ખેડૂતે બનાવી એવી ગાડી હવે બે સેકન્ડમાં ઝાડ પર 10 ફૂટ ઉપર ચડી શકાશે, જાણો ક્યાંથી મળશે

Share post

કહેવાય છે કે જો કંઇ કરવાનો ઇરાદો હોય તો માણસ દરેક ઉંચાઇઓ પર પહોંચી શકે છે. આવું જ એક અનોખું કામ કર્ણાટકના ખેડૂતે કરી બતાવ્યું છે. અત્યાર સુધી તમે ખેડૂતોને અને લોકોને નાળિયેર અને તાડ કે પછી સોપારીના ઊંચા લાંબા વૃક્ષ પર ચડવા માટે દોરડાંનો સહારો લેતા જોયા હશે. પરંતુ હવે દોરડા થી ચડવાનો જોખમી રસ્તો અપનાવો નહીં પડે.

કર્ણાટકના એક ખેડૂતે આ સમસ્યાઓને દૂર કરવા માટે એ ખૂબ જ ઉપયોગી બાઇક મશીન તૈયાર કર્યું છે. જેનાથી ખૂબ સરળતાથી વૃક્ષ પર ચડે મુકવામાં મદદ થશે સોશિયલ મીડિયામાં આ મશીન નો વિડીયો વાયરલ થયો છે. જેમાં એક વ્યક્તિ બાઈક જેવા મશીન ઉપર બેસીને ખૂબ જ સરળતાથી વૃક્ષ પર ચડી જાય છે.

આ ખેડૂતનું નામ ગણપતિ ભટ્ટ છે. ગણપતિ સોપારીના ખેડૂત છે જેમણે સોપારી ના વૃક્ષ પર ચડવા માટે એક ખાસ મશીન તૈયાર કરી છે. જેનાથી ખૂબ જ સરળતાથી સોપારીના કે તાળી નારીયેળી પર સરળતાથી ચડી અને ઉતરી શકાય છે. ગણપતિ ભટ્ટ કર્ણાટકના સાજીપામુડા ગામના રહેવાસી છે. બનાવેલા મશીન નું વજન માત્ર 28 કિલોગ્રામ છે જેમાં ટુ સ્ટ્રોક એન્જિન લગાવવામાં આવેલ છે.

આ મશીન ની ખાસિયત એ છે કે તે 80 કિલોગ્રામ સુધી વજન વાળા કોઈપણ વ્યક્તિને વૃક્ષ ઉપર ચડાવી કે ઉતારી શકે છે. અને આ મશીનમાં બ્રેક પણ લગાવવામાં આવ્યા છે. જેનાથી વૃક્ષ પર ચડતી વખતે કે ઉતરતી વખતે વચ્ચે વચ્ચે મશીન અટકાવી શકાય.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post