કોરોના સામે લડવા માટે મન મજબુત કરવું પડશે- હિંમત હારી ગયેલા વયોવૃદ્ધ દંપતીએ અડગ મનોબળથી કોરોનાને હરાવ્યો

Share post

કોરોના નામ પડતાંની સાથે જ ભલભલાના હાંજા ગગડી જાય છે, ત્યારે બહુચરાજીના ગણેશપુરા ગામના વયોવૃદ્ધ દંપતીએ માત્ર 10 દિવસની સારવારથી કોરોનાને માત આપી છે. તેમના શબ્દોમાં જણાવીએ તો, ગમે તે થાય પરંતુ મરવું નથી, બચવું છે એવા અડગ મનોબળની સાથે લીધેલ સારવાર સાર્થક સાબિત થઇ રહી છે, અને ઘરવાપસી પણ શક્ય બન્યું છે.

ગણેશપુરાના જગન્નાથભાઇ વ્યાસ ઉમ્ર.79 હાઇસ્કૂલમાં આચાર્યપદની નિવૃતિ પછી તેમના પત્ની નિરંજનાબેન ઉમ્ર.74 સાથે વતનમાં જ રહેવાનું પસંદ કર્યું હતું. 14 દિવસ પહેલાં જ તેમને તાવની ફરિયાદ ઉઠતાં મહેસાણા ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી, ત્યારે કોરોનાનાં લક્ષણો જણાતાં જ તબીબે સેમ્પલ લેવડાવ્યું હતું, જેનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. જેના બીજા જ દિવસે તેમનાં પત્નીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો.

ઘણીવાર ઘરમાં જ રહેતા દંપતીને સંક્રમણ ક્યાંથી થયું તે એક પ્રશ્ન હતો. આવા સમયે કોરોના પોઝિટિવ રિપોર્ટ જોતાં જ એકસમયે ગભરામણ થઇ ગઇ હોવાનું કહેતા જ જગન્નાથભાઇ વ્યાસે જણાવતાં કહ્યું કે, રિપોર્ટ હાથમાં પકડતાં જ મનમાં પહેલો પ્રશ્ન એ ઉઠ્યો કે, હવે શું થશે ? ત્યારબાદ નિર્ણય લીધો કે, મનથી ભાંગવું નથી, ગમે તે થાય પરંતુ મરવું નથી, બચવું જ છે.

બસ આ નિર્ણયની સાથે એકલો જાતે જ હોસ્પિટલમાં પહોંચીને દાખલ થઇ ગયો હતો. અહીં 10 દિવસ કોરોના અંગેની સારવાર સમયે ખૂબ જ ખરાબ વિચાર આવતા હતા, પણ જ્યારે તબીબે તમે સ્વસ્થ છો, અને ઘરે પણ જઇ શકો છો, એવો હુંકાર કરતાં જ જાણે મોતને દસ્તક દઇને પાછા ફર્યા હોવાંના અહેસાસની સાથે પત્ની સાથે ઘરવાપસી પણ કરી હતી.

કોરોનાથી સંક્રમિતોને પણ મારી એક વિનતી છે કે, કોરોનાનો ડર ચોક્કસ છે, પરંતુ તેનો હિંમતપૂર્વક સામનો કરવાનો છે. તમે નાછુટકે ઘરની બહાર નીકળો, પરંતુ ઘરમાં જ તમે સલામત રહો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post