હતી. ભત્રીજી તેના ઘરે આવ્યા બાદ મહિલાએ તેના આંબરડી ગામમાં રહેતા તેના માસીના બે દીકરાઓને તેના ઘરે બોલાવ્યા હતા અને તેને સગી ભત્રીજી સાથે બંને માસીના દીકરાને એક રૂમમાં પૂરી દીધા હતા.

રૂમમાં બંનેએ ચપ્પુની અણીએ સગીરા પર સામુહિક બળાત્કાર ગુજાર્યો હતો. વારંવાર બંને યુવકો સગીરા પર દુષ્કર્મ આચરતા હતા. ફઈએ સગીરાના કેટલાક બીભત્સ ફોટાઓ પાડ્યા હતા અને વીડિયો પણ ઉતાર્યા હતા. 4 મહિનાથી ચાલતા આ કૃત્યનો ભાંડો ફૂટતા સગીરાએ સમગ્ર મામલાની તેના પિતાને જાણ કરી હતી અને યુવતીના પિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. યુવતીના પિતાની ફરીયાદના આધારે પોલીસે મહિલા સહિત ત્રણની ધરપકડ કરી સામુહિક બળાત્કારનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post