ચોમાસા બાદ શિયાળામાં કયા અને કેટલી ઠંડી પડશે? અંબાલાલ પટેલે આપી અતિ મહત્વની જાણકારી

Share post

સમગ્ર રાજ્યમાં આ વર્ષ દરમિયાન અતિભારે વરસાદને કારણે ખેડૂતોના પાકને ખુબ નુકસાન થયું છે. આની સાથે જ તમામ ચેકડેમો ઓવરફલો થઈ ચુક્યા છે. મેઘરાજાનાં વિરામ બાદ સમગ્ર  રાજ્યમાં ધીરે-ધીરે ઠંડીનું આગમન થઈ રહ્યુ છે. રાજ્યમાં આવેલ અમદાવાદનાં લધુતમ તાપમાનનો પાર ગગડ્યો છે ત્યારે નવરાત્રિની વિદાય પછી ધીરે-ધીરે હવામાન બદલાઈ ગયું છે.

રાજ્યમાં હવામાનની સચોટ આગાહીઓ કરવા માટે પ્રખ્યાત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે શિયાળાનો વરતારો આપ્યો છે. એમણે સમગ્ર ઋતુ કેવી રહેશે એના અંગે અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. અંબાલાલ પટેલના અનુમાન પ્રમાણે સમગ્ર ઋતુ તથા ખેતી અંગે જાણકારી આપવામાં આવી છે. એમણે જણાવ્યું હતું કે, હાલમાં પરોઢિયે વધારે ઠંડી પડશે તથા 31 તારીખથી લઈને 7 નવેમ્બર સુધી સુધી વાદળછાયું વાતાવરણ બની રહેશે.

અમુક વિસ્તારોમાં હળવું માવઠું થઇ શકે છે. અંબાલાલે જણાવતાં કહ્યું હતું કે, 7 નવેમ્બરની આસપાસ સવારે ઠંડીનો ચમકારો આવી શકે છે  જ્યારે દેશાવર ઠંડીનું આગમન થશે તથા ત્યારબાદ આગામી 4 ડિસેમ્બરથી ઠંડીનાં પ્રમાણમાં વધારો થશે. આની સાથે જ ન્યુનતમ તાપમાન ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં આગામી 22 ડીસેમ્બરથી દેશનાં ઉત્તર પ્રદેશોમાં હીમવર્ષા થશે. જેને લીધે રાજ્યના મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતને સૌરાષ્ટ્રમાં ઠંડી પડશે. જ્યારે આગામી 4 જાન્યુઆરીથી રાજ્યમાં ઠંડીનો વધરો થશે. આ સમયગાળામાં  ન્યુનતમ તાપમાન 8 ડીગ્રી સેલ્સેશિયસથી પણ નીચું જશે.

કૃષિ પાક વિશે અંબાલાલ પટેલે કહ્યું :
ત્યારપછી ધીમે-ધીમે ઉત્તરનાં પર્વતીય પ્રદેશો ઠંડા થતા જશે તથા ઉત્તરના ઠંડા પવનો  દક્ષિણ બાજુ ધકેલાશે, જેને લીધે બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની પ્રક્રિયાઓની શરુઆત થશે. ઠંડી પડશે તો રવિ પાકો સારા થશે. ઘઉં તથા મસાલાના પાકો માટે ઠંડી ખુબ જરુરી હોય છે, પરોઢિયે ઝાકળ પડશે. જેને લીધે કૃષિ પાકો સારા થશે.

હવામાન વિભાગે પણ કરી વધુ ઠંડીની આગાહી :
ભારતના હવામાન વિભાગના જાણકારોએ અનુમાન લગાવ્યું છે કે, આ વર્ષે સામાન્ય કરતાં વધારે ઠંડી પડી શકે છે જેનું મુખ્ય કારણ ભારતથી હજારો કિમી દૂર આવેલ પ્રશાંત મહાસાગરને માનવામાં આવી હહ્યું છે. આ વર્ષે લૉકડાઉનને લીધે ભારતની આબોહવામાં આવેલ બદલાવ આપણે જોયું. સ્વચ્છ થયેલ નદીઓ તથા દૂરદૂરથી દેખાતા પહાડોનો નજારો તમામ લોકોએ જોયો. ચોમાસા પછી થોડા સમય પહેલાં સુધી દેશના ઘણાં રાજ્યો પૂરના પ્રકોપથી પરેશાન હતા.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post